
આપણને અને આપણા કુટુંબને અનુકૂળ હોય તેવા જીવનસાથીની પસંદગી આપણા હાથમાં હોવી અનિવાર્ય છે, કારણકે આપણા જીવનનો ૬૦થી ૭૦ ટકા સમયગાળો લગ્નજીવનમાં પસાર થાય છે. એમ પણ કહી શકાય કે આપણા જીવન નો પરિપક્વ સમયગાળો આપણા જીવનસાથી સાથે વિતાવવાનો હોય છે.
ટૂંકમાં, આપણને મળેલા મહામૂલા અનમોલ જીવનના મહત્તમ ભાગ નો આધાર લગ્નજીવન પર રહેલો છે.આટલું વાંચતા જ જો તમારા ચહેરાની રેખાઓ બદલાય તો માનજો કે ખરેખર તમે આ સંબંધ વિશે ગંભીર છો.
છેલ્લા ૧૦ વર્ષના ઓબ્ઝર્વેશન અને કાઉન્સેલિંગ ના અનુભવમાં મોટાભાગની સમસ્યાઓ લગ્નજીવનને લગતી જોવા મળે છે,સાથે સાથે એ પણ ધ્યાનમાં આવ્યું છે કે સપાટી પર દેખાતી સમસ્યાનું મૂળ કારણ તેના પેટાળ માં હોય છે જેના સામાન્ય કારણો અમે તમને આ લેખમાં જણાવીશું…
1. બેજવાબદાર વર્તન (Irresponsible behavior):
લગ્ન બાદ વ્યક્તિની જવાબદારીઓમાં વધારો થાય છે તે સનાતન સત્ય છે અને આ સત્ય સ્વિકારનાર વ્યક્તિ ને જ લગ્ન કરવાનો અધિકાર છે બાકી અપરણિત રહેવું વધું હિતાવહ છે. પોતાના જીવનસાથીની, બાળકોની, કુટુંબની સામાજિક જવાબદારીઓ નિભાવવી જરૂરી છે અને તે પણ રાજીખુશીથી પરાણે ઢસરડા કરવામાં પણ કોઈ ભલેવાર હોતો નથી.
2. દરેક બાબતમાં જીતવાની આદત (The habit of winning):
લગ્ન એકબીજામાં ઓગળી જવાની પ્રક્રિયા છે અને ઓગળવા માટે ઈગોને પણ સાથે સાથે ઓગળવો પડે છે, જીવનસાથી સાથે હાર કે જીત ને મહત્વ આપવા કરતાં સંબંધ ને મહત્વ આપવું ખૂબ જ જરૂરી છે.
3. સમયોજન (Adjustment):
લગ્ન જીવનનું સૌથી મહત્વનું પાસુ સમયોજન છે.અહીં સમયોજન નો અર્થ સમાધાન (Compromise) નથી. એકબીજાને અનુકૂળ થવું એકબીજાની પસંદ નાપસંદ ને માન આપવું અને ખૂબીઓ ખામીઓનો ખુલ્લા મનથી સ્વીકાર કરવો તે પરિપક્વતા ની નિશાની છે.
4. સ્વાસ્થ્ય સમસ્યાઓ (Health Issues):
લગ્નજીવન એક બગીચા જેવું છે જેમાં ફૂલોની સુગંધ અને વૃક્ષોનો છાયડો હોય છે પરંતુ તેના માટે બગીચાની માવજત કરવી પડે છે, તેવી જ રીતે લગ્નજીવનમાં પણ બંને સાથીઓ ના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની માવજત કરવી ખૂબ જ જરૂરી છે જો તેમાં ખામી હોય તો તેને દૂર કરવા માટે બનતા તમામ પ્રયત્નો કરવા જોઈએ.
6. અંતર (Distance):
જીવનસાથી વચ્ચેનું અંતર લગ્નજીવન માટે હાનિકારક બની શકે છે પછી ભલે તે શારીરિક અંતર હોય કે માનસિક અંતર એટલે બંને વચ્ચે તંદુરસ્ત જાતીય સંબંધો અને નિયમિત વાર્તાલાપ કોમ્યુનિકેશન અંતર ઘટાડવાનું કામ કરે છે, જેના માટે એકબીજા સાથે ક્વોલિટિટાઈમ પસાર કરવો ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત લગ્નજીવનમાં એક ખાસ વાતનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે કે લગ્ન એ ફક્ત એકબીજા સાથેનું જોડાણ નથી તેના સંપૂર્ણ પરિવાર સાથેનું જોડાણ છે માટે એક વાતની ગાંઠ બાંધી લેવી કે લગ્ન જીવનને સુગંધિત બનાવવાની જવાબદારી બંનેની છે નહીં તો એકબીજા પર આરોપો અને દોષારોપણ થી જ દુર્ગંધ ફેલાય છે તે બંને પક્ષે સહન કરવી પડશે.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ખબર ,જાણવા જેવું ,લાગણીસભર વાર્તાઓ, હેલ્થ, ફિલ્મિ ટિક્ટોક ,બ્યુટી, ધાર્મિક વાતો, રસોઈ ની રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે લાઈક કરો એકતા ન્યૂઝ