એચએસઆરપી નંબર પ્લેટો સાથે ચેડા કરતા વાહનચાલકો હવે ચેતી જજો નહીં તો…
એચ.એસ.આર.પી. નંબર પ્લેટ સાથે ચેડાં કરતા વાહનચાલકો હવે ચેતી જજો. ક્યાંય ઈ મેમો કે કોઈ ગુનો આચરી ને પોલીસથી બચવા નો પ્રયત્ન કર્યો તો ખેર નથી. કારણકે હવે પોલીસ આ વાહનચાલકો વિરૂદ્ધ દંડથી નહીં પરંતુ ગુનો નોંધીને કાર્યવાહી કરશે. છેલ્લા કેટલાક વર્ષથી વાહન વ્યવહાર વિભાગ દ્વારા તમામ વાહનો માં એચ.એસ.આર.પી. નંબર પ્લેટ ફરજિયાત બનાવવામાં આવી…

એચ.એસ.આર.પી. નંબર પ્લેટ સાથે ચેડાં કરતા વાહનચાલકો હવે ચેતી જજો. ક્યાંય ઈ મેમો કે કોઈ ગુનો આચરી ને પોલીસથી બચવા નો પ્રયત્ન કર્યો તો ખેર નથી. કારણકે હવે પોલીસ આ વાહનચાલકો વિરૂદ્ધ દંડથી નહીં પરંતુ ગુનો નોંધીને કાર્યવાહી કરશે. છેલ્લા કેટલાક વર્ષથી વાહન વ્યવહાર વિભાગ દ્વારા તમામ વાહનો માં એચ.એસ.આર.પી. નંબર પ્લેટ ફરજિયાત બનાવવામાં આવી છે. શહેર પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમનો ભંગ કરનાર વાહન ચાલકો સામે ઈ મેમો આપવાની સખત કાર્યવાહી શરૂ કરતાં જ વાહન ચાલકો દંડની રકમ થી બચવા માટે નંબર પ્લેટ સાથે ચેડા કરવા લાગ્યા છે. કોઇ વાહનચાલક નંબર પ્લેટનો એક આંકડો વાળી દે, સેલોટેપ લગાવી દે કે કોઇ વાહનચાલક કપડું બાંધી દેતા હોય તેવું નજરે પડ્યું છે. એટલે હવે ટ્રાફિક પોલીસ દ્વારા આ વાહનચાલકો સામે સખત કાર્યવાહી કરવા માટે ગુનો નોંધવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાચો : કોય પણ સરકારી બેંક ના અધિકારી કે સ્ટાફ તોછડો જવાબ આપે છે ? તો કરો આ રીતે કંપ્લેઇન કરીને સીધા
One Comment