પંજાબી પકોડા કઢી (Punjabi Pakoda Curry)

પંજાબી પકોડા કઢી (Punjabi Pakoda Curry)

Food
સામગ્રી :
પકોડા બનાવવા માટે
  • ચણાનો લોટ-૫ ચમચા
  • સમારેલી ડુંગળી-૨ ચમચા
  • સમારેલા બટાકા અને લીલા મરચા-૨ ચમચા
  • મરચા-૨ ચમચા
  • મીઠું-સ્વાદાનુસાર
  • કસૂરી મેથી-પા ચમચી
  • સમારેલી કોથમરી-૧ ચમચો
  • બેકિંગ પાવડર-ચપટી
  • મરચું-૧ ચમચી
  • પાણી-અડધો કપ
કઢી માટે
  • ખાટુ દહી-૧ કપ
  • ચણાનો લોટ-અઢી ચમચા
  • હળદર-અડધી ચમચી
  • પાણી-૫ કપ
  • મીઠું-સ્વાદાનુસાર
  • આખા લાલ મરચાં-૨ નંગ
  • રાઈ-જીરું-મેથી-પા ચમચી
  • મરચું-૧ ચમચી
  • લીલા મરચા-૨ નંગ
  • ગરમ મસાલો-પા ચમચી
બનાવવાની રીત :

સૌથી પહેલા પકોડા માટેની તમામ સામગ્રીને એક બાઉલમાં મિક્સ કરી તેમાં પાણી ઉમેરી ખીરું તૈયાર કરો. આ ખીરાને સારી રીતે મિક્સ કરી તેમાંથી પકોડા તળી લો. હવે કડી માટે ખાટા દહીંમાં ચણાનો લોટ ભેળવો. તેમાં હળદર,મીઠું અને જરૂર પૂરતું પાણી રેડો ખૂબ વલોવો. એક તપેલીમાં ૨ ચમચા તેલ ગરમ કરી તેમાં આખાં લાલ મરચાં, રાઈ, જીરુ અને મેથી નો વઘાર કરો. તે પછી હળદર, ધાણા,જીરા પાવડર, મીઠું અને મરચું નાખી મિક્સ કરો. તે પછી તરત ચણાના લોટવાળું દહીંનું મિશ્રણ ઉમેરો. એક ઉભરો આવે ત્યાં સુધી તેજ આંચ રાખી હલાવો. પછી આંચ ધીમી કરી ૧૫ મિનિટ ઉકળવા દો. વચ્ચે વચ્ચે થોડીવારે હલાવતા રહો. હવે તેમાં તૈયાર પકોડા નાખો. તે સાથે ગરમ મસાલો, કસૂરી મેથી અને સમારેલા મરચા મિક્સ કરો અને પાંચેક મિનિટ રહેવા દઈ કઢીને આંચ પરથી ઉતારી લો. બારીક સમારેલી કોથમરી થી સજાવો અને ભાત સાથે સર્વ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *