ચોકલેટ એપલ પેનકેક (Chocolate apple pancakes)

ચોકલેટ એપલ પેનકેક (Chocolate apple pancakes)

Food

સામગ્રી :

  • મેંદો-૧ કપ
  • દૂધ-પોણો કપ
  • સફરજનનું છીણ-અડધો કપ
  • તેલ-૧ ચમચો
  • ખાંડ-૨ ચમચા
  • વેનીલા એસેન્સ-અડધી ચમચી
  • તેલ-થોડું
  • બેકિંગ પાવડર-પોણી ચમચી
  • ડાર્ક ચોકલેટ નો ભૂકો-પોણી ચમચી
  • તેલ-જરૂર પુરતુ

સજાવટ માટે :

ચોકલેટ સીરપ, કેળાની સ્લાઈસ અને સ્ટ્રોબેરી

બનાવવાની રીત

મેંદો, દૂધ, સફરજનનું છીણ, ખાંડ, તેલ, વેનીલા એસેન્સ, બેકિંગ પાવડર અને ડાર્ક ચોકલેટ મિક્સ કરો. આમાં થોડું પાણી રેડી મિશ્રણ તૈયાર કરો અને ખૂબ ફીણો. નોનસ્ટિક લોઢી ગરમ કરો. તેના પર થોડું તેલ મૂકી લોઢી ને વચમાં ગોળાકારમાં પેનકેકનું મિશ્રણ પાથરો. તેની ચારે તરફ થોડું થોડું તેલ મૂકો. પાંચ સેકન્ડ પછી ફેરવીને મૂકો. બંને બાજુએ બ્રાઉન અને ક્રિસ્પી થાય એટલે આંચ પરથી ઉતારી લો. આ રીતે બધા પેન તૈયાર કરો. તૈયાર પેનકેક ને એક પર એક એ રીતે ગોઠવો. તેના પર ચોકલેટ સીરપ રેડો અને કેળાની સ્લાઈસ થી સજાવટ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *