માથા પર ટાલથી બચવું છે? તો ભૂલથી પણ વાળમાં આ વસ્તુ ના લગાડતા
કાળા અને રેશમી વાળ કોને ન ગમે! દરેક સ્ત્રી અને પુરૂષની ઈચ્છા હોય છે કે તેના વાળ સુંદર અને કાળા બને. અહીં વાળને ખરતા અને ગંજાપન થી બચવા ઘણા ઉપાયો બતાવ્યા છે. વાળને સુંદર, લાંબા અને કાળા રાખવા માટે લોકો અલગ-અલગ પ્રકારની વસ્તુઓ લગાડતા હોય છે. કારણ કે દરેક પુરુષ અને સ્ત્રી પોતાના વાળ મુલાયમ…

કાળા અને રેશમી વાળ કોને ન ગમે! દરેક સ્ત્રી અને પુરૂષની ઈચ્છા હોય છે કે તેના વાળ સુંદર અને કાળા બને. અહીં વાળને ખરતા અને ગંજાપન થી બચવા ઘણા ઉપાયો બતાવ્યા છે. વાળને સુંદર, લાંબા અને કાળા રાખવા માટે લોકો અલગ-અલગ પ્રકારની વસ્તુઓ લગાડતા હોય છે. કારણ કે દરેક પુરુષ અને સ્ત્રી પોતાના વાળ મુલાયમ કાળા અને લાંબા રાખવા ઇચ્છતા હોય છે અને વાળ એ એક શરીરનું ઘરેણું પણ છે.
ઘણા લોકોને ખબર હોતી નથી કે, આવી કેટલીક ચીજવસ્તુઓ ની જાણકારી વિના અથવા તો વ્યવસ્થિત રીતે વાળમાં લગાડે નહીં તો સરવાળે વાળને નુકશાન થાય છે એટલે કે ફાયદાની જગ્યાએ વાળ ખરવા લાગે છે અને વાળ સફેદ અથવા આછા થઈ જાય છે. વધારે પડતો વાળમાં કેમિકલ્સ અથવા અન્ય વસ્તુ વાળને અનુકૂળ મુજબ લગાવવામાં ના આવે તો નાની ઉંમરે પણ ટાલ પડી શકે છે. આ ટાલ થી બચવું હોય તો ચાલો જાણીએ અહીં કેટલીક વાળની માવજત.
- બેકિંગ સોડા – વાળ માટે આ બેકિંગ સોડા બહુ જ ફાયદાકારક છે. પરંતુ જો વાળમાં તેને વ્યવસ્થિત રીતે લગાવવામાં ન આવે તો વાળને નુકશાન કરે છે. આ બેંકિંગ સોડા લગાવતા પહેલા તેને ડાઈલ્યુંટ કરવું નહીતર વાળ નિસ્તેજ થઇ જશે જેથી વાળ ખરવા લાગશે. આસોડા બહુ સ્ટ્રોંગ હોય છે જેથી વાળને અનુરૂપ ઉપયોગ કરવો તેનું ધ્યાન રાખો.
- બીયર – વાળ માટે બિયર સારી માનવામાં આવે છે, પરંતુ જો તેને ડાઈલ્યુંટ કર્યા વિના વાળમાં નાખવા માં આવે તો વાળ ખરવા લાગે અને ટાલ પડી શકે છે.
- બટાકાનો રસ – બટાકામાં બ્લીચીંગ એજન્ટ હોય છે જેથી વાળમાં લગાવવાથી વાળ સફેદ અને આછા થવાની શક્યતા રહે.જેથી વાળમાં બટાકાનો રસ ભૂલથી પણ લગાવશો નહિ.
- વિનેગર – ઘણા લોકો અવળી અસર જાણ્યા વિના વાળમાં વસ્તુ લગાવતા થઈ જાય છે જેથી વાળને હાનિ પહોંચે છે. આ વિનેગર ડાઈલ્યુંટ વીના જો વાળમાં લગાવવામાં આવે તો વાળને ભારે નુકસાન થાય અને વાળ ખરવા લાગે છે.
કાળા અને સુંદર વાળ કરવા માટે ઉપાય
નવરાત્રિ મા તમારું કામ પૂરું કરશે આ ભૂલ : નવરાત્રીમાં ચહેરાની સુંદરતાને આ ઉપાયથી બનાવો ચમકદાર!
બસ ખાસ કંઈ નહી પણ આ બે વસ્તુ ખાસ જરૂર છે. એક નાળિયેરનું તેલ અને બીજું એલોવેરા. તો ચાલો શીખેયે તેલ બનાવતા જેમા એલોવેરા અને નારિયેળ બંને ના ફાયદા વાળ માટે ગુણકારી છે તેનાથી તમારા વાળ સુંદર અને મુલાયમ, કાળા, સરસ બનશે.
- એલોવેરા નું પાન લઈ તેની ઉપરની છાલ ઉતાર્યા બાદ અંદર રહેલા એલોવેરાને પાણીમાં દસ મિનિટ રહેવા દો.પછી તેને પાણીમાં સાફ કરી મોટા ટૂકડા પાડી આપો .આ પછી થોડું નારિયેળનું તેલ લઇ તેમાં એલોવેરા ના ટુકડા નાખી મિશ્રણને ગરમ કરો.ત્યાર બાદ આ મિશ્રણને ઠંડુ થવા દો.પછી એલોવેરાને પીસીને હાથથી મસળી દો સાથે સાથે એક ચમચી મેથીનો પાવડર પણ નાખો.
- હવે આ તેલ અઠવાડિયામાં બે-ત્રણ વાર વાળને અનુકૂળતા મુજબ માથામાં લગાવો આ મિશ્રિત તેલ વાળ માટે બહુ ફાયદા કારક છે જેથી તમારા વાળ સફેદ થતાં અટકાવશે અને વાળને પોષણ મળશે.
નોંધ: ઉપર આધારિત ઉપાયો લેતા પહેલા ડૉક્ટર ની સલાહ લેવી, આ માહિતી સર્વશ્વમાન્ય પર આધારિત છે.
One Comment