પેશાબની બળતરા અને દુઃખાવાથી તરત જ રાહત, કરો આ ઉપચાર

પેશાબની બળતરા અને દુઃખાવાથી તરત જ રાહત, કરો આ ઉપચાર

પાણી આપણા શરીર માટે ખૂબ જ જરૂરી તત્વ છે. જો પાણીને સાચી માત્રામાં પીવામાં આવે તો પાણી જ આપને ઘણી બધી બિમારીઓથી બચાવી  રાખે છે. વધુ પ્રમાણમાં પાણી પીવાથી ઘણી બધી બીમારીઓ મળમાર્ગ એટલે કે પેશાબ માં જ બહાર નીકળી જાય છે પણ મહિલા અને પુરુષો માં ઘણી વખત પેશાબમાં બળતરા અને દુખાવો જોવા મળે છે. આ બળતરાને આપણે ઉનવા તરીકે ઓળખીએ છીએ એના કારણે પેશાબ મા દુખાવો અને બળતરા નો અનુભવ થાય છે જો તમને પણ ઉનવા ની સમસ્યા હોય તો જાણીએ ઉનવા થવાના કારણો કેમ થાય છે બળતરા અને દુખાવો.

બળતરા અને દુખાવો કેમ થાય છે ?

આ સમસ્યા થવાનું કારણ મોટા ભાગે પાણી પણ હોઈ શકે સાથે સાથે યુટીઆઈમાં ચેપ, અંડાશયમાં અથવા કિડની ની પથરી જેવા કારણો હોઈ શકે ચાલો જાણીએ તેના અમુક ઉપચાર.

1. લીંબુ પાણી પીવાથી રાહત

પેશાબ કરતા સમયે બળતરા અને  દુખાવાથી છુટકારો મેળવવા માટે લીંબુ અસરદાર છે. દરરોજ સવારે ખાલી પેટ એક ગ્લાસ ગરમ પાણી ૧ લીંબુ નો રસ અને મધ નાખો અને તેને પીવો તમને સમસ્યામાં રાહત મળશે.

2. વધારે પ્રમાણ માં પાણી પીવો

પાણી દરેક બિમારીનો ઉપચાર છે. ચામડીની બીમારી માંડવી શરીરના કોઈપણ રોકો પાણી પીવાથી સારા થઈ જાય છે માટે જ્યારે તમને પેશાબમાં બળતરા દુખાવો થાય ત્યારે વધારે માત્રામાં પાણી પીવું. દિવસમાં આઠથી દસ ગ્લાસ પાણી પીવું. જરૂરી નથી તમે પાણી એક સાથે પીઓ પણ અલગ અલગ સમયનું ટાઈમ ટેબલ બનાવીને પણ પી શકો.

3. કાકડી નો રસ

કાકડીનો રસ પીવાથી આ સમસ્યામાં ઘણી બધી રાહત મળી રહે છે. તમારે એક કાકડીનો રસ કાઢવાનો છે અને તેમાં એક ચમચી મધ અને લીંબુનો રસ નીચોવાનો છે. આ જ્યુસને પીવાથી શરીરમાં પાણીની કમી પૂરી થાય છે. આ  જ્યુસ દિવસમાં બેથી ત્રણ વાર પી શકો છો.

4. નાળિયેર  નું પાણી

ઘણા લોકો આખા દિવસમાં વધારે માત્રામાં પાણી નથી પી શકતા તેવામાં તમે તમારા શરીરમાં પાણીની ઉણપ પૂરી નથી કરી શકતા તો તમે નારિયેળ પાણી નું સેવન કરો જેનાથી તમારા શરીરમાં પાણીની ઊણપ પૂરી થાય અને બળતરા અને દુખાવામાં રાહત થાય.

5. એલચી નુ સેવન

એલચી માં ઘણા બધા ગુણધર્મો હોય છે. એલચીના સેવનથી પેશાબમાં થતી બળતરા અને દુખાવામાં રાહત થાય છે. માટે તમે એલચીવાળી ચા પી શકો જો તમે ચા નથી પીતા તો દૂધ પણ પી શકો. એલચી ને ચાવી ને પણ ખાઈ શકો છો જેનાથી પેશાબમાં થતી બળતરા અને દુખાવામાંથી છુટકારો મળશે.

6. દહી નુ સેવન

દહી આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તમારા દૈનિક આહાર માં દહીં 1 થી 2 કટોરા નું સેવન જરૂર કરો.

7. સફરજન નું જ્યુસ

ઘરેલુ ઉપચાર ની વાત કરીએ તો સફરજનનું જ્યુસ ઘણી બધી બીમારીઓ માં વપરાય છે. ઉનવા એટલે કે પેશાબમાં થતી બળતરા દુખાવા થી રાહત મેળવવા માટે સફરજનનો ઉપયોગ કરી શકો છો.આ જ્યુસ બનાવવા માટે એક ગ્લાસ ગરમ પાણી એક નંગ સફરજનનો રસ અને એક ચમચી મધ ભેળવી પીવું જે પેશાબમાં થતી બળતરા અને દુખાવામાં મદદ કરે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published.