શું તમારું પણ મૂળ વતન ગામડું છે ? તો ગર્વ કરજો તમારા વતન પર, જાણો શું કામ ગર્વ થશે

શું તમારું પણ મૂળ વતન ગામડું છે ? તો ગર્વ કરજો તમારા વતન પર, જાણો શું કામ ગર્વ થશે

જો તમારું મૂળ વતન ગામડું છે,તો તમને આ લેખ વાંચી પોતાના વતન પર ગર્વ થશે,એ વાતમાં કોઈ સંદેહ નથી. આ લેખ વાંચે તમને તમારા વતન ના જુના સ્મરણો થઈ જશે. આજની આ દોડધામ કરતી નવી પેઢી જેમણે ક્યારેય ગામડું જોયું નહિ હોય. હાલના સમયમાં આપણા પપ્પા-દાદા-દાદી કે વડીલો વાત કરતા હશે કે તેમણે જે મોજ મજા પોતાના બાળપણમાં કરી છે તે આજની યુવાપેઢીએ નહીં કરી હોય.

આજની આપણી આ નવી પેઢી માત્રને માત્ર ઘરમાં બેસી મોબાઇલ અને કમ્પ્યૂટરના જમાનામાં જીવે છે. આજની યુવા પેઢીને તો આમલી પીપળી રમત,આંબાવાડીઓમાં રમત ગમત કરવી અને મધ મીઠી માટીને સુગંધીદાર કુદરતના ખોળે રમવું તે શું કહેવાય એ પણ ખબર નથી. આ સમયમાં બધા પોત પોતાના જીવનમાં એટલા વ્યસ્ત છે કે તેમની જીવનશૈલીમાં માત્ર દિવાળી કે ઉનાળા ના વેકેશન માં ફરવા ફરવા મળે છે. ત્યારે એવો અનુભવ થાય છે કે જાણે તેમને સ્વર્ગ મળ્યો હોય…

શહેરમાં વસતા વ્યક્તિઓ પોતાના મૂળ વતન ને દેહ કે દેશ કહે છે ?

આપણી માતૃભાષા ગુજરાતીમાં દેહ નો અર્થ માનવ શરીર થાય છે. અર્થાત આપણા મૂળ વતન એ પણ દેહ કહેવામાં આવે છે.કારણ કે શહેરમાં પોતાનું જીવન વિતાવો તો માનવી પોતાનું શરીર ગામડે જ મૂકીને ખાલી બુદ્ધિ જ સાથે લઈને વતન છોડી શહેરમાં જાય છે. અર્થાત્ એ પોતાનું ગુજરાન ચલાવવા શહેરમાં ગયો છે, પરંતુ તેનું તન-મન-ધન તો પોતાના દેશમાં જ છે. જ્યારે જ્યારે તે શહેરમાંથી પોતાના મુળવતન માં જાય છે, ત્યારે તેનામાં નવી ઉમંગ આવી જાય છે.

જો આપણે કોઈપણ વતનની રોજગારીની વાત કરીએ તો, તે માપ ખેતી પહેલા નંબરે આવે છે. જેવી રીતે પ્રભુ સર્વ સૃષ્ટી ને ધાન્ય પૂરો પાડવાનું વચન પાળતા હોય તેવી જ રીતે ખેડૂતો સવારે વહેલા ઊઠીને ખેતરે જવા નીકળી જાય છે. જ્યારે શહેરની વાત કરીએ તો A.C. વાળી ઓફિસમાં ખુરશી પર બેઠા બેઠા જો આરસ આવતી હોય તો માનજો કે આ જગ્યા ખેડૂતના ભાગની છે.

પણ જ્યારે આ જગતમાં અન્નદાતા કહેવાતો ખેડૂત આળસ કરીને મોડો ઉઠશે, ત્યારે A.C. વાળી ઓફિસમાં બેઠા માણસોને પણ પરસેવો છૂટી જશે. ગામડામાં બીજા કામ પણ થતા હોય છે. જેવા કે સુથાર, લુહાર, મોચી, દરજી, કડિયા, સોની, ભરવાડ વગેરે પોતપોતાની રીતે ગામડાની પ્રગતિમાં પોતાનો મહત્વનો ભાગ ભજવે છે.તેમજ ગરીબ લોકો છુટક મજુરી કામ કરી પોતાનું જીવન ગુજરાન ચલાવતા હોય છે.

મારા દેહનું વાતાવરણ

ગામડાનું વાતાવરણ શુદ્ધ હવા થી ભરેલું હોય છે. અને જો તમે એક ઊંડો શ્વાસ લો તો આ શોધવા તમારા ફેફસાં તથા મન ને પણ શુદ્ધ કરી નાખે છે. કારણ કે ત્યાં કોઈ ફેક્ટરી ઓ કે વાહ નથી હોતા તેથી વાતાવરણ શુદ્ધ રહે છે. વહેલી સવારે જો તમે ખેતરની મુલાકાત લો, તો ત્યાંની શુદ્ધ અને તાજગીથી ભરપૂર હવા થી તમારો આખો દિવસ તાજો રહે છે. દેહના ખેતરમાં ઊગતા સૂર્ય દાદા નો પ્રકાશ જાણે ધરતી સાથે મિલાપ કરી રાજી થતો હોય તેવું દ્રશ્ય જોવા મળે છે. આવું સુંદર દ્રશ્ય આજની આ યુવા પેઢીએ શહેરમાં કયારેય નહીં જોયું હોય.

