ક્રિસ્પી બટાકા વડા (Crispy potato wada)

ક્રિસ્પી બટાકા વડા (Crispy potato wada)

Food

આ વરસાદ ની મોસમ માં કંઇક ચટપટું, સ્વાદીષ્ટ અને જડપથી બની જાય એવું ખાવાનું મન થાય તો બનાવો આ સરળ ક્રિસ્પી બટાકા વડા તો ચાલો જોઈએ ક્રિસ્પી બટાકા વડા ની રેસીપી.

સામગ્રી :
 • બટાક-૬ નંગ
 • ફુદીનો-અડધો કપ
 • લીલા મરચા-૬-૭ નંગ
 • શેકેલા જીરું પાવડર-અડધો ચમચો
 • લીંબુનો રસ-અડધો ચમચો
 • આમચૂર પાવડર-પા ચમચો
 • મરચું-૧ ચમચી
 • મીઠું-સ્વાદ અનુસાર
 • મેંદો-૫ ચમચા
 • પાણી-૧ કપ
 • ચોખા ના પૌવા-જરૂર પૂરતા
 • તેલ-તળવા માટે

બનાવવાની રીત

બટાકાને બાફીને છોલી લો.પછી તેનો છુંદો કરો. તેમાં ફુદીનો, લીલા મરચા, જીરાનો પાવડર, લીંબુનો રસ, આમચૂર પાવડર, મરચું અને સ્વાદ અનુસાર મીઠું નાખી મિશ્રણ તૈયાર કરો. તૈયાર કરેલ મિશ્રણ માંથી એક સરખા ગોળા વાળી લો. મેંદામાં એક કપ પાણી રેડો અને ખીરું તૈયાર કરો. એક પ્લેટમાં થોડા પૌવા કાઢો. દરેક બટાકાવડાને ખીરામાં બોળી પછી પૌવા માં રગદોળી લો. હવે તૈયાર વડાને તેલમાં બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળી લો. તૈયાર છે ગરમાગરમ ક્રિસ્પી બટાકા વડા. ક્રિસ્પી બટાકા વડા ને લીલી ચટણી અથવા તો ચા સાથે સર્વ કરો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ખબર ,જાણવા જેવું ,લાગણીસભર વાર્તાઓ, હેલ્થ, ફિલ્મિ ટિક્ટોક ,બ્યુટી, ધાર્મિક વાતો, રસોઈ ની રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે લાઈક કરો એકતા ન્યૂઝ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *