MBBS : ઉત્તરવહી ચકાસણીમાં ચાલતું લોલંલોલ
રાજકોટ યુનિ. ના પરિક્ષા વિભાગ દ્વારા એમબીબીએસના અંતિમ વરસની પરીક્ષાનું મૂલ્યાંકન કોરોના ને કારણે મુલતવી રાખી જુદી-જુદી મેડિકલ કોલેજના ડીન ની હાજરીમાં ઉત્તરવહી ચકાસણી કરવામાં આવે તેવો પરિપત્ર આવ્યો હતો. છતાં જામનગરની મેડિકલ કોલેજના અધ્યાપક પોતાના ઘરે ઉત્તરવહી ચકાસણીની કરી રહ્યા હોવાની વિગતો બહાર આવતા આ મુદ્દે તપાસ માટે યુનિ.ના કુલપતિએ આદેશ આપ્યો છે. સૌરાષ્ટ્ર…

રાજકોટ યુનિ. ના પરિક્ષા વિભાગ દ્વારા એમબીબીએસના અંતિમ વરસની પરીક્ષાનું મૂલ્યાંકન કોરોના ને કારણે મુલતવી રાખી જુદી-જુદી મેડિકલ કોલેજના ડીન ની હાજરીમાં ઉત્તરવહી ચકાસણી કરવામાં આવે તેવો પરિપત્ર આવ્યો હતો. છતાં જામનગરની મેડિકલ કોલેજના અધ્યાપક પોતાના ઘરે ઉત્તરવહી ચકાસણીની કરી રહ્યા હોવાની વિગતો બહાર આવતા આ મુદ્દે તપાસ માટે યુનિ.ના કુલપતિએ આદેશ આપ્યો છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની તમામ મુખ્ય શાખાઓમાં ઉત્તરવહીની ચકાસણી દર વર્ષે યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલા મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર માં થતી હોય છે પરંતુ મોટાભાગના અધ્યાપકો કોરોના મહામારી માં હોસ્પિટલની કામગીરી માટે રોકાયેલા હોવાથી મૂલ્યાંકન માટે રાજકોટ ને બદલે સ્થાનિક કોલેજોને સોંપવાની ખાસ ચૂચના કરી હતી.
કોરોના ને ધ્યાનમાં રાખીને રાજકોટ ,જામનગર અને સુરેન્દ્રનગર ની મેડિકલ કોલેજોના અધ્યાપકોને સોંપવાનો નિર્ણય લેવાયો તે માટે મેડિકલ કોલેજના સીસીટીવી કેમેરા ગોઠવ્યા હોય અને અધ્યાપકો ની હાજરીમાં જ ચકાસણી કરવામાં આવે તેવો પરિપત્ર યુનિ. એ કર્યો હતો.
આ પણ વાચો : સાવધાન ગુજરાત આયુષમાન કાર્ડ કાઢવાના નામે લુંટી લેતી એજન્સીઓ
તેમ છતાં જામનગર મેડિકલ કોલેજના અધ્યાપક પોતાના ઘરે ઉત્તરવહીની ચકાસણી કરી રહ્યા હોવાનું ધ્યાને આવતા યુનિવર્સિટી ના કુલપતિ પ્રો.નીતિન પેથાણી એ જણાવ્યું કે આ એમબીબીએસના ત્રીજા વર્ષની ઉત્તરવાહી ચકાસણી કોઈ પણ અઘ્યાપક પોતાના ઘરે ચકાસી શકશે નહીં. આ અંગે વધુમાં જણાવ્યું કે આ અંગે રિપોર્ટ કરવાનું સૂચન આપ્યું છે અને જો બેદરકારી બહાર આવશે તો અઘ્યાપક્ષ સામે પગલાં લેવામાં આવશે.
One Comment