દિવસમાં કેટલી કોફી પીવી જોઈએ, સ્વાસ્થ્ય ને નુકશાન થઇ શકે, ખાલી પેટે કોફી ખતરનાક કેમ?
સામાન્ય રીતે તો કોફી સવાર ના ટાઈમ માં બધા જ લોકો પીવે છે.પરંતુ તમને ખબર છે ખાલી પેટે કોફી પીવી ખતરનાક સાબિત થઇ શકે છે.
સવારે ઉઠતાની સાથે જ તમે કોફી પીવાના શોખીન છો તો જાણી લો. અમુક લોકોની જિંદગી માં કોફી ખુબજ મહત્વ ધરાવે છે. કોફી પીવાના લાભ પણ છે અને નુકશાન પણ છે પરંતુ ખાલી પેટ કોફી પીવી તમારા માટે ખતરનાક સાબિત થઇ શકે છે. તો ચાલો જાણીએ એક દિવસ માં કેટલી કોફી ફાયદાકારક છે અને ખાલી પેટે પીવાથી કઈ રીતે કરી શકે નુકશાન…
કોફી પીવાના ના ઘણા બધા ફાયદા છે જેમકે કોફી શરીરને શક્તિ અને ઉર્જા પ્રદાન કરવાનું કામ કરે છે. કોફી પીવાથી માનસિક શાંતિ મળે છે. તણાવ ને દૂર કરે છે. પરંતુ ખાલી પેટે કોફી પીવાથી થઇ શકે નુકશાન કારણ કે કોફી માં કેફેન નામનું દ્રવ્ય હોય છે જે શરીર માં એસિડ પેદા કરવાનું કામ કરે છે. ખાલી પેટે કોફી પીવાથી શરીરમાં એવા એસિડ ઉત્પન્ન થાય છે જે પેટને નરમ ઢીલું રાખવાને બદલે કઠણ બનાવે છે જેના કારણે શરીરમાં કબજિયાત,અપચો, એસીડીટી અને શરીરમાં દુખાવા ઉત્પન્ન કરે છે. શું કોફી ની સાથે બિસ્કિટ ખાઈ શકાય?
ડોક્ટરના માર્ગદર્શન મુજબ જે લોકો ને ગેસ-વાયુ ની સમસ્યા હોય તેવા લોકો નાસ્તો કર્યા બાદ કોફી પીવે તો ફાયદાકારક નીવડી શકે છે. જે મહિલાઓ ગર્ભવતી છે તેને ખાલી પેટે કોફી પીવાનું ટાળવું જોઈએ અને જે લોકો ને કોઈપણ પ્રકારની દવા ચાલુ હોય તેવા લોકોને પણ કોફી નું સેવન કરવું ટાળવું જોઈએ.
એક વૈજ્ઞાનિક સંશોધન મુજબ સવારે ખાલી પેટે કોફી પીવાથી શરીરમાં કોર્ટિસોલનું પ્રમાણ ઘટે છે, જેનાથી વ્યક્તિ સુસ્તી અથવા નિંદ્રાસન નો અનુભવ કરે છે. કોર્ટિસોલ મોટાભાગે સવારે ઉત્પન્ન થાય છે, જે વ્યક્તિને દિવસ દરમિયાન ઉર્જાવાન બનાવે છે. કોફી પીવાથી કોર્ટિસોલના સ્તરોમાં ઘટાડો થાય છે, જે માણસની સર્કડિયન લય એટલે કે આંતરિક પ્રક્રિયા જે સ્લીપ-વેક ચક્રને નિયંત્રિત કરે છે અને આશરે 24 કલાકમાં પુનરાવર્તિત થાય છે. તે કોઈ પણ જૈવિક પ્રક્રિયાને સંદર્ભિત કરી શકે છે જે લગભગ 24 કલાકની અંતર્ગત વિક્ષેપિત કરવાનું કામ કરે છે. જેના કારણે તમે સવારે ખાલી પેટે કોફી પીવો ત્યારે દિવસભર તમને કંટાળો અને ઊંઘ આવે છે.
દિવસમાં લગભગ 1 થી 2 વખત જ કોફી નું સેવન કરવું જોઈએ. કોફીના વધુ સેવન થી બચવું જોઈએ. આજકાલની દોડધામથી અને તણાવ થી ભરપૂર જીવનશૈલી માં લોકો કોફી નું સેવન વધારે પ્રમાણ માં કરે છે. દિવસ દરમ્યાન કોફીનું સેવન 100 થી 120 મીલીલીટર જ કરવું જોઈએ જે તમારા સ્વાસ્થ્ય માટે અનુકૂળ છે. પરંતુ આજના સમયમાં લોકો 200 થી 250 મીલીલીટર કોફી પીવે છે જે હાનિકારક છે તેનાથી બચવું જોઈએ.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ખબર ,જાણવા જેવું ,લાગણીસભર વાર્તાઓ, હેલ્થ, ફિલ્મિ ટિક્ટોક ,બ્યુટી, ધાર્મિક વાતો, રસોઈ ની રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે લાઈક કરો એકતા ન્યૂઝ