સાવધાન : ક્રિપ્ટો કરન્સીસ પર પ્રતિબંધની તૈયારીઓ !

સાવધાન : ક્રિપ્ટો કરન્સીસ પર પ્રતિબંધની તૈયારીઓ !
તાજેતરના દેશમાં ક્રિપ્ટો કરન્સીસના વધી ગયેલા વેપારને ધ્યાનમાં રાખી ભારત સરકારે તેના પર પ્રતિબંધ લાદવા વિચારણા કરી રહ્યા છે. આ બાબત નું બિલ કેબિનેટમાં રજૂ કરી તેને સંસદમાં રજૂ કરાશે. એશિયાના કેટલાક દેશોએ આ વેપાર માટે પ્રતિબંધ મુકવાના બદલે તેને નિયમ હેઠળ ચાલુ રાખવાનું પસંદ કર્યું હતું.

અવાર નવાર ગેરનીતીઓ આવતા 2018 થી તેના પર પ્રતિબંધ મૂક્યો હતો પરંતુ આ અંગે સુપ્રીમ કોર્ટમાં કેસ જતા રિઝર્વે બેન્ક આ કેસ હારી ગઇ હતી.

તાજેતરના લોકડાઉન માં એટલે કે માર્ચ એપ્રિલ દરમિયાન ક્રિપ્ટો કરન્સીસ ના વેપારમાં 450 ટકા વધારો થયાનું મનાય છે. આર્થિક મંદીના કારણે લોકો રોજગારી ગુમાવી ઘરે બેસીને કમાવવાના સાધન તરીકે મોટી સંખ્યામાં લોકોએ ક્રિપ્ટોકરન્સીસ તરફ આગળ ગયા છે. અંદાજે ભારતના 17 લાખ લોકો આ વેપાર કરે છે અને સાથે સાથે અનેક કંપનીઓ વેપાર માટે પ્લેટફોર્મ તૈયાર કરી છે.

આ પણ વાચો : ગરીબોની કસ્તુરી એ ફરી લોકોને રડાવવાનું શરુ કર્યું

ક્રિપ્ટોકરન્સીસ વેપારને અટકાવવો હસે તો કાયદા મારફતે તોજ તે અસરકારક નીવડશે એમ સરકારી સૂત્રોએ જણાવ્યું હતું.

Similar Posts

Leave a Reply

Your email address will not be published.