શું છોકરીઓ બ્રા-લેસ આઝાદી મેળવી શકે ખરી ? જાણો આ રસપ્રદ માહીતી
કોરોનાએ છોકરીઓ ની બ્રા-લેસ હોવાની ઈચ્છા કરી દીધી છે પુરી, જાણો આ રિપોર્ટના માધ્યમથી એક ઇન્ટરનેશનલ કંપનીમાં કામ કરવાવાળી મૈથિલી જયારે ઘરે આવે છે, ત્યારે તેમનો હાથ આપો આપ જ તેના બ્રા ના હુક્સ બાજુ ચાલ્યો જાય છે. જેને કેટલીય કલાકો સુધી તેનું શરીર કેદ કરીને રાખ્યું છે. આ ઝકડનથી જયારે ખુદને આજ઼ાદ કરે ત્યારે…

કોરોનાએ છોકરીઓ ની બ્રા-લેસ હોવાની ઈચ્છા કરી દીધી છે પુરી, જાણો આ રિપોર્ટના માધ્યમથી
એક ઇન્ટરનેશનલ કંપનીમાં કામ કરવાવાળી મૈથિલી જયારે ઘરે આવે છે, ત્યારે તેમનો હાથ આપો આપ જ તેના બ્રા ના હુક્સ બાજુ ચાલ્યો જાય છે. જેને કેટલીય કલાકો સુધી તેનું શરીર કેદ કરીને રાખ્યું છે. આ ઝકડનથી જયારે ખુદને આજ઼ાદ કરે ત્યારે જ તેને રાહત મળે છે. આવી જ હાલત તેના રૂમમેટ્સ નિશા અને સિયાની પણ હતી.
કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે મૈથિલી, સિયા અને નિશા જેવી નોકરિયાત છોકરીઓ ને ઘરે બેઠા કામ કરવાના કારણે બ્રા થી આઝાદી મળી ગઈ છે. આના કારણે સંભવિત વિદેશી મહિલાઓ એ #NoBra અને #FreeTheNipples અભિયાન ચલાવી રહી છે.
જેનિફર લોપેઝ, રીહાન્ના, કેન્ડલ જેનર, બેલા હદિદ, સેલેના ગોમેઝ, કિમ કર્દાશિયન જેવા જાણીતા બોલીવુડ અને હોલીવુડ સ્ટાર્સ પણ તેનો એક ભાગ છે. તેઓ માને છે કે સ્ત્રીનું સ્તન એ બાકીના શરીરની જેમ એક અંગ છે. સ્તન કેન્સર જાગૃતિ અને લિંગ સમાનતા માટે દર વર્ષે 13 ઓક્ટોબરના રોજ બ્રા દિવસની ઉજવણી પણ કરવામાં આવે છે.
જ્યારે પણ આ મહિલાઓએ બ્રા પેહર્યા વગર લોકોની સામે જવાની કોશિશ કરી છે ત્યારે અથવા આગળ વધવાની હિંમત કરી છે, ત્યારે તેઓએ નોંધપાત્ર ટીકા અને ટ્રોલિંગનો પણ સામનો કરવો પડ્યો છે. લોકો તેને નિર્લજ્જતાથી જોવે છે, તેથી લોકો તેને બનાવટી સ્ત્રીત્વ માને છે. કોરિયન પૉપ સ્ટાર સુલી એ #NoBra અભિયાન શરૂ કર્યું હતું, તેને એટલી બધી ટ્રોલ કરવામાં આવી હતી કે તેણે તણાવ અને નિરાશામાં પોતાનું જીવન સમાપ્ત કરી દીધું હતું.
