કાજુ અને કોકનટ રાઈસ (Cashew and Coconut Rice)

સામગ્રી :

બાફેલા ભાત-૨ કપ

નાળીયેર નું છીણ-અડધો કપ

કાજુના ટુકડા-અડધો કપ

હિંગ-અડધી ચમચી

ચણાની દાળ-૧ ચમચો

અડદની ફોતરા વિનાની દાળ-૧ ચમચો

બારીક સમારેલા લીલા મરચા-૨ નંગ

મીઠા લીમડાના પાન-૫-૬ પાન

રાઈ-૧ ચમચી

આખા લાલ મરચા-૩-૪ નંગ

મીઠું-સ્વાદ મુજબ

કોપરેલ-૩ ચમચા

કોથમીર-સજાવટ માટે

આબેય એક સાથે : પનીર ટીક્કી સાથે બર્ગર (Paneer Tikki with Burger)

બનાવવાની રીત

સૌપ્રથમ એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ અને હિંગનો વઘાર કરો. પછી લાલ મરચા અને દાળ નાખી હલાવીને સાંતળો. દાળ નો રંગ લાલાશ પડતો થાય એટલે કોપરાનું છીણ, લીલા મરચા અને લીમડો નાખી સાંતળો. કોપરાના છીણમાં નો રંગ બદામી થાય એટલે તેમાં ભાત અને મીઠું નાખી સારી રીતે મિક્સ કરો. કાજુના ટુકડાને તળી લો. તળેલા કાજુ અને કોથમીર પણ નાખો. ત્યારબાદ આજ પરથી ઉતારી ફરી કાજુ ના ટુકડા અને કોથમીરથી સજાવી ગરમા ગરમ સર્વ કરો.

Similar Posts

One Comment

Leave a Reply

Your email address will not be published.