તલની પુરણપોળી (Sesame Puranpoli)
સામગ્રી : શેકેલા કાળા/સફેદ તલ-૧૦૦ગ્રામ ગોળ-૧૫૦ગ્રામ ચણાનો લોટ-૨ ચમચા એલચી અને જાયફળ નો પાવડર-૧ ચમચી ઘઉંનો લોટ-૨૫૦ ગ્રામ ઘી-૪ ચમચા દૂધ-૧ કપ ચટણી માટે : શેકીને ક્રશ કરેલા તલ-૫૦ ગ્રામ સીંગદાણા-૨૫ ગ્રામ મરચું-૧ ચમચી હિંગ-અડધી ચમચી લસણ-૫ કળી ટામેટા-૨૫૦ ગ્રામ મીઠું-સ્વાદ મુજબ રાઈ-૨ ચમચી લીમડો-પાંચ-છ પાન હવે ચોકલેટ નો ઉપિયોગ : ચોકલેટ બ્રેડ (Chocolate Bread)…

સામગ્રી :
- શેકેલા કાળા/સફેદ તલ-૧૦૦ગ્રામ
- ગોળ-૧૫૦ગ્રામ
- ચણાનો લોટ-૨ ચમચા
- એલચી અને જાયફળ નો પાવડર-૧ ચમચી
- ઘઉંનો લોટ-૨૫૦ ગ્રામ
- ઘી-૪ ચમચા
- દૂધ-૧ કપ
ચટણી માટે :
- શેકીને ક્રશ કરેલા તલ-૫૦ ગ્રામ
- સીંગદાણા-૨૫ ગ્રામ
- મરચું-૧ ચમચી
- હિંગ-અડધી ચમચી
- લસણ-૫ કળી
- ટામેટા-૨૫૦ ગ્રામ
- મીઠું-સ્વાદ મુજબ
- રાઈ-૨ ચમચી
- લીમડો-પાંચ-છ પાન
હવે ચોકલેટ નો ઉપિયોગ : ચોકલેટ બ્રેડ (Chocolate Bread)
તલની પૂરણપોળી બનાવવા માટે શેકેલા બંને તલને ક્રશ કરી લો. લોટમાં એક ચમચો તલ, મીઠું અને દૂધ મિક્સ કરો. જરૂર પૂરતું પાણી રેડી લોટ બાંધો. એક કડાઈમાં બે ચમચા ઘી ગરમ કરો. તેમાં ચણાના લોટને શેકીને અલગ કાઢી લો. ગોળને બારીક સમારો. આ કડાઈને આચ પર મૂકો. ગોળ ઓગળવા લાગે એટલે તેમાં શેકીને ક્રશ કરેલા તલ, એલચી જાયફળનો પાવડર, ચણાનો લોટ ભેળવી સારી રીતે મિક્સ કરો અને આચ પરથી ઉતારી લો. હવે તૈયાર લોટ માંથી લુવા લઈને દરેકમાં તલ ગોળનું મિશ્રણ ભરી જાડા વણી લો. લોઢી પર ઘી મૂકી સેકો. ગરમાગરમ તલની પૂરણપોળી ચટણી સાથે સર્વ કરો.
ચટણી બનાવવા માટે સીંગદાણા, મરચું, લસણ અને ટામેટાં ને ક્રશ કરો. તેમાં સ્વાદ મુજબ મીઠું ભેળવો. હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ અને લીમડાનો વઘાર કરો. આ વઘાર ને ચટણી પર રેડો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ખબર ,જાણવા જેવું ,લાગણીસભર વાર્તાઓ, હેલ્થ, ફિલ્મિ ટિક્ટોક ,બ્યુટી, ધાર્મિક વાતો, રસોઈ ની રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે લાઈક કરો એકતા ન્યૂઝ
One Comment