આ 5 વૃક્ષો વાસ્તુદોષ ને પણ રાખે છે દૂર, જાણો કયાં ક્યાં
પર્યાવરણ ને સુરક્ષિત રાખવા માટે ઘરની આજુબાજુ વૃક્ષ છોડ હોવા જરૂરી છે, કારણ કે તે આપણને તથા પર્યાવરણ ને પ્રદુષણ થી બચાવે છે. અમુક વૃક્ષો આપણા જીવનમાં બહુ ઉપયોગી હોય છે તથા તે વાસ્તુદોષ પણ દૂર કરે છે. પીપળો (Pipal) ઘરમાં પીપળાનું વૃક્ષ પશ્ચિમ દિશામાં શ્રેષ્ઠ ફળ આપનારું માનવામાં આવે છે. જે લોકો ઘરમાં કુંડામાં…

પીપળો (Pipal)
ઘરમાં પીપળાનું વૃક્ષ પશ્ચિમ દિશામાં શ્રેષ્ઠ ફળ આપનારું માનવામાં આવે છે. જે લોકો ઘરમાં કુંડામાં પીપળાનું વૃક્ષ ઉછેરીને તેની પૂજા કરે છે તેવા લોકો એ પણ કુંડાને ઘરની પશ્ચિમ દિશા તરફ વધારે હોય છે, તેથી જ પીપળાનું વૃક્ષ હંમેશા મકાનની પશ્ચિમ દિશા માં ઉછેરવું જોઈએ.
આસોપાલવ (અશોકવૃક્ષ) (Asopalav)
આ વૃક્ષ ઘરની ઉત્તર દિશામાં વાવવું શુભ હોય છે. તેને ઘરમાં ઉછેરવાથી ઘરમાં ઉછેરેલા અન્ય વૃક્ષોના અશુભ દોષ સમાપ્ત થઇ જાય છે.
કમળ (Lotus)
ઘરના ઈશાન દિશાના ખૂણામાં થોડી જગ્યા છોડીને એક નાનકડું તળાવ બનાવીને તેમાં કમળ ઉછેરવાથી તે ઘરમાં લક્ષ્મીજીનો વાસ થાય છે તથા ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે.
કેળ (Banana)
ઘર ની દીવાલોમાં કેળનું વૃક્ષ ઉછેરવું શુભ હોય છે. કેળની પાસે તુલસીનો છોડ ઉછેરવાથી શુભ ફળમાં અનેકગણી વૃદ્ધિ થાય છે. ઈશાન ખૂણામાં વાવેલા કેળના છોડની નીચે અભ્યાસ કરવાથી યાદશક્તિ વધે છે.
આ એક અદ્ભુત કહાની : ચાણક્ય નીતિ: દરેક મનુષ્યે વાદળો પાસેથી પૈસાની લેવડ-દેવડ શીખવી જોઈએ, પૈસાની ખોટ ક્યારેય નહીં થાય
નારિયેળી (Coconut)
નારિયેળીને ઘરની સીમમાં ઉગાડવી ઉત્તમ હોય છે. ઘરના આંગણામાં કે આજુબાજુમાં નારિયેળી હોય તો તે ઘર માં રહેવાવાળા ના માન પ્રતિષ્ઠા માં વૃદ્ધિ તથા ઉન્નતિ થાય છે.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ખબર ,જાણવા જેવું ,લાગણીસભર વાર્તાઓ, હેલ્થ, ફિલ્મિ ટિક્ટોક ,બ્યુટી, ધાર્મિક વાતો, રસોઈ ની રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે લાઈક કરો એકતા ન્યૂઝ