આદુ એ શિયાળામાં ઘર ઘરમાં વપરાતો મહત્વ નો મસાલો છે, તો ચાલો જાણીયે ઉપયોગી આદુંનો જાદુ

આદુ એ શિયાળામાં ઘર ઘરમાં વપરાતો મહત્વ નો મસાલો છે, તો ચાલો જાણીયે ઉપયોગી આદુંનો જાદુ

આદુ એ શિયાળામાં ઘર ઘરમાં વપરાતો મહત્વ નો મસાલો છે જે દરેક ખોરાકમાં નાખીને ખાઈ શકાય છે. શિયાળા દરમિયાન તાજુ વાપરી શકાતું આદુ સૂકવીને પણ એટલું જ ઉપયોગી છે. શિયાળા દરમ્યાન આવતા રેસા વગરના આદુને જો ધોઈને છાયડે સૂકવી લેવામાં આવે તો પછી બારેમાસ તેને વાપરી શકાય છે. જેને આપણે ” સૂઠ ” તરીકે ઓળખીએ છીએ અને શિયાળા દરમ્યાન ગુંદર પાક અથવા રાબ માં ભારોભાર નાખીને વાપરીએ છીએ.

શિયાળા દરમિયાન જ્યારે ઠંડીને કારણે શરીરને વધુ કેલેરીની જરૂર પડે છે ત્યારે આદુ શરીર ને ગરમાવો પુરું પાડવાનું કામ કરે છે.

  • જો ‘અપચા’ નો પ્રોબ્લેમ હોય, ગેસ, એસીડીટી વારંવાર થતા હોય તો આદુનો વપરાશ કાયમી કરવા થી તેમાં ફાયદો થઈ શકે છે. આદુ તાજુ ક્રશ કરીને તેનો રસ લીંબુ સાથે લેવાથી ફાયદાકારક રહે છે. તેમાં થોડું મધ પણ ઉમેરી શકાય છે.
  • આપણે દિવસ દરમિયાન જે ખોરાક ખાઈએ છીએ તેમાંના પોષક તત્વોને શરીરમાં પચાવવા માટે આદુ ઉપયોગી છે.
  • વારંવાર થતી શરદીને દૂર કરવા માટે ખાસ કરીને શિયાળામાં થતાં ‘ સાયનસ ‘ ને ક્લિયર કરવા માટે આદુનો રસ ખૂબ જ ઉપયોગી પુરવાર થાય છે.
  • ઘણી વખત અપચાને લીધે થતી ઉલટી ને અથવા ઉબકા ને દુર કરવા માટે સૂકું આદુ ખૂબ જ ઉપયોગી છે.
  • મોટી ઉંમરે થતા સાંધાના દુખાવા અને સોજાને દૂર કરવા આદુ વાપરવું જોઈએ. આદુ મા ખાસ એન્ટી-ઇન્ફ્લેમેટરી પદાર્થ આવેલા છે, જે સોજાને દૂર કરી કોઈપણ દર્દને દુર કરી શકાય છે.
  • વિમાનના સફરે જતા હો અને ઉલટી કે ઉબકા આવતા હોય તો સુઠ લેવાથી ઉબકા-ઉલટી રહે છે.
  • વારંવાર થતી શરદીને દૂર રાખવા ખાસ કરીને શિયાળામાં થતી શરદીને રોકવા માટે પણ દરરોજ સવારે નરણા કોઠે આદુ, લીંબુ, હળદરનો ઉપયોગ કરવાથી શરદીને દૂર રાખી શકાય છે. આ ઉપરાંત જો શરદી ઉધરસ થયા હોય તો પણ તે ઝડપથી દૂર થઈ જાય છે.
લીલી હળદર :

શિયાળામાં ઘેર ઘેર વપરાતી લીલી હળદર ખૂબ જ ગુણકારી છે. તેનો ઘેરો પીળો રંગ ચામડી પર લગાવવાથી મોઢા પરના કાળા ડાઘા દૂર કરી શકાય છે. લીલી હળદરમાં ઈબર્શ, વિટામિન “B6”, નિયાસિન, વિટામિન “C”, પોટૅશિયમ, આર્યન, મેંગેનીઝ, ઝીંક રહેલા છે. તેમાં કોલેસ્ટેરોલ નથી હોતું.

શિયાળામાં થોડા પ્રમાણમાં જ હળદર લેવાથી તમે એનિમિયા, ન્યુરાઈટીસ, યાદશક્તિને લગતા રોગોને દૂર કરી શકો છો. તેમાં આવેલા એન્ટિઓક્સિડન્ટ્સ કેન્સર સામે રક્ષણ આપે છે. વધુ પડતા ઇન્ફેક્શન હોય, હાઈ બ્લડ પ્રેશર અને લકવાના દર્દીઓ માટે લીલી હળદર નો જ્યુસ અકસીર છે. હળદરને તાજી અને મીઠા વગર જ વાપરવાનો આગ્રહ રાખો.

Similar Posts

Leave a Reply

Your email address will not be published.