સ્ત્રીઓને બ્રા વગર રેહવું એનું કોઈ કારણ નથી. કેટલાક માટે, તે પસંદગીની બાબત છે, તો કોઈક માટે તે ફક્ત આરામની બાબત છે, કારણ કે કલાકો સુધી પેહરી રાખવામાં આવતી બ્રાનો ત્રાસ, તે પીડિત મહિલા જ સમજી શકે છે. તેથી, કોરોનાએ જયારે મહિલાઓને ઘરેથી કામ કરવાની સ્વતંત્ર આઝાદી આપી, ત્યારે તેઓએ આ બ્રા પહેરવાની કેદમાંથી પોતાને પણ મુક્ત કરી. હવે ઘણી મહિલાઓ ઘરે બ્રા પેહર્યા વગર જ કામ કરી રહી છે. અને બ્રા પેહર્યા વગર જ બહાર સામાન ની ખરીદી કરવા ચાલી જાય છે.
એક મીડિયા ચેનલ માં કામ કરતી સ્નેહા જણાવે છે કે ‘ મેં એક મહિનાથી બ્રા પેહરી જ નથી, લોકડાઉંનના 4 થી 5 મહિના ચાલ્યાં ગયા તો પણ મુશ્કેલ થી મેં 4 થી 5 વખત બ્રા પેહરિ હશે, બ્રા ન પહેરવી પડે એનાથી બચવા મેં બહાર જવાનું જ બંધ કરી દીધું હતું, પણ હવે દુપટો નાખીને ચાલી જાવ છું. સાચેજ બ્રા પેહર્યા વગર જીવન ઘણું બધું આરામદાયક છે ‘.
સ્નેહા આગળ જણાવે છે કે, ” હું કિશોરી વયથી જ બ્રા પહેરું છુ, કારણ કે આપણી સોશિયલ કન્ડીશનીંગ એવી છે કે બ્રા વિના કોઈની સામે જવું અસ્વસ્થ લાગે છે.” મને શરૂઆતથી જ પોતાના સ્તનોને ઢાકવા અને કવર કરવાનું શીખવાડેલ છે. ગામડામાં અને નાના શહેરોમાં, પોતાની છાતી જોવાનો પ્રયાસ પણ ન થાય, તેથી તેને દુપટે થી ઢાંકી રાખો. માત્ર આ જ નહીં, અમારી બ્રા ને કપડા નીચે સૂકવીને પણ છુપાવી છે. જો તે સામાજિક નિષેધ નથી અને બ્રા ન પહેરવી તે સામાન્ય બાબત છે, તો ઘણી છોકરીઓ દરરોજ તેને પહેરવાની ઇચ્છા કરશે નહીં. ઓછામાં ઓછું હું તો પહેરીશ જ નહીં “.
એક સમય એવો પણ હતો કે આપણા દાદીના સમયમાં મહિલાઓએ આવા કોઈ બ્રા જેવા કપડા અલગથી પહેર્યા ન હતા. પછી સમય જતાં, બ્રાનો ટ્રેન્ડ શરૂ થયો. તે પછી પણ, કામ કરતી મહિલાઓની સંખ્યા ખૂબ ઓછી હોવાને કારણે, તેઓ તેને ફક્ત ક્યારેક-ક્યારેક જ પહેરતા, બહાર જાય ત્યારે અને કોઈ વિધિ માટે જાય ત્યારે જ પહેરતા. હવે આવી કામ કરવાવાળી મહિલાઓની સંખ્યા વધી ગઈ છે, જેને મજબૂરીમાં દરરોજ ઘણા કલાકો સુધી તેને પહેરવી પડે છે.
એવું માનવામાં આવે છે કે બ્રા પહેરવાથી સ્તનો કડક અને સુવ્યવસ્થિત રહે છે, નહીં તો તે ઢીલા અને લબડી જાય છે અથવા છૂટી જાય છે. જો કે તેનું કોઈ તથ્ય પુરાવા ઉપલબ્ધ નથી. સમયાંતરે કરવામાં આવેલા સંશોધન અને અધ્યયનની પુષ્ટિ છે કે સ્તનોના સ્વાસ્થ્યમાં બ્રાનો બહુ ફાળો નથી. જો સારી ગુણવત્તાવાળી અને યોગ્ય કદની બ્રા ન પહેરવામાં આવે તો સ્તન, ગળા, કમરનો દુખાવો, ખંજવાળ, સ્તનનો ગઠ્ઠો, સ્તન કેન્સરનો ભય પણ થઈ શકે છે.
