3700 કરોડ નું પેકેજ જાહેર રૂપાણી સરકારની મોટી જાહેરાત 27 લાખ ખેડૂતોને લાભ
આ વર્ષે મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા, પરંતુ આ વરસાદની સિઝનમાં પડેલા ભારેથી અતિભારે વરસાદને કારણે ૪૦ લાખ જેટલા પાક વિસ્તારોમાં ખેડૂતોના પાકને નુકશાન થયું છે. આ નુકસાન ભરપાઈ કરવા રાજ્ય સરકારે ૩૭,૦૦૦ કરોડનું પેકેજ ખેડૂતો માટે જાહેર કર્યું છે. કપાસ, મગફળી, તલ, બાજરી, કઠોળ અને શાકભાજી રાજ્યોના મુખ્ય પાકો છે. આ વર્ષે ખેડૂતોને મહેનત…

આ વર્ષે મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા, પરંતુ આ વરસાદની સિઝનમાં પડેલા ભારેથી અતિભારે વરસાદને કારણે ૪૦ લાખ જેટલા પાક વિસ્તારોમાં ખેડૂતોના પાકને નુકશાન થયું છે. આ નુકસાન ભરપાઈ કરવા રાજ્ય સરકારે ૩૭,૦૦૦ કરોડનું પેકેજ ખેડૂતો માટે જાહેર કર્યું છે. કપાસ, મગફળી, તલ, બાજરી, કઠોળ અને શાકભાજી રાજ્યોના મુખ્ય પાકો છે. આ વર્ષે ખેડૂતોને મહેનત માથે પડી છે, અતિભારે વરસાદથી પાકને નુકસાન થયું છે માટે સરકાર તરફથી ખેડૂતો માટે આ મોટી સહાય જાહેર કરી છે.
ગુજરાત રાજ્યના ધરતીપુત્ર માટે આ વર્ષે ખરીફ ઋતુમાં ભારે વરસાદ થી થયેલા નુકસાન સામે ઉદાર પેકેજની જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણી કરેલી સાથે સાથે ગૃહ તરીકે ચૌદમી વિધાનસભા સત્રના પ્રથમ દિવસે નિયમ ૪૪ અન્વયે નિવેદનમાં જણાવ્યું હતું. સાથે ઉમેર્યું હતું કે રાજ્યમાં ચાલતા ચોમાસાની શરૂઆત સારી અને સમયસર થયેલી હતી, ત્યારબાદ તબક્કામાં ખેતીને વાતાવરણ અનુકુળ થાય તેવો વરસાદ પણ થયેલો જેથી રાજ્યના તમામ જિલ્લામાં ખૂબ સારો એવો પાક થવાની આશા હતી.
ઓગષ્ટ ૨૦૨૦ માં રાજ્યના કેટલાક તાલુકાઓમાં ભારે વરસાદને કારણે ખેતરોમાં ઉભેલા પાકમાં પાણી ભરાવાને પરિણામે ખેતી પાકોને ભારે નુકસાન થયેલું. આ નુકશાન સહાય માટે રાજ્યના ધરતીપુત્રોએ સંગઠન દ્વારા રજૂઆતો કરેલી અને અંતે સર્જનાત્મક પ્રતિસાદ આપવા ગુજરાત રાજ્ય મોટી સહાય પેકેજ આપ્યું છે. ઉપરાંત ખેડૂતોની ૩૩ ટકા અને તેથી વધારે પાક નુકસાન થયેલું હશે તો આ સહાય આપવાની રાજ્ય સરકારની વિચારણા હેઠળ હતી.
કૃષી વિભાગ દ્વારા સર્વેના અવલોકન સંદર્ભ માં રાજ્યના ૨૦ જિલ્લાઓના ૧૨૩ તાલુકાના અંદાજિત ૫૧ લાખ હેકટર વાવેતર પૈકી સહાય ધોરણે પાત્ર થશે. આ માટે રૂપિયા ૩૭૦૦ કરોડની સહાય પેકેજ ધરતીપુત્રને મળેલ છે. ઓછી જમીન ધારક હોય તો પણ તેને ૫૦૦૦ રૂપિયા રાજ્ય સરકાર દ્વારા સહાય પેટે ચૂકવાશે.
બેરોજગાર લોકો ખાસ વાચો : બેરોજગાર છો તો ચિંતા કરોમાં ! આ યોજના હેઠળ મળશે ૩ મહિનાનો 50% પગાર જાણો કેવી રીતે
સહાય અરજી કરવાની રીત
- ૧/૧૦/૨૦૨૦ થી આ સહાય માટે પોર્ટલ ખુલ્લું મુકવામાં આવશે.
- સાથે સાથે ઓનલાઈન અરજી ખર્ચ રાજ્ય સરકાર પેઠે જશે.
- ખેડૂતો પોતાના નજીકના ઇ ગ્રામ કેન્દ્ર પરથી અરજી કરી શકશે.
- આ સહાય સીધી ખેડૂત મિત્રના ખાતામાં ઓનલાઇન જમા થશે.
One Comment