જુવો ચીનની નફ્ફટાય ! ચીનની જાસુસીનાં દાયરામાં ભારત પીએમ મોદીથી મેયર સહિત આશરે દસ હજાર લોકો પર ચીનની વોચ
નવી દિલ્હી: ચીનની આઇ ટી કંપની જેન્હુઆ દ્વારા ભારત સહિત આખા જગતમાં જાસૂસી કરવામાં આવી રહી છે.આ કંપની ભારત માં આશરે ૧૦ હજાર થી વધુ અને દુનિયાભરમાં તો ૨૪ લાખ લોકોની માહિતી ટ્રેક કરી રહી છે અને સતત તેમના પર વોચ રાખી બેઠું છે.એક બ્રિટિશ ના અહેવાલ મુજબ ભારત ના વડાપ્રધાનની માંડીને મેયર સુધીના મહત્વના નાગરિકોની…

નવી દિલ્હી: ચીનની આઇ ટી કંપની જેન્હુઆ દ્વારા ભારત સહિત આખા જગતમાં જાસૂસી કરવામાં આવી રહી છે.આ કંપની ભારત માં આશરે ૧૦ હજાર થી વધુ અને દુનિયાભરમાં તો ૨૪ લાખ લોકોની માહિતી ટ્રેક કરી રહી છે અને સતત તેમના પર વોચ રાખી બેઠું છે.એક બ્રિટિશ ના અહેવાલ મુજબ ભારત ના વડાપ્રધાનની માંડીને મેયર સુધીના મહત્વના નાગરિકોની પ્રોફાઇલ પર ચીન વોચ રાખીને બેઠું છે.
ભારતના રાષ્ટ્રપતિ, અગ્રણી નેતાઓ, ચીફ જસ્ટીસ,રાજ્યોના નેતાઓ, મેયરો અને મહત્વપૂર્ણ અઘિકારીઓ ની માહિતીની વિગતો એકઠી કરવામાં આવી છે.
જાસૂસીમાં શું શું વિગતો એકત્રીત કરી છે ?
- નામ,જન્મ તારીખ, સરનામા
- પરિણીત કે અપરણિત
- રાજકીય પક્ષ સાથે જોડાણ
- સગા વ્હાલા મિત્રો કોણ છે
- તમામ સોશિયલ મીડિયા આઈ. ડી
- ક્રિમિનલ રેકોર્ડ વગેરે
આ માહિતી એકઠી કરવાના પ્રોજેક્ટ ને ચીને ‘ ઓવરસિઝ કી ઇન્ફોર્મેશન ડેટાબેઝ ‘ નામ આપવામાં આવ્યું છે. ઉપરાંત ભારત બહાર પણ ચીને જાસૂસીની જાળ વ્યાપકપણે ફેલાવી છે કુલ મળીને 24 લાખ નાગરિકો ચીનના રેડાર માં છે.
આ પણ વાચો : ભારત ચીન સરહદ ના વિવાદમાં દેશની રક્ષા માટે રફાલ તૈયાર
ઉપરાંત અમેરિકાના 52 હજાર, ઓસ્ટ્રેલિયા ના 35000 અને બ્રિટનના 10000 થી વધારે નાગરિકોના આ રીતે ડેટા એકત્રિત કરવામાં આવ્યો છે. ઉપરાાંત કેટલાક કિસ્સામાં તો બેન્ક એકાઉન્ટ જેવી વિગતો પણ ગુપ્ત રીતે મેળવી લીધી છે.
આ અહેવાલ પછી કોંગ્રેસે સરકારને કહ્યું હતું કે વહેલી તકે દેશની સાયબર સુરક્ષા મજબૂત કરવી જોઈએ અને કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કરીને ચીનની આ જાસૂસી દેશ માટે ચિંતાજનક હોવાનું પણ દર્શાવ્યું હતું. સાથે સાથે કહ્યું કે સરકાર આ મુદ્દે કંઈ કાર્યવાહી કરશે ? તો વળી કોંગ્રેસના અન્ય નેતાઓએ આ સરકારની નિષ્ફળતા છે એવો બળાપો કર્યો હતો.