સ્વાસ્થ્યનું રાખશે ધ્યાન પોષણથી ભરપૂર ફણગાવેલું કઠોળ

સ્વાસ્થ્યનું રાખશે ધ્યાન પોષણથી ભરપૂર ફણગાવેલું કઠોળ

કઠોળ અથવા અનાજને ફણગાવવા માં આવે ત્યારે તેમાં રહેલા સ્ટાર્ચ-ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને ગલ્ટોઝ માં ફેરવાઈ જાય છે,જેથી તેના સ્વાદની સાથોસાથ પાચક અને પોષક ગુણ પણ વધી જાય છે.

ફણગાવેલા કઠોળ થી થતા લાભ ચાલો જાણીએ…
  • આમાં પૂરતા પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ, વિટામીન એ,બી, અને ઈ રહેલા હોય છે. કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, આર્યન અને ઝીંક જેવા પોષક તત્વો પણ આમાંથી મળે છે. આ તમામ તત્વો રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે.
  • ભરપૂર ફાઈબર ધરાવતા ફણગાવેલા કઠોળ પાચનક્રિયા સારી બનાવવામાં સહાયક થાય છે, આથી કબજિયાત, એસીડીટી, પેટ ના દુખાવા વગેરેમાંથી રાહત મળે છે.
  • આના લીધે શરીરનું મેટાબોલીઝમ રેટ (ચયાપચય નો દર) વધતો હોવાથી વજન નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ થાય છે.
  • ઓમેગા -3 ફેટી એસિડ અને એન્ટિઓક્સિડન્ટ્સ પૂરતા પ્રમાણમાં હોવાને લીધે ફણગાવેલા કઠોળ ખાવાથી વાળ અને ત્વચાની ચમક પણ વધે છે.
  • ફણગાવેલા ચણા, મગ,મસૂર, શીંગદાણા વગેરે બ્લડપ્રેશર કાબૂમાં રાખવામાં મદદરૂપ થતા હોવાથી હૃદયરોગ, બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની સમસ્યા ધરાવતા લોકો માટે ખાસ લાભકારક  માનવામાં આવે છે.
અનેક વિકલ્પો છે !

સામાન્ય રીતે આપણે ચણા, મગ વગેરે આખા અનાજને જ ફણગાવીને છીએ, પણ અન્ય વિકલ્પ પણ અજમાવી જોવા જેવા છે. જવ, ઘઉં, રાજમાં, સીંગદાણા, સોયાબીન, મેથી, ચોળા ને પણ પલાળીને ફણગાવી શકાય છે. આના લીધે એક સરખા ભોજનમાં વૈવિધ્ય મળશે અને પૂરતા પ્રમાણમાં પોષણ પણ મળશે.

  • સાદી રસોઈ કે દાણાવાળી કોઈ વાનગી બનાવતા હોય તો એમાં થોડા સ્પ્રાઉટ્ટસ ભેળવવાથી સ્વાદ અને પોષણ માં વધારો કરી શકાય છે.
  • સલાડ બનાવતી વખતે સાકની સાથે ફણગાવેલું કઠોળ અને બદામ નાખો.
  • ફણગાવેલા કઠોળ ને ક્રશ કરીને લોટ સાથે ભેળવી કણક બાંધો.એમાંથી રોટલી કે પરોઠા બનાવો.
  • ફણગાવેલા કઠોળ થી ખીચડી,ઢોકળા,ભજીયા,કટલેસ વગેરે પણ બનાવી શકાય છે.
  • વડીલોને ચાવવાની તકલીફ પડતી હોય તો ફણગાવેલા કઠોળને ક્રશ કરીને આપી શકાય છે.તેને પણ થોડી વાર ચાવવાથી તે લાળ માં ભળી જાય છે.આથી પચવામાં સરળતા રહે છે.
ફણગાવાની રીત :

કઠોળ ફણગાવા માટે તેને સાફ કરી બમણું પાણી લઈ તેમાં પલાળી દો. તપેલી એટલી પહોળી હોય કે તેમાં કઠોળ ને ફૂલવા માટેની પુરતી જગ્યા મળી રહે. નાના દાણા ધરાવતા કઠોળ કલાક માં પલળી જાય છે. જ્યારે મોટા દાણા ને ચોવીસ કલાક જેટલો સમય લાગે છે.તે પછી નિતારીને ભીના કપડા માં પોટલી વાળી પછી તેને ચાળણીમાં મૂકી દો અથવા તો કપડા માં સહેજ ઢીલી પોટલી વાળી લટકાવી દો જેથી તેના અંકુર ફૂટવા માટે પૂરતી જગ્યા મળે. ૨-૩ દિવસ માજ તેના અંકુર ફૂટી જશે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published.