રજિસ્ટર્ડ મોબાઈલ નંબર વગર Aadhar Card Reprint કરો

રજિસ્ટર્ડ મોબાઈલ નંબર વગર Aadhar Card Reprint કરો

આધાર કાર્ડ રિપ્રિન્ટ કરવા માટે બે રસ્તા છે. પહેલો રજિસ્ટર મોબાઈલ નંબર થી અને બીજો રજિસ્ટર મોબાઈલ નંબર વગર તો ચાલો જાણીયે આ બન્ને મેથડ સ્ટેપ બાય સ્ટેપ.

નોંધ: આ બન્ને મેથડમાં દરેક પ્રિન્ટ દીઠ 50 રૂપિયા ચાર્જ છે. જે તમારે ગવરમેન્ટ ને ચૂકવવા નો રહેશે.

રજિસ્ટર મોબાઈલ નંબર થી (With a Registered Mobile Number) :
  • સૌપ્રથમ ગૂગલ માં જઈને ટાઈપ કરો Uidai. નીચે લિન્ક દેખાય ત્યાં ક્લિક કરી ને ખોલો.
  • ત્યારબાદ Uidai ની વેબ સાઈટ ખુલી જશે ત્યાં My Aadhar લખેલ મેનુ પર ક્લિક કરો, જેમાં નીચે ઘણાં ઓપ્શન આવશે તેમાં Order Aadhar Reprint પર ક્લીક કરો.
  • Order Aadhar Reprint પર ક્લીક કર્યા બાદ લોગીન ફોર્મ ખુલશે. જેમાં તમારો 12 અંકો નો આધાર નંબર અને સિક્યુરિટી કોડ જે આપેલ હોય તે લખ્યા બાદ નીચે મોબાઈલ નંબર ના ચોરસ બોક્સ માં ટીક મારવાની નથી અને Send OTP પર ક્લિક કરો.
  • Send OTP પર ક્લિક કર્યા બાદ તમારા રેજિસ્ટર મોબાઈલ નંબર પર ઓટીપી આવશે તે આપવો. ત્યાં Make Payment લખેલું બટન પર ક્લિક કરો.
  • પેમેન્ટ થઇ ગયા બાદ તમારું આધાર કાર્ડ 5 થી 10 દિવસ માં સ્પીડ પોસ્ટ દ્વારા તમારા ઘરે આવી જશે

આ પણ વાચો : આધાર કાર્ડમાં એડ્રેસ ઓનલાઈન બદલાવવા માટે શું કરશો ? જાણવા માટે અહીં ક્લિક કરો.

રજિસ્ટર મોબાઈલ નંબર વગર (Without a Registered Mobile Number) :
  • ઉપર જણાવ્યા મુજબ સૌપ્રથમ UIDAI ની વેબસાઈટ પર જવાનું ત્યાં My Aadhar પર ક્લિક કરી ને Order Aadhar Reprint પર ક્લિક કરી
  • હવે બાકી બધાજ સ્ટેપ એક સરખા રેહશે પરંતુ અહીંયા My Mobile Number Is Not Registered લખેલ ચોરસ પર ટીકમાર્ક કરવાની છે.
  • નોંધ : આ પછી ના બધા જ સ્ટેપ એક સરખા જ રેહશે જે ઉપર જણાવેલ છે.

Similar Posts

One Comment

Leave a Reply

Your email address will not be published.