પાણી મહત્વનું પોષકતત્વ, પાણી શરીરમાં શું ભાગ ભજવે છે ? પાણી પીવાનું કેવી રીતે વધારશો

પાણી મહત્વનું પોષકતત્વ, પાણી શરીરમાં શું ભાગ ભજવે છે ? પાણી પીવાનું કેવી રીતે વધારશો?

પાણી મહત્વનું પોષકતત્વ

પાણી આપણા રોજના જરૂરી પોષકતત્વોમાં સૌથી મહત્વનું તત્વ છે. આપણી આસપાસમાં ઝાડપાન જોઈએ છીએ. ઉનાળામાં તે કરમાયેલા લાગે છે,પરંતુ વરસાદનું એક જ ઝાપટુ પડતા તે ખીલી ઊઠે છે. તે જ રીતે દિવસ દરમિયાન જોઈતા પ્રમાણમાં એટલે કે ૧૦ થી ૧૨ ગ્લાસ ઓછામાં ઓછું પાણી પીવાથી તમારી ત્વચા અને વાળ હંમેશા સારા રહે છે.

રોજનું જોઈતું પાણી શેમાંથી મળી રહે છે ?

આમ તો રોજની જરૂરિયાત અનુસાર આઠ-દસ ગ્લાસ પાણી પીવાથી ક્વોટા પૂરો થઈ જાય છે, પરંતુ આ ઉપરાંત પીવા માં આવતું પ્રવાહી જેમકે, ચા, કોફી, દૂધ, છાશ, લીંબુ શરબત વગેરે પણ પાણી તરીકે ગણાય છે. આ ઉપરાંત ફળ, શાકભાજીમાં પણ પાણીનો ભાગ આવેલો છે. જેમકે, તરબૂચ, ટેટી, ટામેટા, નારંગી વગેરેમાં પણ પાણીનો ભાગ મળે છે.

પાણી શરીરમાં શું ભાગ ભજવે છે ?
  • શરીરમાં તાપમાન નોર્મલ રાખે છે.
  • અવયવોને લુબ્રિકન્ટ કરે છે અને જોઇન્ટને મજબૂત રાખે છે.
  • સ્પાઈનલ કોડને પ્રોટેકટ કરે છે અને સેન્સિટિવ ટીસ્યુને પ્રોટેક્ટ કરે છે.
  • શરીરમાંથી કચરો કાઢવાનું કામ કરે છે, પરસેવો, યુરીન અને મળ દ્વારા કચરો કાઢે છે.
પાણી પીવાનું કેવી રીતે વધારશો ?

રોજેરોજ પાણી પીવાના પ્રમાણમાં થોડો થોડો વધારો કરીને પાણીનું પ્રમાણ વધારવું હિતાવહ છે.

રોજ પાણી પીવા માટે
  • બહાર જવા નીકળો ત્યારે હંમેશા સાથે પાણીની એક બોટલ રાખો. ગમે તેટલી દોડાદોડ હોય ઘરેથી પાણીની બોટલ સાથે લઇ જવાનું રાખો.
  • દરરોજ રાત્રે ફ્રિઝરમાં રાખી શકાય તેવી બોટલમાં પાણી ફ્રીજ કરવા મૂકી દો. આખો દિવસ ઠંડુ પાણી પીવો.
  • બહાર ખાવા જાવ ત્યારે ઠંડા પાણીની જગ્યાએ પાણીની બોટલ લેવાનો આગ્રહ રાખો.
  • પાણી ને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે પાણીમાં ૧-૨ લીંબુ નીચોવીને રાખો. આમ કરવાથી વધુ પાણી પી શકાશે.
આમાં ઠંડા પાણીનો સમાવેશ કરવો ?

ઠંડુ પાણી પીવાથી પાણીમાં તો તેની ગણતરી થશે જ, પરંતુ તેમાં આવતી શર્કરા ખાંડના કારણે કેલેરી વધી જશે. વળી, તેનાથી ફાયદો થવાના બદલે નુકસાન થશે. માટે એવું પાણી પીવો જેમાં કેલેરીનો વધારો થાય નહીં. કાર્બોહાઈડ્રેટ્રસ વાળા પાણીને બદલે ખાંડ વગર નું લીંબુપાણી, ઓછા મીઠાવાળી છાશ, મલાઈ વગરના દૂધમાંથી બનાવેલી ચા,કોફી, મિલ્કશેક વગેરેને પ્રવાહી તરીકે ગણી શકાય છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published.