ખેડૂતો માટે યોજના : કિસાન વિકાસ પત્ર યોજના 1000 રૂપિયાનું રોકાણ કરો અને મેળવો
દેશના ખેડૂતોને અને નાગરિકો માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ શરૂ કરવામાં આવી છે. જેના ફાયદાઓ દેશના કરોડો યોજનાનો લાભ લેનાર માટે છે. એમાની એક “કિસાન વિકાસ પત્ર યોજના” 1000 રૂપિયાનું રોકાણ કરી યોજનાનો લાભ લઈ શકાય છે. આ કિસાન વિકાસ પત્ર યોજના પોસ્ટ ઓફિસ દ્વારા ખેડૂત અને અન્ય વ્યક્તિ લાભ લઇ…

દેશના ખેડૂતોને અને નાગરિકો માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ શરૂ કરવામાં આવી છે. જેના ફાયદાઓ દેશના કરોડો યોજનાનો લાભ લેનાર માટે છે. એમાની એક “કિસાન વિકાસ પત્ર યોજના” 1000 રૂપિયાનું રોકાણ કરી યોજનાનો લાભ લઈ શકાય છે.
આ કિસાન વિકાસ પત્ર યોજના પોસ્ટ ઓફિસ દ્વારા ખેડૂત અને અન્ય વ્યક્તિ લાભ લઇ શકે છે. સાથે સાથે ખેડૂતો માટે બીજી યોજનાઓ પણ હાલ શરૂ કરવામાં આવી રહી છે. આ યોજના અંતર્ગત તમે 1000 રૂપિયા થી રોકાણ કરી શકો છો. પૈસાની રકમની કોઇ મર્યાદા નથી. રોકાણ માટે બીજી બાજુ જોઈએ તો પોસ્ટ ઓફિસની યોજના રોકાણની દ્રષ્ટિએ ખૂબ જ વિશ્વાસનીય માનવામાં આવે છે કારણ કે અહી પૈસા સહી સલામત રહે છે.
કોઈ ખેડૂત લાંબાગાળાના રોકાણ માટે વિચારી રહ્યો હોય તો, તેમના માટે આ કિસાન વિકાસ પત્ર યોજના ખૂબ જ સારો વિકલ્પ સાબિત થઇ શકે છે. ઉપરાંત આ યોજના પાકવાની તારીખ 124 મહિનાની હોય છે.
કિસાન વિકાસ પત્ર યોજના શું છે?
આ કિશાન વિકાસ પત્ર યોજના સરકાર ચલાવે છે. જે સરકાર સંપૂર્ણ સુરક્ષાની ખાત્રી આપે છે. જે લાંબા ગાળાના રોકાણ ને પ્રોત્સાહિત કરવા અને લોકોને બચતમાટે પ્રોત્સાહન આપવા આ યોજના રજૂ કરવામાં આવી છે. આ કિસાન વિકાસ પત્ર ( પ્રમાણપત્ર ) દેશના કોઈપણ પોસ્ટ ઓફિસ પરથી ખરીદી શકાય છે.
યોજના સંબંધિત ખાસ બાબતો
- કિસાન વિકાસ પત્ર યોજનામાં રોકાણકારની ઉંમર ૧૮ વર્ષથી ઓછી ન હોવી જોઈએ.
- તેમાં સિંગલ અને જોઈન્ટ એકાઉન્ટ ની સુવિધા છે. સગીરનું ખાતુ ખોલવું હોય તો તે ખાતું વાલીએ સંભાળવું પડશે.
- આ યોજનાનો લાભ બધી જ વ્યક્તિ લઈ શકે છે. KVP યોજના હેઠળ 1000, 5000 અને રૂ 50000 સુધીના પ્રમાણપત્રો ખરીદી શકાય છે.
ખેડૂતો માટે નુકશાન ની સહાય યોજના : ખેડૂતો માટે સહાય : ઓગસ્ટ માસમાં ભારે વરસાદથી થયેલ નુકસાન માટે ખેડૂતોને સહાય કૃષિ રાહત પેકેજ
પૈસા કેટલા બમણા થશે?
KVP યોજના હેઠળ નાણાકીય વર્ષ 2021 પહેલા ક્વાર્ટરમાં વ્યાજદર 6.9 ટકા નક્કી કરાયો છે. જો તમે 5 લાખ રૂપિયા રોકાણ કરો તો તમને 124 મહિના પછી મેચ્યોરિટી પર 10 લાખ રૂપિયા મળશે.
આ યોજનામાં જરૂરિયાત પુરાવાઓ
- આધાર કાર્ડ
- પાનકાર્ડ
- ચૂંટણી કાર્ડ
- ઉપરાંત KVP એપ્લીકેશન ફોર્મ
One Comment