ગુજરાત માં શે આ ખાશ વસ્તુ વાચો : ખુશ્બુ ગુજરાતકી ટુરિઝમ પોલીસી 2020-2025 જાહેર

મારા દેહમાં એકબીજાને કરવામાં આવતી મદદ :

આજના યુગમાં જો તમે શહેરમાં રહેતા હોય તથા તમારી પાસે પૈસા ન હોય ત્યારે તમારે ભૂખ્યા જ રહેવું પડે છે. જ્યારે આપણા ગામમાં પૈસા ના હોય તો પણ કદી કોઈ ભૂખ્યું નથી રહેતુ, તથા જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ મળી રહે છે. જો કોઈ પાસે પૈસા ન હોય છતાં તે ભરવાડ પાસેથી દૂધ, ખેડૂત પાસેથી અનાજ અને કરિયાણાની દુકાનેથી કરિયાણું લેવા જાવ તો તે માનવતાના હૃદયથી તમારી મદદ કરે છે. અને તેના પૈસાની ચુકવણી કરવામાં જો બે ત્રણ મહિના મોડું થાય તો પણ લોકો વિશ્વાસ રાખે છે. આવા હદયના માણસો માત્ર ને માત્ર આપણા દેહમાં જ જોવા મળે છે.

મારા દેહનું બાળપણ

દેહના બાળપણ ની તો વાત જ કંઇક અનોખી છે. તમે શહેરમાં રહેતા કોઈ ભૂલકા ને પૂછજો કે તને વધારે રમવાનું ક્યાં ગમે છે. ત્યારે બાળક જવાબ દેશે, મારા દાદા દાદી ના ઘરે એટલે કે દેહમાં! કારણ કે તે બાળકના માતા-પિતા શ્રી ના વડા સુધી પણ બાળકને જવા દેતા નથી. જ્યારે બાળકોને તેના બાળપણ નો આનંદ તો છૂટથી રમત ગમત કરવાની જગ્યા એટલે કે દેશમાં જ મળે છે.

દેહમાં બાળકો ગામના પાદરે લીમડા ના છાંયડે અને પીપળા ની ડાળે હીચકા બાંધી રમે છે. આંબાવાડીઓમાં કેરી તોડી ભાગવું, કાંટાળી બોરડી ના મીઠા બોર પાડવા જવું, ગાડાના તૂટેલા પૈડાની રમત એટલે કે ટાયર ફેરવવા, આંબલીપીપળી રમવું, પાંચીકા રમવા, લખોટી કે ભમરડા થી રમવું, ગામના તળાવ કે નદીમાં નહાવા જવું, ગીલી ડંડો રમવું અને પાદર ના વડલા પર ચળી બાળપણ નો આનંદ માણવો. આવી જાતજાતની રમતો અને આનંદ અત્યારે શહેરોમાં નથી જોવા મળતા. જ્યારે અત્યારની આ પેઢીએ પોતાનું બાળપણ ટીવી તથા મોબાઇલમાં ગુમાવી દીધું છે. એને તો બાળપણ નો સાચો આનંદ અને મજા શું કહેવાય તે ખબર જ નથી.

મારા દેહની વાતો

તમને ખબર જ હશે કે અત્યારના યુગમાં વડીલોને હજુ પણ ગામડામાં રહેવું ગમે છે. કારણ કે શહેરનું પ્રદૂષિત વાતાવરણ તથા ખોરાક તેમને માફક નથી આવતો. તેઓ આપણને પણ ગામડાની શુદ્ધ ચીજવસ્તુઓ ખાવાનો આગ્રહ કરે છે. કારણકે દેહની શુદ્ધ હવા અને ઉપરથી ત્યાં જ બનતી ચીજ વસ્તુઓ સોનાથી પણ શુદ્ધ હોય છે. આજના આ સ્વાર્થી યુગમાં પણ દેહમાં આજે છાશ, દૂધ અને શાકભાજી જેવી વસ્તુઓ પૈસા વગર મળે છે. જે વ્યક્તિને દેહ છોડીને શહેરમાં રહેવું પડે છે, તેમને આજ પણ પોતાનો દેહ યાદ આવતો હોય છે. કારણ કે આપણી જનની અને જન્મભૂમિ બંને થી વિખુટા પડી આપણે જીવી શકતા નથી.

દેહનું તાજગીભર્યું પરોઢ અને રાતની મધ મીઠી ઉંઘ બીજે ક્યાંય મળી શકતી નથી. શરીરની સ્વસ્થતા અને તંદુરસ્તીની બાબતે આજે પણ ગામડું જ આગળ છે. જ્યારે શહેરમાં વસતા લોકોને નાનપણથી જ બીમારીઓ ઘર કરી લે છે.

Similar Posts

One Comment

Leave a Reply

Your email address will not be published.