આગ્રા ના પેઠા (Petha of Agra)
સામગ્રી : સફેદ કોળુ-૧ કિલો લીંબુ-૧ નંગ પાણી-૨ કપ ખાંડ-૩ કપ એલચીનો ભૂકો-અડધી ચમચી બનાવવાની રીત : કોળાને સાફ કરી તેમાંથી બી કાઢી લઇ મોટા મોટા ટુકડા કરો. કાંટાથી બધા ટુકડામાં કા પાડી લો. એક લીંબુનો રસ કાઢી લો. લીંબુના રસને બધા ટુકડા પર લગાવો.ઇચ્છો તો બે ત્રણ કપ પાણીમાં એક લીંબુ નીચોવીને તેમાં કોળાના…

સામગ્રી :
- સફેદ કોળુ-૧ કિલો
- લીંબુ-૧ નંગ
- પાણી-૨ કપ
- ખાંડ-૩ કપ
- એલચીનો ભૂકો-અડધી ચમચી
બનાવવાની રીત :
કોળાને સાફ કરી તેમાંથી બી કાઢી લઇ મોટા મોટા ટુકડા કરો. કાંટાથી બધા ટુકડામાં કા પાડી લો. એક લીંબુનો રસ કાઢી લો. લીંબુના રસને બધા ટુકડા પર લગાવો.ઇચ્છો તો બે ત્રણ કપ પાણીમાં એક લીંબુ નીચોવીને તેમાં કોળાના ટુકડાને દસ પંદર મિનિટ પલાળી રાખો. પછી તેને સારી રીતે ધોઈ લો. એક પેનમાં પાણી ગરમ કરી તેમાં આ ટુકડા નાખી તે પોચા અને ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી બાફી લો. એક તપેલીમાં પાણી લઈ તેમાં ખાંડ નાખો અને ગરમ કરો. તેમાં અડધી ચમચી લીંબુનો રસ અને એલચીનો ભૂકો નાખી એક તારી ચાસણી તૈયાર કરો. પછી તેમાં કોળા ના ટુકડા નાખી બે-ત્રણ મિનિટ રહેવા દઈ આંચ પરથી ઉતારી લો. આમાં ગુલાબ જળ ભેળવો અને ઠંડા થાય એટલે સર્વ કરો.
નોંધ : પેઠા દુધી માંથી પણ બની શકે છે. એ માટે કોળાને બદલે દુધી ચાર કિલો લેવી. દુધી એકદમ પાકી અને લીલી ન હોવી જોઈએ.