કરણવીર બોહરા અને પત્ની ટીજે ફરી બનશે માતા-પિતા, સોશ્યલ મીડિયામાં ફોટો શેર કર્યો

કરણવીર બોહરા અને પત્ની ટીજે ફરી બનશે માતા-પિતા, સોશ્યલ મીડિયામાં ફોટો શેર કર્યો

કરણવીર બોહરા અને તેની પત્ની તીજ સિદ્ધુ ફરીથી માતા-પિતા બનવાના છે. ત્યારે તેઓએ પોતાની આ ખુશખબર વ્યક્ત કરવા સોશિયલ મીડિયા પર તેઓ ના ફોટા શેર કર્યા છે. હમણાં હાલમાં થોડા દિવસો પહેલા ક્રિકેટ ટીમના જાણીતા ખેલાડી વિરાટ કોહલી ની પત્ની અનુષ્કા શર્માએ પોતાની ગર્ભાવસ્થાને ખુશી સોશિયલ મીડિયા પર તેમના ચાહકો સાથે શેર કરી હતી.

ત્યારે હવે, ટેલી દુનિયાના ખૂબ જ મશહૂર દંપતિ કરણવીર બોહરા અને તીજય સિદ્ધુ એ પોતાના ચાહકો સાથે ખુશખબર શેર કરી છે.

થોડા સમય પહેલાં જ આ દંપતીએ સોશિયલ મીડિયા પર પોતાની ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તેઓ બંને ફરીવાર માતા-પિતા બનવા તૈયાર છે. તેઓએ જણાવ્યું હતું કે તેમની બે જોડિયા પુત્રીઓ વિયેના અને બેલા પછી, બીજા બાળકના આગમન માટે અને તેને આવકારવા માટે આતુર છે.

કરણવીર બોહરા એ તેમની પત્નીની ગર્ભાવસ્થા ની ક્ષણોને યાદગાર બનાવવા માટે ખૂબ જ સુંદર રીતે ફોટોશૂટ કરાવી અને સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.

આ ફોટામાં તેઓ માટી સાથે રમતા અને બંને સાથે મળીને ગીત ગાતા હોય તેવું જોવા મળી રહ્યું છે. તિજય પણ પોતાના બેબી બમ્પને વહાલ કરતાં જોવા મળે છે. કારણ કે તેઓ પોતાના જીવનમાં બીજા નવા મહેમાનને સ્વીકારવા ખૂબ જ આતુર છે.

કરણવીર અને તેની પત્ની તીજે બંનેએ પોતાની હદયરોહક નોંધ લખી હતી, તેમાં જણાવ્યું હતું કે તેઓ તેના નવા બાળકને આવકારશે. જ્યારે આ નવી આવનારી ખુશી માટે કરણવીરે પ્રભુના આ સુંદર આશીર્વાદ બદલ આભાર વ્યક્ત કરતા હોય તેવું જણાવ્યું છે.

તેઓએ જણાવ્યું હતું કે “તીજયે અત્યાર સુધીની સર્વશ્રેષ્ઠ ખુશ ખબર તેને આપી છે”. તિજે પણ કરણવીર ને તે પોતે માતા બનવા યોગ્ય છે તે માનવા બદલ કરણવીર નો આભાર માનતા આનંદ ભરી તસવીર શેર કરી છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published.