હોમગાર્ડ કે ટીઆરબી લાઈસન્સ માંગે તો કરો આ નંબર પર કોલ
રાજ્યના શહેરમાં ટ્રાફિક પોલીસની મદદ માં દર ચાર રસ્તા પર સહાયક તરીકે હાજર રહેતા હોમગાર્ડ જવાનો તથા ટ્રાફીક બ્રીગેડના કર્મચારીઓ વાહન ધારક પાસે જો લાયસન્સ, આરસીબુક કે પીયુસુની માગણી કરે તો સીધા જ પોલીસ કંટ્રોલરૂમને એટલેકે ૧૦૦ નંબર પર કોલ કરવો. રાજ્યમાં ઘણી જગ્યાએ પોલીસ કંટ્રોલરૂમ પર આવેલા સીસીટીવીના આધારે જોવા મળ્યું હતું કે, આઠ…

રાજ્યના શહેરમાં ટ્રાફિક પોલીસની મદદ માં દર ચાર રસ્તા પર સહાયક તરીકે હાજર રહેતા હોમગાર્ડ જવાનો તથા ટ્રાફીક બ્રીગેડના કર્મચારીઓ વાહન ધારક પાસે જો લાયસન્સ, આરસીબુક કે પીયુસુની માગણી કરે તો સીધા જ પોલીસ કંટ્રોલરૂમને એટલેકે ૧૦૦ નંબર પર કોલ કરવો.
રાજ્યમાં ઘણી જગ્યાએ પોલીસ કંટ્રોલરૂમ પર આવેલા સીસીટીવીના આધારે જોવા મળ્યું હતું કે, આઠ જેટલા ટીઆરબી અને છ જેટલા હોમગાર્ડ ટ્રાફિક જવાનો હાજર પર વાહન ચાલકો પાસેથી અનેક અગત્યના દસ્તાવેજોની એટલે કે લાઇસન્સ, પીયુસી, આરસીબુક ની માંગણી કરતા હોવાનું જણાયું હતું.
અમદાવાદ ટ્રાફિકમાં ૩૬૮ જેટલા ટ્રાફિક પોઇન્ટ છે. આ પોઇન્ટ પર ૧૦૩૦ જેટલા ટ્રાફિકપોલીસ ફરજ બજાવે છે. સાથે સાથે સહાય તરીકે શાખામાં ૪૦૦ જેટલા હોમગાર્ડને ૬૦૦ થી ૭૦૦ જેટલા ટ્રાફિક બ્રિગેડ જોવાનો ફરજ પર હાજર હોય છે. તેઓ માત્ર ને માત્ર ટ્રાફિકના નિયમન અને ટ્રાફિક જામ ન થાય તે વ્યવસ્થા કરવા માટે નિયુક્ત કરવામાં આવ્યા હોય છે, નહીં કે વાહન ધારકો ને ખોટી રીતે હેરાન કરવા માટે.
આ પણ વાચો : ક્રિકેટ વિશ્વમાં લોકપ્રિય એટલા માટે બની કે
આવા કિસ્સા દરમિયાન જો વાહન ધારક પાસેથી હોમગાર્ડ કે ટીઆરબી જવાનો અગત્યના દસ્તાવેજોની માગણી કરે તો તરત ૧૦૦ નંબર પર અથવા કંટ્રોલ રૂમ પર ફરિયાદ કરી શકાશે. આવી ફરિયાદો બાદ ટ્રાફિકના જેસીપી હરેકૃષ્ણ અમદાવાદએ સૂચના જારી કરી હતી કે, સીસીટીવીમાં દેખાય તે રીતે હોમગાર્ડ અને ટીઆરબી ના જવાનોને કામ કરવાનું રહેશે સાથે ઉમેર્યું કે આવા શંકાસ્પદ કામગીરી કરતા જવાનોની જરૂર જ નથી.
One Comment