તલ ની પુરી (Sesame Puree)

તલ ની પુરી (Sesame Puree)

સામગ્રી :

પુરી માટે :

 • ચણાનો લોટ-૧ વાટકી
 • શેકેલા તલ-૫૦ ગ્રામ
 • આદુ મરચાની પેસ્ટ-૧ ચમચી
 • મીઠું-૧ ચમચી
 • હળદર-૧ ચમચી
 • પાણી-દોઢ વાટકી

વટાણા માટે :

 • બાફેલા વટાણા-૧ વાટકી
 • શેકીને ક્રશ કરેલા તલ-૨ ચમચા
 • સમારેલા લીલા મરચા-૨ નંગ
 • લીંબુનો રસ-૧ ચમચી
 • મીઠું-સ્વાદ મુજબ
 • આદુનું છીણ-૧ ચમચી
 • ડુંગળી-૧ ચમચી
 • તેલ-જરૂર મુજબ

ફરાળ મા આવેશે આ વાનગી કામ : સાબુદાણા સીંગની ફરાળી ટીક્કી (Farali Tikki of Sabudana Sing)

બનાવવાની રીત :

પુરી માટે :

ચણાના લોટમાં આદુ-મરચાની પેસ્ટ, મીઠું અને હળદર નાખી પાણી રેડી ખીરું તૈયાર કરો. આ ખીરાને ગરમ ઘટ થાય ત્યાં સુધી રાખો. તે પછી તેલ વાળી થાળી માં પાતળી ઠંડુ થવા દો. પછી વાટકી થી તેની નાની-નાની પુરી કાપી લો.

વટાણા માટે :

વટાણાને અધકચરા ક્રશ કરો. તેલ ગરમ કરી તેમાં સમારેલા લીલા મરચાં નાખો. તેની સાથે ડુંગળી, આદુનું છીણ નાખીને સાંતળો. આમાં ક્રશ કરેલા વટાણા, તલ, મીઠું અને લીંબુનો રસ ભેળવી પાંચ મિનિટ સુધી સારી રીતે ખદખદવા દો. તૈયાર વટાણા અને ગરમાગરમ પુરી સર્વ કરો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ખબર ,જાણવા જેવું ,લાગણીસભર વાર્તાઓ, હેલ્થ, ફિલ્મિ ટિક્ટોક ,બ્યુટી, ધાર્મિક વાતો, રસોઈ ની રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે લાઈક કરો એકતા ન્યૂઝ

Similar Posts

One Comment

Leave a Reply

Your email address will not be published.