ખોવાયેલું આધાર કાર્ડ : જો આધાર કાર્ડ ખોવાઈ ગયું હોય, તો તમે ઘરે બેસીને ડિજિટલકોપિને ફરી કાઢી શકો છો, જાણો કેવી રીતે
આધારકાડ એક ચકાસણી પાત્ર બાર અંક ઓળખ નંબર ધરાવે છે. જે યુઆઈડીએઆઇ (UIDAI) દ્વારા ભારતના કોઈ પણ નીવાસીને મફતમાં સરકાર દ્વારા જાહેર કરાયેલ છે. આધારકાર્ડ નો અર્થ થાય છે ‘પાયો’. આધારકાડૅ ભારત દેશમાં વસતી વ્યક્તિની સેવા માટે અથવા વિવિધ યોજનાઓ ના લાભ મેળવવા માટે આ આધારકાર્ડ અતી આવશ્યક છે. તેથી આ આધારકાર્ડ મહત્વપૂર્ણ છે. આધારકાર્ડ…

આધારકાડ એક ચકાસણી પાત્ર બાર અંક ઓળખ નંબર ધરાવે છે. જે યુઆઈડીએઆઇ (UIDAI) દ્વારા ભારતના કોઈ પણ નીવાસીને મફતમાં સરકાર દ્વારા જાહેર કરાયેલ છે. આધારકાર્ડ નો અર્થ થાય છે ‘પાયો’.
આધારકાડૅ ભારત દેશમાં વસતી વ્યક્તિની સેવા માટે અથવા વિવિધ યોજનાઓ ના લાભ મેળવવા માટે આ આધારકાર્ડ અતી આવશ્યક છે. તેથી આ આધારકાર્ડ મહત્વપૂર્ણ છે. આધારકાર્ડ એ દરેક માનવીનો યુનિક નંબર છે.ઘણા સંજોગોમાં આધાર કાર્ડ ખોવાઈ જાય છે અથવા તો ક્યાંક મુકાઈ જવાથી પણ મળવું મુશ્કેલ બની જતું હોય છે.
સરકારી દફતરોમાં આધારકાર્ડ ફરજિયાત માંગ કરે છે તે દરમિયાન આધાર ઝેરોક્સ આપવાની રહેતી હોય છે. હાલ ડિજિટલ દ્વારા પણ આધાર પુરાવો રજૂ કરી કાર્ય સરળ બનાવી શકાય છે.જો આધાર કાર્ડ ખોવાઈ જાય તો આવા કાર્યમાં જરૂરી દસ્તાવેજોમાં પુરાવારૂપે ખોવાયેલ હોવાથી કામ અટકી શકે છે. યુનિક આઈડેન્ટી ફિકેશન ઓથોરિટી ઇન્ડિયા આધારકાર્ડ ડિજિટલ નકલો ડાઉનલોડ કરવાની મંજૂરી આપી છે. પોસ્ટ દ્વારા મળેલો આધારકાર્ડ જેટલું માન્ય છે તેટલુજ આ ડિજિટલ દ્વારા ડાઉનલોડ કરેલું આધાર કાર્ડ પણ માન્ય છે.
આ પણ વાચો : સરળતાથી કરો આધારકાર્ડ સાથે તમારો મોબાઈલ નંબર લીંક અથવા અપડેટ
હવે મેળવો ઝડપથી એક મિનિટમાં આધારકાર્ડ તમારા મોબાઇલમાં આ રહી સંપૂર્ણ સરળ પ્રક્રિયા સોફ્ટકોપી ડાઉનલોડ કરવાની રીત :
- યુઆઈડીએઆઇ UIDAI આધાર પોર્ટલ પર જઈ લોગીન કરો.
- મારો આધાર બટન પર ક્લિક કરી ત્યારબાદ આધાર મેળવો તે બટન પર ક્લિક કરો.
- ત્યારબાદ આધાર ડાઉનલોડ કરો તે લિંક પર ક્લિક કરો.
- નીચે આધારકાર્ડ ( યુઆઈડી), નોંધણી નંબર ( સીઆઈડી) અથવા તમારો વર્ચ્યુઅલ નંબર (વિઆઇડી) નંબર દાખલ કરો.
- નીચે દર્શાવેલ કેપ્ચા કોડ દાખલ કરી ઓકે આપવાથી તમારા નોંધાયેલા મોબાઈલ નંબર પર એક ઓટીપી (OTP) આવશે 6-અંકનો.
- આ ઓટીપી દાખલ કરી સર્વેમાં કેટલાંક સરળ પ્રશ્નોના જવાબ પણ આપવાના રહેશે.
- પ્રશ્નોના જવાબ પૂર્ણ કર્યા બાદ, હવે ચકાસણી માટે અને ડાઉનલોડ કરવાના વિકલ્પ પર ક્લિક કરો.
- ડાઉનલોડ પર ક્લીક કરવાથી તમારા મોબાઈલમાં તમારા આધાર કાર્ડની ડિજિટલ કોપી ડાઉનલોડ થઇ જશે. જે સરળતાથી મળી શકશે.
- ડાઉનલોડ કરેલા આધારકાર્ડ ખોલવા માટે ચકાસણી પાસવર્ડ દાખલ કરવાનું કહેશે.
- આ આધારકાર્ડ ડિજિટલ કોપી ખોલવા તમારે પાસવર્ડ માં, તમે ડાઉનલોડ કરેલા પેજ ની નીચે પાસવર્ડ વિષેની માહીતી મળશે. આ પાસવર્ડ તમારા નામના પ્રથમ ચાર અક્ષરો અને પછી તમારું જન્મ વર્ષ હશે જે ઓપન કરવા દાખલ કરવા પડશે.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ખબર ,જાણવા જેવું ,લાગણીસભર વાર્તાઓ, હેલ્થ, ફિલ્મિ ટિક્ટોક ,બ્યુટી, ધાર્મિક વાતો, રસોઈ ની રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે લાઈક કરો એકતા ન્યૂઝ
One Comment