ખેડૂતો માટે સહાય : ઓગસ્ટ માસમાં ભારે વરસાદથી થયેલ નુકસાન માટે ખેડૂતોને સહાય કૃષિ રાહત પેકેજ
ચાલુ વર્ષ દરમિયાન ખરીફ ઋતુમાં ચોમાસાની શરૂઆત સારી અને સમયસર થયેલી જે ધરતીપુત્રો માટે સારા ઉત્પાદનના સંજોગો હતા. પરંતુ ઓક્ટોબર દરમિયાન રાજ્યના અલગ અલગ તાલુકામાં ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાવાથી પાક નિષ્ફળ રહ્યો હતો એવા અહેવાલ હતા. અંગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નુકસાન થયેલ પાક આલેખન મુજબ અસરગ્રસ્ત જિલ્લા, તાલુકાઓમાં ઉદભવેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઈ…

ચાલુ વર્ષ દરમિયાન ખરીફ ઋતુમાં ચોમાસાની શરૂઆત સારી અને સમયસર થયેલી જે ધરતીપુત્રો માટે સારા ઉત્પાદનના સંજોગો હતા. પરંતુ ઓક્ટોબર દરમિયાન રાજ્યના અલગ અલગ તાલુકામાં ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાવાથી પાક નિષ્ફળ રહ્યો હતો એવા અહેવાલ હતા.
અંગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નુકસાન થયેલ પાક આલેખન મુજબ અસરગ્રસ્ત જિલ્લા, તાલુકાઓમાં ઉદભવેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઈ ખેડૂતોના પાક નુકસાન અન્વયે આ સહાય આપવાનું જરૂરી જણાતા મહેસુલ વિભાગ અને રાજ્ય બજેટમાંથી આ કૃષિ રાહત પેકેજ આપવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી.
રાજ્યના 20 જિલ્લાના 123 તાલુકાના ખાતેદારને જેના પાકને 33% ટકા કે તેથી વધુ નુકસાન હોય તેવા ખેડૂતોને 1000 હજાર પ્રતિ હેક્ટર લેખે મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય ચુકવણી રહેશે. બિનપિયત પાક તરીકે 6800 પ્રતિ હેક્ટર લેખે મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં ચૂકવવાના રહેશે. તેમજ તફાવત રકમ 3200 પ્રતિ હેકટર લેખે મહત્તમ ૨ હેક્ટરની મર્યાદાના રાજ્યના બજેટમાંથી ચુકવવાની રહેશે. જે જમીન ધારક SDRF ધોરણ મુજબ જો સહાય 5000 કરતા ઓછી હોય તો તેને ખાતા દીઠ ઓછામાં ઓછા પાંચ હજાર ચૂકવવાના રહેશે.
અરજી કરવા માટે માહિતી :
- રાહત પોર્ટલનો લાભ મેળવવા માટે ખેડૂતે નિયત અરજી પત્રક નમૂનામાં ગામ નમૂના નંબર ૮/અ, તલાટી નો વાવેતર નો દાખલો/ ગામ નમુના નંબર ૭-૧૨, આધાર નંબર, મોબાઈલ નંબર, બેન્ક ખાતા નંબર.
- સંયુક્ત ખાતા ખાતેદારો પૈકી એક જ ખાતેદારને લાભ અપાય તે અંગે અન્ય ખાતેદારોની સહી વાળો ના-વાંધા અંગેનુ સંમતિપત્ર વગેરે વિગતો સાથે તાલુકા વિકાસ અધિકારીને સંબોધીને તારીખ 01 ઑક્ટોબર 2020 થી તા. 31 ઓક્ટોબર 2020 સુધીમાં ડીજીટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. ખેડૂતે અરજી કરવા માટે કોઈપણ ચુકવણું કરવાનું રહેશે નહીં.
વિકાસ યોજના જાનીલ્યો : ખેડૂતો માટે યોજના : કિસાન વિકાસ પત્ર યોજના 1000 રૂપિયાનું રોકાણ કરો અને મેળવો
- ચાલુ વર્ષ-2020 દરમિયાન જે પાક નુકશાનની બાબતે SDRF માંથી સહાય મેળવી હશે તો તેવા ખાતેદારને આ પેકેજ અંતર્ગતસહાય મળવાપાત્ર નથી.
- ખાતેદાર જો એક કરતાં વધુ ખાતા ધરાવતો હશે તો પણ એકજ વાર સહાય મળવાપાત્ર થશે.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ખબર ,જાણવા જેવું ,લાગણીસભર વાર્તાઓ, હેલ્થ, ફિલ્મિ ટિક્ટોક ,બ્યુટી, ધાર્મિક વાતો, રસોઈ ની રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે લાઈક કરો એકતા ન્યૂઝ
One Comment