ગાંડાના ગામ હોય ? ફોટોઝ અપલોડ કરવા ઘેલા થતાં પહેલાં આ વિશે જાણી લો
કપલ ચેલેન્જ સાયબર ક્રિમિનલ્સ તમારા ફોટોગ્રાફ્સનો ઉપયોગ પોર્ન વીડિયોમાં કરે તો તમને વાંધો તો નથી ને? આફ્રિકાના મજૂરો મફતના ભાવે ગોલ્ડ અને ડાયમંડ આપી દે છે તેમ આપણે પણ મફતના ભાવે આપણા ગોલ્ડન ડેટા વેરી રહ્યા છીએ. માણસ એ વાનર અને ઘેટાં નો વંશજ છે એ નકલચી તો છે જ, ઘેટાથોન માં ગમે ત્યારે જોડાઈ…

કપલ ચેલેન્જ સાયબર ક્રિમિનલ્સ તમારા ફોટોગ્રાફ્સનો ઉપયોગ પોર્ન વીડિયોમાં કરે તો તમને વાંધો તો નથી ને? આફ્રિકાના મજૂરો મફતના ભાવે ગોલ્ડ અને ડાયમંડ આપી દે છે તેમ આપણે પણ મફતના ભાવે આપણા ગોલ્ડન ડેટા વેરી રહ્યા છીએ.
માણસ એ વાનર અને ઘેટાં નો વંશજ છે એ નકલચી તો છે જ, ઘેટાથોન માં ગમે ત્યારે જોડાઈ જાય અને ડગલેને પગલે ઘેટા સાથે પોતાનું પૂર્વ સંધાન સાબિત કરે છે. સારામાં સારી શિક્ષણ વ્યવસ્થા પણ માણસને અંદરના ઘેટાં થી અલગ પાડી શકતી નથી. ફેસબુક પરની કપલ્સ ચેલેન્જ (#Coupleschallenge facebook) આનું જીવંત ઉદાહરણ છે.
બે પાંચ આ ફોટો મુકો એટલે સડેડાટ ચાલુ થઈ જાય આગળ પાછળનો કોઈ વિચાર નહિ કે આ ફોટા થી ફાયદો શું? અને નુકસાન શું? કોણે કહ્યું આજની પબ્લિક પાસે સમય નથી સોશ્યલ મીડિયા ખોલીને જુઓ બધા ચોરે કુંડાળું વળીને ચોરે બેઠા હોય એમ ઓનલાઇન જોવા મળશે.
દર બે દિવસે ફેસબુક પર આવી ચેલેન્જ જોવા મળશે જાણે તમે પૂર્વજન્મમાં શું હતા? તમારા ચહેરા ક્યાં સ્લેબ સાથે મળતો આવે છે? આ બધી ચેલેન્જનો હેતુ વિશાળ ડેટા એકત્રિત કરવાનું છે. તમારું નામ, તમારી જન્મતારીખ, તમારા ચહેરાના હાવભાવ, ગમા-અણગમા, તમારી સાઇકોલોજી વગેરે બધું જ જાણવામાં આવે છે.
મુકેશ અંબાણીએ કહ્યું કે ડેટા ઇઝ ન્યુ ઓઇલ. ડેટા ની સરખામણી ખનીજ તેલ અથવા ગોલ્ડ સાથે કરી શકો. જે ડેટા ગોલ્ડ છે તેને આપણે સોશિયલ મીડિયામાં મૂકી દઈએ છીએ. જેમ આફ્રિકાના અશ્વેતો સોના અને હીરાના ખજાના પર બેઠા હોવા છતાં ગરીબ છે કારણ કે, તેને આની કિંમત ખબર નથી. તેઓ ચીનાઓને અને ભૂરાઓને બ્રેડના પેકેટની ભારોભાર સોનું અને ડાયમંડ આપી દે છે. આપણે પણ એ જ ખાણીયાંઓથી અલગ નથી.
ટીકટોક થકી આપણને લાગતું કે, આપણે સેલિબ્રિટી બની ગયા. પરંતુ એનો ઉપયોગ કરીને ચીને સૌથી શક્તિશાળી ફેસ રેકિગ્નેશન સિસ્ટમ ઊભી કરી દીધી. સફળતાની ચાવી એ જ છે કે તેને આંદોલનમાં રૂપાંતર કરી દો અને આપણે એવું જ કરીએ છીએ. આ ચાલાકીથી ડેટાનો સદુપયોગ થાય ત્યાં સુધી વાંધો નથી પરંતુ ટેન્શન ત્યારે થાય જ્યારે આપણી પ્રાયવસીનો ભંગ કરવામાં આવે.
ડીપ ફેક એવી ટેકનોલોજી છે જે અંતર્ગત કોમ્પ્યુટર આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ નો ઉપયોગ કરી ઇમેજ બનાવે છે જે કોઈપણ વીડિયોમાં કે ફોટોગ્રાફર માં સરળતાથી બીજો ચહેરો 100% એવો જ લગાડી શકાય.
આ પણ વાચો : જો તમે ઓનલાઈન છેતરપીંડીનો શિકાર બનો તો આટલું કરો
રેડીટ નામની વેબસાઈટ પર આવેલા 2018 ના એક વીડિયોમાં ફર્સ્ટ લેડી મિશેલ ઓબામાનો આવો જ એક વિડીયો પ્રસિદ્ધ થયો.જેમાં ફેક એપની મદદથી પોર્નવીડિયોમાં પોર્ન ગર્લ નો ચહેરો હટાવી શ્રીમતી ઓબામાનો ચહેરો લગાવી દેવાયો હતો. મિશેલ ઓબામાનું ડેટા પણ સલામત નથી તો આપણે કઈ ખેતીનું કેપ્સીકમ.
કપલ ચેલેન્જ અંતર્ગત અત્યાર સુધીમાં કેવળ ઇન્સ્ટાગ્રામ પર 40000 હજાર કરતા વધુ ફોટોગ્રાફ શેર થઈ ચૂક્યા છે. માટે તમારા પાર્ટનર જોડે ના ફોટોગ્રાફ શૅર કરતાં પહેલાં બે વાર વિચારજો. માટે કોઈપણ વેબ સાઈટ આપણો ડેટા શેર ન કરે તેની સાવધાની રાખીએ.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ખબર ,જાણવા જેવું ,લાગણીસભર વાર્તાઓ, હેલ્થ, ફિલ્મિ ટિક્ટોક ,બ્યુટી, ધાર્મિક વાતો, રસોઈ ની રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે લાઈક કરો એકતા ન્યૂઝ
One Comment