વિશ્વની સૌથી વજનદાર માછલી : સનફિશ
માછલી ની જાત માં શરીર માં હાડકા ધરાવતી માછલીઓમાં સનફીશ વિશ્વની સૌથી વજનદાર માછલી છે. લગભગ ૧૦ ફૂટ નું ગોળાકાર શરીર ધરાવતી આ માછલી ૧૦૦૦ કિલો વજનની હોય છે. જાપાન, કોરીયા અને તાઈવાનના સમુદ્રમાં જોવા મળતી માછલી સનફિસ ને મોલામોલા પણ કહે છે. આ માછલીના અનેક નામ છે. તે પથ્થર ની ઘંટડી ના પર જેવી…

માછલી ની જાત માં શરીર માં હાડકા ધરાવતી માછલીઓમાં સનફીશ વિશ્વની સૌથી વજનદાર માછલી છે.
- લગભગ ૧૦ ફૂટ નું ગોળાકાર શરીર ધરાવતી આ માછલી ૧૦૦૦ કિલો વજનની હોય છે.
- જાપાન, કોરીયા અને તાઈવાનના સમુદ્રમાં જોવા મળતી માછલી સનફિસ ને મોલામોલા પણ કહે છે.
- આ માછલીના અનેક નામ છે. તે પથ્થર ની ઘંટડી ના પર જેવી દેખાતી હોવાથી તેને મિલ સ્ટોન પણ કહે છે.
- આ માછલીને સખત હાડકાની કરોડરજ્જુ હોય છે.
- તેના તરવા માટે ની પાંખ પ્રમાણમાં નાની હોય છે.
- સનફીસ ની ચામડી ભીંગડા વિનાની ખરબચડી હોય છે.
- તેની ચામડી માં ૪૦ પ્રકારના બેકટેરિયા રહે છે.
આ પણ વાચો : સાવધાન! જો આ રીતે PMKSMY કિસાન યોજનાના 2000ના હપ્તાનો લાભ લીધો છે તો મુશ્કેલી ઊભી થઈ શકે
- આ માછલીના શરીર પરથી પક્ષીઓ બેક્ટેરિયા નો ખોરાક મેળવતા જોવા મળે છે. સનફિસ્ સમુદ્રમાં ૨૦૦ મીટરની ઊંડાઈએ જઈ શકે છે.
- સનફીસ સમુદ્રમાં જેલીફીશ જેવા નાના જીવોનો શિકાર કરે છે.
- સનફિષ સૌથી વધુ ઈંડા મૂકતી માછલી છે જે એક જ વખતમાં તે ૩૦ કરોડ ઈંડા મૂકે છે અને સમુદ્રમાં તરતા મૂકી દે છે. ઈંડામાંથી ૨.૫ મીમી નું લાર્વા જન્મે છે. લીલા અને ભૂરા રંગની આ માછલી પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર છે.
One Comment