IPL બુકીઓ અને સટોડિયાઓ ચેતી જજો
દુબઈ તારીખ-16 હાલમાં શરૂ થનારી દુબઈ, અબુધાબી અને યુએઇના સ્ટેડિયમ પરથી 19 સપ્ટેમ્બર થી આઈપીએલમાં ફિક્સિંગ કે સટ્ટો ન રમાય તે માટે ઇંગ્લેન્ડ સ્થિત કંપની ‘સ્પોર્ટ્સ રડાર’ જોડે હાથ મિલાવ્યા છે. આ કંપની સોફ્ટવેર અને ટેકનોલોજી થી સજ્જ સ્ટાફ સાથે ફૂટબોલ વિશ્વ મહાસંઘ જેવી રમતોની વૈશ્વિક લીગ માટે કામ કરે છે અને કેટલાય ફૂટબોલ મેચો…

દુબઈ તારીખ-16 હાલમાં શરૂ થનારી દુબઈ, અબુધાબી અને યુએઇના સ્ટેડિયમ પરથી 19 સપ્ટેમ્બર થી આઈપીએલમાં ફિક્સિંગ કે સટ્ટો ન રમાય તે માટે ઇંગ્લેન્ડ સ્થિત કંપની ‘સ્પોર્ટ્સ રડાર’ જોડે હાથ મિલાવ્યા છે.
આ કંપની સોફ્ટવેર અને ટેકનોલોજી થી સજ્જ સ્ટાફ સાથે ફૂટબોલ વિશ્વ મહાસંઘ જેવી રમતોની વૈશ્વિક લીગ માટે કામ કરે છે અને કેટલાય ફૂટબોલ મેચો ના ફિક્સિંગ રિપોર્ટ આપ્યા હતા.
ભારતના ક્રિકેટ મેચ એન્ટી કરપ્સન યૂનિટના વડા અજિતસિંહે કહ્યું કે, તેઓ આ સ્પોર્ટ્સ રડારની સાથ સંકલન સાધશે અને સોફ્ટવેર પર આધારિત ક્રિકેટરો અને ભારતના બુકીઓ અને સટોડિયા પર નજર રાખશે જે ખેલાડીઓને ખબર પણ નહીં હોય કે તેઓની સાથે કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે સંદેશાની આપલે કરે તો તેનું ધ્યાન રખાશે બૂકીઓ અને સટોડિયાઓ પણ ‘હાઇટેક’ હોય છે આથી જ તેવોને ટ્રેક કરવા પ્રોફેશનલ કંપનીઓ ગોઠવવામાં આવે છે. આ સિસ્ટમ સાથે અલગ-અલગ ૨૫ પ્રકારની રેડ ફ્લેગ એલર્ટ કોમ્પ્યુટર સિસ્ટમ પર બતાડશે.
આ પણ વાચો : રાજયના શહેરોમાં સ્વયંભૂ લોકડાઉન જાહેર, જાણો શું બંધ રહેશે અને શું ખુલું રહેશે
ઉપરાંત કંપની પાસે ક્રિકેટ પર સટ્ટો રમાડતા 600 સટોડિયાઓ, બૂકીઓ ના સોર્સ છે તેઓ પ્રત્યેક મેચ ના હાર કે જીતના કેટલાક ભાવ ચાલે છે તેવા ટેટા દિવસમાં 50 લાખ ડેટા ની માહિતી મેળવશે.
બુકી ઉપરાંત કંપની ફેન્ટસી ગેમિંગનું બુકીઓ જોડે કનેક્શન હોય તો તેના પર નજર રાખી ગાણિતિક અલ્ગોરિધમનો પણ કંપની ઉપયોગ કરશે અને મેચ પૂર્વના 44 પ્રકારના એલર્ટ પણ કંપનીના સોફ્ટવેરમાં છે જેથી હવે મેચ ફિકસ થયેલી લાગશે અને જો બુકીઓ એક્ટિવ હશે તો આ પ્રકારના ૨૫ એલર્ટ બતાવશે જે IPLબુકીઓ અને ફિકસરો માટે આ માંઠા સમાચાર છે.
One Comment