લગન તો કરા પસી ની સમસ્યા વાચો ખાલી : “લગ્નજીવન”- સમાજ રચના નો એક સુંદર સંબંધ, સમસ્યા ક્યાં છે ?
મધ્યમ વર્ગ અને નીચલા વર્ગની મહિલાઓ આવા રોગોમાં તેની સાથે જીવે છે, કારણ કે સારી ગુણવત્તાની મોંઘી બ્રા ખરીદવી એ તેમની પસંદગી નથી હોતી. તેઓ આ અન્ડરગાર્મેન્ટ્સને સામાન્ય હલકી શોપમાંથી અને કેટલીક વાર બ્રા પહેરવાની સામાજિક જવાબદારી નિભાવવા માટે ના કારણે રસ્તાની એક તરફ ઉભેલા ફેરીયાવો પાસેથી પણ ખરીદી લે છે.
ફ્રાન્સના એક પ્રોફેસર જીન ડેનિસ રુઇલોએ, 15 વર્ષના અભ્યાસ પછી, શોધી કાઢ્યું કે બ્રા ના કારણે મહિલાઓના સ્તનને કોઈ પણ પ્રકાર નો ફાયદો થતો નથી. પ્રોફેસર રુઇલોનના કહેવા મુજબ, ‘ 18 થી 35 વર્ષની વયની લગભગ 300 સ્ત્રીઓ પરના આ અધ્યયનમાં બતાવવામાં આવ્યું છે કે જે મહિલાઓ બ્રા નથી પહેરતી, તેમની માંસપેશીઓની વૃદ્ધિ વધુ હોય છે, જેણે કુદરતી રીતે સ્તનોની સંભાળ રાખી હોય અને ઢીલા થવાથી બચાવેલ હોય.’
આરોગ્ય નિષ્ણાતો પણ જણાવે છે કે બ્રા ન પહેરવાના ઘણા વધુ ફાયદાઓ છે. ઉદાહરણ તરીકે, બ્રા ન પહેરવાથી લોહીનું પરિભ્રમણ વધે છે, નહીં તો, ચુસ્ત ફીટીંગ વાળી વાયર્ડ બ્રા પહેરવાથી સ્તનની માંસપેશીઓ કડક રહે છે, જે લોહીના પ્રવાહને બરાબર રીતે થવા દે છે. ચામડીનો રંગ તે જ રાખે છે. જ્યારે બ્રા વગર બ્રાના પટ્ટાને લીધે ત્વચા પર ફોલ્લીઓ થવાનું જોખમ રહેતું નથી. ઉનાળામાં પરસેવાને કારણે બેક્ટેરિયલ અથવા ફંગલ ઇન્ફેક્શનનો ભય પણ રહેતો નથી.
ઘણી બધી મહિલાઓ બ્રા પહેરીને સૂઈ જાય છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ નુકસાનકારક છે, કારણ કે તે સર્કેડિયન લયને અસર કરે છે. ઘણા અભ્યાસોમાં, એવું બહાર આવ્યું છે કે સ્ત્રીઓ બ્રા ઉતારીને સૂઈ ગયા પછી સારી રીતે સૂઈ શકે છે. જો કે, ભારે સ્તનો ધરાવતી સ્ત્રીઓને લાંબા સમય સુધી બ્રામાંથી બ્રેક ન લેવાની સલાહ આપવામાં આવે છે, નહીં તો તેમને ગળામાં, પીઠમાં દુખાવો થઈ શકે છે.
આવી કોરોના દ્વારા મળેલી આ બ્રા-લેસની આઝાદી ચાલુ રાખવી છે કે બ્રા માંથી પાછા જૂની દુનિયામાં પાછા ફરવું છે એ પસંદગી હવે તમારી છે.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ખબર ,જાણવા જેવું ,લાગણીસભર વાર્તાઓ, હેલ્થ, ફિલ્મિ ટિક્ટોક ,બ્યુટી, ધાર્મિક વાતો, રસોઈ ની રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે લાઈક કરો એકતા ન્યૂઝ
One Comment