જાણો અમદાવાદ ના ક્યાં વિસ્તારોમાં 10 વાગ્યા પછી લોકડાઉન રહેશે
ગુજરાતભરમાં છ માસ પછી પણ કોરોના વધુને વધુ ઘાતક બનીને ધૂમ મચાવી રહ્યો છે ત્યારે સરકારનું અનલૉક 4 પણ પૂરું થશે. કોરોના સંક્રમણ ફેલાતો અટકાવવા કેટલાક રાજ્યોમાં સ્વયંભૂ તો કેટલાક શહેરોમાં સરકાર દ્વારા લોકડાઉન માટેના નિર્ણયો લે છે. એમનું અમદાવાદ શહેર સંક્રમણમાં મોખરે છે. કેસ ઘટવાને બદલે દરરોજ કેસોની સંખ્યામાં વધારો જોવા મળે છે. સરકારના નિયમો નું પાલન કરવા છતાં કોરોના પાછો પડે તેમ લાગતું નથી થી કોરોના લોકડાઉન કરાવતો હોય તેવું લાગે છે.
અમદાવાદ શહેરના ૨૭ વિસ્તારોમાં રાત્રે 10:00 વાગ્યા પછી કોઈ પણ દુકાનો ખુલ્લી નહીં રહે. જેમાં દવાની દુકાન અપવાદ છે. તેમ (OS) ડોક્ટર રાજીવ ગુપ્તા દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. યુવાનોના ટોળાઓ કાફે અને રેસ્ટોરન્ટમાં ભીડ જામતી હોવાથી ફરિયાદો સામે રાવ ઉઠી છે, જેને કારણે કોરોનાના પગ પેસારાને અટકાવવા આ નિર્ણય લીધો હતો.
દેશમાં અનલૉક ૫ લાગુ થાય તે પહેલા અમદાવાદમાં રાત્રે અમુક વિસ્તારોમાં ભીડ એક્ઠી ન કરવા દેવાની કવાયત શરૂ થઇ ગઇ છે. તેવામાં આજે બહાર પડેલા એક આદેશમાં ભીડવાળા વિસ્તારોના નામ આપી જુદાજુદા પદાધિકારીઓની હાજરીમાં ડોક્ટર ગુપ્તાએ આ નિર્ણય કર્યો છે. અગાઉ ડૉ. ગુપ્તાએ પાંચ દિવસ પહેલા સંકેતો આપતા કહ્યું હતું કે, કેટલાક લોકો સરકારના નિયમો નું પાલન કરતા નથી તો અમુક લોકો માસ્ક વીના ફરિયા કરે છે તેવું મ્યુનિસિપલ કોર્પોરેશનના ધ્યાનમાં આવ્યું હતું.
આ પણ વાચો : સૌરાષ્ટ્રમાં કોરોના બન્યો વધુ ખતરનાક 443 નવા કેસ, 27 ના મોત
ક્યાં વિસ્તારોમાં 10 વાગ્યા પછી લોકડાઉન રહેશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જણાવ્યું કે લોકોની સલામતી માટે અને કોરોનાના સંક્રમણને અટકાવવા માસ્ક પહેરે, સોશિયલ ડીસ્ટિંગનું પાલન કરે અને મોટા ગ્રુપમાં એકઠા ન થાય તેવી અપીલ સાથે સિંધુ ભવનરોડ, એસ.જી.હાઈવે, પ્રહલાદ નગર અને રિંગરોડ પરના વિસ્તારોમાં રાત્રીના દસ વાગ્યા બાદ લોકડાઉનનો નિર્ણય લીધો છે.