તલ ની પુરી (Sesame Puree)

સ્વાદિષ્ટ રવાના ઢોકળા (Delicious Semolina Dhokla)

સામગ્રી :

 • રવો-૫૦૦ ગ્રામ
 • લીલા મરચા-૫ નંગ
 • આદુ-૧ નાનો ટુકડો
 • લસણ-૧૦ કળી
 • ખાવાનો સોડા-નાની અડધી ચમચી
 • મીઠું-સ્વાદાનુસાર
 • ખાટુ દહી-૨ વાટકી
 • રાઈ-૧ ચમચી
 • જીરુ-૧ ચમચી
 • હીંગ-અડધી ચમચી
 • મીઠો લીમડો-અડધો કપ
 • સુકા મરચા નો પાવડર-અડધી ચમચી
 • સફેદ તલ-એક ચમચી
 • લીલા સમારેલા મરચાં-૧ ચમચો
 • તેલ-૨ ચમચા

નવી રાઈસ : તલ રાઈસ (Sesame Rice)

બનાવવાની રીત :

એક મોટા બાઉલમાં રવો લઈ તેમાં ખાટું દહીં મિક્સ કરો. હવે આ મિશ્રણને પાંચ મિનિટ ઢાંકીને રહેવા દો. ત્યારબાદ આદુ-મરચા-લસણની પેસ્ટ તૈયાર કરો. દહીં લખેલા રવાના મિશ્રણમાં આદુ-મરચા-લસણની પેસ્ટ, સ્વાદ અનુસાર મીઠું તથા અડધી ચમચી ખાવાનો સોડા નાખી મિશ્રણ તૈયાર કરો. ઢોકળા બનાવવા માટે ઢોકળીયુ અથવા તો એક ઊંડી કડાઈમાં પાણી ગરમ થવા મૂકી દો. ગરમ કરવા મુકેલા પાણીના વાસણમાં બે ફાડા લીંબુ ના નાખી દો. જેનાથી વાસણ એકદમ સાફ રહેશે. લીંબુ ના ફાડા નાખવા થી તે વાસણ ધોવામાં આસાની રહે છે. જે વાસણમાં ઢોકળા બનાવવાના છે તે વાસણમાં તેલ લગાવી દો. હવે તૈયાર કરેલ મિશ્રણ તે વાસણમા પાથરી મીડીયમ આજ પર ૧૫ મિનિટ ઢોકળા ને ચડવા દો. હવે વઘાર માટે એક નાના વાસણમાં ૨ ચમચા તેલ ગરમ કરો. તેમાં રાઈ, જીરુ, હિંગ, તલ, મીઠા લીમડાના પાન તથા સમારેલા લીલા મરચાં વઘાર તૈયાર કરો. આ તૈયાર કરેલા વઘારને ઢોકળા ઉપર પાથરી દો. ઉપરથી સજાવટ માટે કોથમરી તથા સૂકું લાલ મરચું ભભરાવી ગરમાગરમ અને સ્વાદિષ્ટ રવાના ઢોકળા સર્વ કરો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ખબર ,જાણવા જેવું ,લાગણીસભર વાર્તાઓ, હેલ્થ, ફિલ્મિ ટિક્ટોક ,બ્યુટી, ધાર્મિક વાતો, રસોઈ ની રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે લાઈક કરો એકતા ન્યૂઝ

Similar Posts

One Comment

Leave a Reply

Your email address will not be published.