ડાયાબિટીસના આ ૫ લક્ષણોને અવગણતા નહીં નહી તો

ડાયાબિટીસના આ ૫ લક્ષણોને અવગણતા નહીં નહી તો

માણસ રોજ ને રોજ કોઇને કોઇ બીમારીનો સામનો કરતો આવ્યો છે તેનું કારણ રોજિંદા ખોરાક છે. આજના રોજીંદા જીવનમાં ભેળસેળ યુક્ત પદાર્થો અને ટેન્શનવાળી ભરેલી જિંદગી જીવતો થયો છે.

તેમાંનો એક રોગ ડાયાબિટીસ,આ એક ખૂબ જોખમી રોગ છે. આ રોગથી ભારતમાં લાખો લોકો પીડાય છે. WHO ના એક અહેવાલ અનુસાર આ રોગનો ભોગ બનનાર નો આંકડો બે કરોડથી પણ વધુ છે. આ રોગનું નિદાન સમયસર કરવામાં ન આવે તો ત્વચા, મગજ, આંખ જેવા અંગોને નુકસાન કરે છે. જો સુગર લેવલને કંટ્રોલ કરીએ તો આ રોગથી બચી શકાય છે. ખોરાકમાં બહુ સુગરની માત્રા લેવાથી આ બીમારી આપણા શરીરમાં પ્રવેશી શકે છે.

ડાયાબિટીસ ના લક્ષણો :

  • વારં વાર પાણીની તરસ લાગવી : પાણીની તરસ અને સતત બાથરૂમ જવું પડે, ત્યારે તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો, તે ટાઇપ-૨ ડાયાબિટીસ નું લક્ષણ બની શકે છે.
  • ઘા મટાડવું, મોડું થવું : શરીર પર લાગેલા ઘા ઝડપથી મટતા નથી, તો તે બ્લડ શુગર લેવલ ના વધેલા સ્તર ને કારણે હોઈ શકે છે.
  • ખૂચવા જેવી કળતર ની લાગણી : ઘણા લોકોને લાગે છે કે તેઓને શરીરમાં કશું ખૂંપી રહ્યું છે, અથવા કોઇ તીક્ષ્ણ પથ્થરો પર ચાલતા હોય એવું લાગતું હોય છે આવી સમસ્યા જણાય તો ડોક્ટર પાસે તપાસ કરાવી.
  • અચાનક વજનમાં ઘટાડો થઈ જવો : રોજિંદા જીવનમાં સારી રીતે ખોરાક અને પાણી ગ્રહણ કરતા હોય છતાં, તમારા શરીર નું વજન અચાનક ઓછું થતું જાય તો સાવચેત રહો તે ડાયાબિટીસના લક્ષણ હોઈ શકે છે ત્યારે તરતજ ડોક્ટરનો સંપર્ક કરવો.
  • આંખોમાં અસ્પષ્ટ  દેખાવું : વ્યક્તિની આંખો પણ બગડે છે. આંખ ફરતે કાળા ફોલ્લીઓ અથવા જોવામાં તકલીફ પડતી હોય તો તમને ડાયાબિટીસ હોઈ શકે છે. તરત ડોક્ટર પાસે પરિક્ષણ કરવો.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું

Bottom Ads