આ 10 ખૂબ જ રસપ્રદ કારણો જે દહીં ને બનાવે છે સ્વાસ્થ્ય માટેનું સુપરફૂડ
દહીં ને મોટેભાગે ડેરી ઉદ્યોગ બનાવે છે દૂધમાં બેક્ટેરિયા નાખવાથી દહીં બને છે. દહીં રોજિંદા જીવનમાં લગભગ તમામ ઘરોમાં બને છે દહીં ની અંદર કેલ્શિયમનું પ્રમાણ વધારે હોય છે જેના કારણે તે દાંત અને હાડકાંને મજબૂત બનાવે છે. આ લેખમાં અમે તમને જણાવીશું કે દહીં દરેક વ્યક્તિ માટે કેમ જરૂરી છે… દહીમાં કેલરી, કોલેસ્ટ્રોલ, સોડિયમ,…

દહીં ને મોટેભાગે ડેરી ઉદ્યોગ બનાવે છે દૂધમાં બેક્ટેરિયા નાખવાથી દહીં બને છે. દહીં રોજિંદા જીવનમાં લગભગ તમામ ઘરોમાં બને છે દહીં ની અંદર કેલ્શિયમનું પ્રમાણ વધારે હોય છે જેના કારણે તે દાંત અને હાડકાંને મજબૂત બનાવે છે. આ લેખમાં અમે તમને જણાવીશું કે દહીં દરેક વ્યક્તિ માટે કેમ જરૂરી છે…
- દહીમાં કેલરી, કોલેસ્ટ્રોલ, સોડિયમ, પોટેશિયમ, કાર્બોહાઈડ્રેટ, શુગર અને પ્રોટીન હોય છે જે શરીર ના પોષણ માટે ખૂબ જ જરૂરી છે.
- દહી મા એક પ્રકારના જીવંત બેક્ટેરિયા હોય છે જે આંતરડાંને મજબૂત બનાવે છે અને આંતરડાની ચીકાશને તરલતામાં બદલીને કબજીયાતની સમસ્યાને ખતમ કરે છે અને પાચનતંત્ર મજબૂત બનાવે છે.
- દહીં ની અંદર રહેલા જીવંત બેક્ટેરિયા બીમારીના રોગાણુ ને ખતમ કરે છે આંતરડામાં રહેલા ખરાબ વાયરસને ખતમ કરે છે ઘણી બધી રિસર્ચમાં ડોક્ટર્સ દ્વારા જણાવાયું છે કે 200 ગ્રામ દહીં ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.
- દહીંમા પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો હોય છે જે હૃદયને મજબૂત બનાવે છે અને જે લોકોને બીપી અથવા હાયબીપી ની તકલીફો હોય તો તેને ઓછી કરે છે.
- દર ૨૫૦ ગ્રામ દહીંમાં 275 મિલિગ્રામ કેલ્શિયમ હોય છે જે શરીરની સ્થિરતામાં અને હાડકાની મજબૂતીમાં વધારો કરે છે.
- જે લોકો દૂધનું સેવન નથી કરતા એ લોકો દહીં ખાઈ શકે છે જે ગુણધર્મ દૂધમાં છે એ બધા જ ગુણો દહીં માં પણ મળે છે. જે સ્વાસ્થ્ય માટે પણ જરૂરી છે.
- દહીંમા ફેટનું પ્રમાણ ઓછું હોય છે જે લોકોનું શરીર મોટું અને વજનદાર હોય તેવા લોકો દહીંનું સેવન કરશે તો તેમના માટે દહીં ફાયદાકારક નીવડી શકે છે.
- દહીં ત્વચાને સુંદર બનાવે છે ત્વચા શુષ્ક કે ઓઇલી હોય તો ચેહરા પર દહીં લગાવવાથી તેના ચેહરા ને કુદરતી રીતે સુંદર બનાવે છે.
આ ખાવને નુકશાની નથી : જન્માષ્ટમી પર આ સ્વાદિષ્ટ મીઠાઈ બનાવો, તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે
- દહીં ઉલટી, ઝાડા કે ડાયેરિયા જેવી સમસ્યાઓ હોય તો તે સમયે દહીં લેવું ફાયદાકારક છે જે ઉલટી અને ઝાડા ને બંધ કરી દેશે.
- દહીં વાળને સુંદર અને લાંબા કરવા માટે ઉપયોગી છે દહીં વાળ માટે કંડીશનર જેવું કામ કરે છે જો તમને દહીં માં મહેંદી ભેળવીને વાળ પર લગાવશો તો વાળ મજબૂત, લાંબા અને સુંદર થશે.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ખબર ,જાણવા જેવું ,લાગણીસભર વાર્તાઓ, હેલ્થ, ફિલ્મિ ટિક્ટોક ,બ્યુટી, ધાર્મિક વાતો, રસોઈ ની રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે લાઈક કરો એકતા ન્યૂઝ
One Comment