કોરોના સમયે તમારી ઇમ્યુનીટી વધારવાના ઉપાય, જાણો કઈ રીતે

કોરોના સમયે તમારી ઇમ્યુનીટી વધારવાના ઉપાય, જાણો કઈ રીતે

પરમેશ્વર માનવીનું સર્જન કરી આ પૃથ્વી પર મોકલતી વેળાએ હવા, પાણી અને ખોરાકની વ્યવસ્થા કરી આપી. તેના શરીરમાં રહેલા સૂક્ષ્મ જીવાણું, બેક્ટેરિયા, વાયરસ અને એલર્જી કરનાર પદાર્થો માનવીને અનેક પ્રકારના રોગો કરે છે.

માનવીની રોગપ્રિકારક શક્તિ વધે એ માટે ખોરાકમાં વિટામિન અને મિનરલ્સ લેવા જ પડે છે. તે તેને તાજા ફળો અને લીલા શાકભાજી માંથી મળે છે.

શ્રેષ્ઠ ‘એન્ટી ઑક્સિડન્ટ’ હવામાં રહેલો પ્રાણવાયુ ગણાય તથા ફળો અને શાકભાજી મળતાં બીજા પાવરફુલ ઍન્ટિ-ઑક્સિડન્ટ વિટામિન એ,વિટામિન સી,વિટામિન સી, લેનિયમ, ઝીંક અને આર્યન મિલ્સ ગણાય છે.

હવે સમજવાની વાત :

માનવીએ આજીવન તંદુરસ્ત રહેવું હોય તો શરીરના નાના-મોટા દરેક અંગોના અગણિત કોષને પૂરતો પ્રાણવાયુ મળી રહે તે અત્યંત આવશ્યક છે. તેના માટે રોજ પોતાની પસંદગીની 30 થી 40 મિનિટ કસરત કરવી જોઇએ. જેનાથી ઓક્સિજન મળવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધશે કારણ આગળ જણાવ્યા પ્રમાણે ઓક્સિજન એ ખૂબ શક્તિશાળી એન્ટિઓક્સિડન્ટ છે.

હવે બીજા ઓક્સિડન્ટની વાત :
  • વિટામિન A – બધા જ પીળા ખોરાકમાં લઈ શકાય તેવા પદાર્થો ગાજર, પપૈયું, નારંગી, લાલ કોબીજ અને લીલા પાંદડાવાળા શાકભાજી.
  • વિટામિન C – સીબધાજ પ્રકારના ખાટા ફળો લીંબુ,નારંગી, મોસંબી, જામફળ, મરી, કિવી,આમળા, સ્ટોબેરી,પાઈનેપલ વગેરે.
  • વિટામિન E – લીલા પાંદડાવાળા શાકભાજી, બદામ,સૂર્યમુખીના બી ,બધા પ્રકારનો સૂકોમેવો, ટમેટા,એવોકેડો, ફ્રુટ, પાલક અને બ્રોકોલી.
  • સેલેનિયમ – મશરૂમ, બાલી, આખું અનાજ, ઈંડું અને અખરોટ.
  • ઝીંક – પાલખ,તલ, કોળાનાબી, લીલા વટાણા,બેકડ બિંસ,કાજુ, આઈસ્ટર અને ચિકન.
  • આર્યન (લોહ) – બદામ,જરહલું, લાલ ચોખા કોલાનાબી, મગફળી અને ચિકન.
ખાસ વાત :

રોજની દિનચર્યામાં તમારા શરીરમાં રહેલા સાત દરવાજા – આંખ, નાક, મો, ચામડી, મળદ્વાર અને મૂત્રદ્વારા મારફતે શરીરને નુકશાન કરનારા એલર્જી કારક પદાર્થથી દુર રહેજો.

Similar Posts

Leave a Reply

Your email address will not be published.