ચેહરા પરના ખીલ(Pimples) અને ખીલના ડાઘ માટે ઉપાય : ચમકતો ચહેરો મિનિટોમાં ઘરેમફતમાં મેળવો
ચહેરા પરના ખીલ અને ડાઘ તમારી સુંદરતામાં ઘટાડો કરે છે, આવી સ્થિતિમાં, આજે અમે તમને ઘરે હાજર વસ્તુઓમાંથી ચહેરાના ખીલ અને ડાઘોને દૂર કરવાનો ઉપાય આપી રહ્યા છીએ. ખીલ અને ડાઘને દૂર કરવા અથવા પાર્લરમાં ખર્ચાળ અને મોંઘી ટ્રીટમેન્ટ લેવા માટે લોકો મોંઘા ફેસવોશ અને ક્રિમનો ઉપયોગ કરે છે. જેને કેટલીકવાર આડઅસરનો પણ સામનો કરવો…

ચહેરા પરના ખીલ અને ડાઘ તમારી સુંદરતામાં ઘટાડો કરે છે, આવી સ્થિતિમાં, આજે અમે તમને ઘરે હાજર વસ્તુઓમાંથી ચહેરાના ખીલ અને ડાઘોને દૂર કરવાનો ઉપાય આપી રહ્યા છીએ. ખીલ અને ડાઘને દૂર કરવા અથવા પાર્લરમાં ખર્ચાળ અને મોંઘી ટ્રીટમેન્ટ લેવા માટે લોકો મોંઘા ફેસવોશ અને ક્રિમનો ઉપયોગ કરે છે. જેને કેટલીકવાર આડઅસરનો પણ સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં, જો તમે ઘરે કોઈ આડઅસર કર્યા વગર ચહેરાના ખીલ અને ડાઘને દૂર કરવા માંગતા હો, તો આ ઘરેલું અને પ્રાકૃતિક ઉપાયો અપનાવવાનો શ્રેષ્ઠ વિકલ્પ છે.
કેટલીકવાર તમારી પાસે ખીલ(Pimples) ની સારવાર માટે મેડિકલ ફાર્મસીમાં અથવા ડૉક્ટર પાસે જવાનો સમય નથી હોતો. ત્યારે તમને ઝડપી અને અસરકારક રીતે ખીલ થી છૂટકારો મેળવવાની જરૂર હોય ત્યારે આ કુદરતી ઘરેલું ઉપચાર અજમાવો.
ચહેરાના ખીલ અને ડાઘને દૂર કરવાના ઉપાયો :
ટમેટા નો ઉપાય 1 :
ટમેટાં એક ખૂબ જ સારી ક્લીંઝર છે કારણ કે તેમાં વિટામિન સી ભરપુર હોય છે. જે ચહેરાના ડાઘોને દૂર કરવામાં મદદ કરે છે. નાના બાઉલમાં બે ચમચી ટમેટાંનો રસ લો અને તેમાં એક ચમચી મધ અને અડધી ચમચી બેકિંગ સોડા નાંખી એક પેસ્ટ બનાવો અને તેને પિમ્પલ્સ પર લગાવો, ઠંડા દૂધથી ચહેરો સુકાઈ ગયા પછી, ચહેરાને હળવા હાથે માલિશ કરો, સાફ પાણીથી ચહેરો તેને ધોઈ લો.
લીંબુ નો ઉપાય 2 :
વિટામિન સી ની સાથે સાથે સાઇટ્રિક એસિડ લીંબુમાં પણ જોવા મળે છે, જે ચહેરા પરથી ડાઘ-દોષ ને દૂર કરવામાં મદદ કરે છે. માટે લીંબુના રસમાં મધ મિક્ષ કરીને મિશ્રણ બનાવો અને તેને ડાઘવાળા વિસ્તારમાં લગાવો. 15 મિનિટ પછી અથવા જ્યારે ચહેરો સુકાઈ જાય ત્યારે તેને હળવા પાણીથી ધોઈ લો અને સાફ કરો.
હળદર નો ઉપાય 3 :
હળદરમાં એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગલ અને એન્ટીઓકિસડન્ટ તત્વો મોટા અને વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. આને લીધે ચહેરા પરથી ખીલ અને ડાઘ સરળતાથી દૂર થઈ જાય છે. એક ચમચી હળદરનો પાઉડર દૂધ અને ગુલાબજળ સાથે ભેળવીને પેસ્ટ બનાવો અને સીધા ખીલ પર લગાવો. થોડા દિવસ સતત આ ઉપાય કરવાથી ખીલ ની સમસ્યા દૂર થઈ જશે.
કુંવારપાઠું (Aloevera) ઉપાય 4 :
જો તમે કોઈપણ મુશ્કેલી વિના ચહેરાના ખીલ અને ડાઘ ફોલ્લીઓને દૂર કરવા માંગતા હો તો એલોવેરા એ શ્રેષ્ઠ વિકલ્પ છે. ખીલ અને દાગ ઉપર એલોવેરા જેલ લગાવો, પછી સૂકાયા પછી, તમારા ચહેરાને સાફ પાણીથી ધોઈ લો. કુંવારપાઠાનો(Aloevera) ઉપયોગ બજારમાં જોવા મળતી મોટાભાગની બ્યુટી પ્રોડક્ટ્સમાં થાય છે.
મધ નો ઉપાય 5 :
મધ ખીલ ને દૂર કરવામાં પણ ખૂબ અસરકારક છે. આ માટે, ખીલ પર મધ લગાવો અને થોડો સમય સુકાવા દો. સુકાઈ ગયા પછી ઠંડા દૂધથી ચહેરા પર હળવાશથી માલિશ કરો. દરરોજ 15 મિનિટ આ ઉપાય કરવાથી, ખીલ થોડા દિવસોમાં ઝડપથી ગાયબ થઈ જશે.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ખબર ,જાણવા જેવું ,લાગણીસભર વાર્તાઓ, હેલ્થ, ફિલ્મિ ટિક્ટોક ,બ્યુટી, ધાર્મિક વાતો, રસોઈ ની રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે લાઈક કરો એકતા ન્યૂઝ