અટલ પેન્શન યોજનામાં ગ્રાહકોનો આંકડો 2.4 કરોડને પાર, શું છે આ યોજનાના લાભ
વૃદ્ધાવસ્થા નો આશરો ગણાતી અટલ પેન્શન યોજનામાં લોકોની સંખ્યા 2.4 કરોડ ને વટાવી ગઈ છે. ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન અત્યાર સુધીમાં 1.7 મિલિયન નવા ગ્રાહકો ઉમેરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારની આ યોજના નિયમનકારી અને વિકાસ અધિકારી (PFRDA) દ્વારા સંચાલિત છે. 18 થી 40 વર્ષની ઉંમરના ભારતીય નાગરિક કે જેમની પાસે બેંક અથવા પોસ્ટ ઓફિસમાં બચત…

વૃદ્ધાવસ્થા નો આશરો ગણાતી અટલ પેન્શન યોજનામાં લોકોની સંખ્યા 2.4 કરોડ ને વટાવી ગઈ છે. ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન અત્યાર સુધીમાં 1.7 મિલિયન નવા ગ્રાહકો ઉમેરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારની આ યોજના નિયમનકારી અને વિકાસ અધિકારી (PFRDA) દ્વારા સંચાલિત છે. 18 થી 40 વર્ષની ઉંમરના ભારતીય નાગરિક કે જેમની પાસે બેંક અથવા પોસ્ટ ઓફિસમાં બચત ખાતું હોય તો તેવા લોકો અટલ પેન્શન યોજના નો ભાગ બની શકે છે. આ યોજનામાં ગ્રાહકને દર મહિને એક હજારથી પાંચ હજાર રૂપિયાની ફિક્સ પેન્શન આપવામાં આવશે. પેન્શનની રકમ 60 વર્ષ સુધી અટલ પેન્શન યોજનામાં ફાળો આપશે.
જો આ યોજના દરમિયાન વ્યક્તિનું મૃત્યુ થાય છે તો પેન્શન તેના જીવન સાથીને ચૂકવવામાં આવશે. જો યોજનાના સમયગાળા દરમિયાન તે બંનેનું મોત થાય તો 60 વર્ષની વય સુધી ભેગું થયેલા પેન્શન ની રકમ તેમના નોમિનેશન સભ્યને આપવામાં આવશે. વર્ષ 20-21માં, અટલ પેન્શન યોજનામાં લગભગ 17 લાખ જેટલા લોકોએ ખાતા ખોલાવ્યા છે. જેમાં ઓગસ્ટ 2020 સુધીમાં અટલ પેન્શન યોજના હેઠળ 2.4 કરોડ થી વધુ ખાતા ખોલવામાં આવ્યા છે. સાર્વજનિક ક્ષેત્રની બેંકોમાં નાણાકીય વર્ષમાં બેન્ક ઓફ ઇન્ડિયા એ મહત્તમ ખાતા ખોલાવ્યા છે.
20 ઓગસ્ટ 2020 સુધી અટલ પેન્શન યોજનાના કુલ ગ્રાહકોમાંથી લગભગ 73.38 ટકા એ 1000 રૂપિયાની પેન્શન યોજના લીધી છે અને 16.93 ટકા લોકોએ 5,000 રૂપિયાની પેન્શન યોજના લીધી છે. જેમાં 43.52 ટકા મહિલા અને છતા 56.45 ટકા પુરુષ ગ્રાહકો છે.
આ પણ વાચો : છેતરપિંડી અટકાવવા અને ડિજિટલ રેશનકાર્ડ બનાવવાની જવાબદારી ગ્રામ પંચાયતોને અપાઈ
રસપ્રદ વાત એ છે કે 52.55 ટકા ગ્રાહકોની ઉંમર 21 થી 30 વર્ષની વચ્ચેની છે આ યોજના પીએમ નરેન્દ્ર મોદી 9 મે 2015ના રોજ કલકત્તા થી શરૂ કરી હતી પૂર્વ નાણાં પ્રધાન અરૂણ જેટલી બજેટ રજૂ કરતી વખતે આ યોજના શરૂ કરવાની જાહેરાત કરી હતી.
One Comment