શુ પથરીની સમસ્યાથી પરેશાન છો? તો અપનાવો આ ઘરેલુ સરળ ઈલાજ
પથરી એ દર્દીઓમાં જોવા મળતો મહત્વનો કિડનીનો રોગ છે. પથરી થવાથી પેટમાં અસહ્ય દુખાવો થવો, પથરી કિડનીને નુકશાન કરે છે તેથી પથરીનો દર્દી સમયસર સારવાર ન લે તો શરીરને ખૂબ જ નુકસાન થાય છે. પથરી એટલે શું? પથરી એટલે એક નકામા પેશાબમાં ભરાતો ક્ણ છે. જે એકબીજા ભેગા થઈ જાય છે. અને સમયાંતરે પોતાનું સ્વરૂપ…

પથરી એ દર્દીઓમાં જોવા મળતો મહત્વનો કિડનીનો રોગ છે. પથરી થવાથી પેટમાં અસહ્ય દુખાવો થવો, પથરી કિડનીને નુકશાન કરે છે તેથી પથરીનો દર્દી સમયસર સારવાર ન લે તો શરીરને ખૂબ જ નુકસાન થાય છે.
પથરી એટલે શું?
પથરી એટલે એક નકામા પેશાબમાં ભરાતો ક્ણ છે. જે એકબીજા ભેગા થઈ જાય છે. અને સમયાંતરે પોતાનું સ્વરૂપ મોટું ધારણ કરી રેતીના નાના-મોટા કણ જેવડી બને છે. દર્દીમાં જોવા મળતી અમુક પથરી ગોળ અથવા લંબગોળ હોય છે જે પેશાબ વાટે બહાર નીકળી જાય છે અને દુખાવો પણ ઓછો થાય છે.
અમુક પથરી ખરબચડી હોવાથી દર્દીને ખૂબ જ દુખાવો કરે છે. જેથી મળ દ્વારા પેશાબમાં નીકળવી મુશ્કેલ બને છે અને તે પેટના અસહ્ય દુખાવા સાથે મૂત્ર દરમિયાન લાલ પેશાબ આવવું એ મુખ્ય કારણ પથરીના લક્ષણો બતાવે છે.
દર્દીમાં મુખ્યત્વે પથરી કિડની, મૂત્રવાહિની, મૂત્રાશય અને મૂત્ર નળી માં પણ જોવા મળતી આવે છે.
આપણા શરીરમાં પથરી થવાના મુખ્ય કારણો આ છે
- રોજિંદા જીવનમાં ઓછું પાણી પીવાની ટેવ હોય.
- અમુક કિસ્સામાં પથરી વારસાગત થાય છે.
- ખોરાકમાં ફળો અને લીલા શાકભાજી નું પ્રમાણ ઓછું અને ખોરાકમાં માંસાહારી અને ઑક્ષ્લેટ નું વધુ પડતું સેવન કરવાથી પથરી ની શક્યતા વધુ રહે છે.
- લાંબા સમય સુધી બેસી રહેવું અથવા પથારીવશ રહેવાથી પથરી રોગનું ઘર કરી બેસે છે.
- ભેજવાળા વાતાવરણમાં અને ખૂબ ગરમ વાતાવરણમાં પણ આપણા શરીરમાં પથરી થઈ જવાની શક્યતા છે.
- મૂત્રમાર્ગમાં ચેપ લાગવાથી થઈ શકે છે પથરી.
- ઘણા કેસોમાં પથરી હોય ત્યારે દુખાવો થતો નથી પરંતુ તે આપણી કિડનીને નુકશાન કરે છે.
પથરીના દુખાવા ની લાક્ષણિકતા અને લક્ષણો
- દર્દીમાં દુખાવાનો પ્રકાર અલગ-અલગ હોય છે મોટી પથરી વધુ પીડાદાયક હોય છે.
- પથરીનો દુખાવો ગમે તે સમયે થઈ શકે છે અને અચાનક અસહ્ય દુખાવો ઉપડી શકે છે.
- સામાન્ય રીતે પથરી મૂત્રવાહિની અને કિડનીમાં જોવા મળે છે તેનો દુખાવો કમરથી શરૂ થઈને નીચેના ભાગ પેડુ સુધી રહે છે.
- અચાનક ઉપડેલા દુખાવો કલાકો સુધી રહે છે અને પછી તે ઓછો થઈ જાય છે.
- દુખાવો સહન ન થતાં દર્દી ડોક્ટર પાસે જાય છે અને પીડા બંધ થાય તેવી દવા લેતા હોય છે.
- પથરીના લક્ષણો દરદીને પોતાને પેશાબ માં લોહી આવવું, માથું દુખવું, ચકકર આવવા, પેશાબ દરમિયાન દુખાવો ઉપડવો જેવા લક્ષણો પથરીના હોય છે.
પથરીના દર્દીએ ધ્યાનમાં રાખવા જેવી સરળ બાબતો
- પથરીને થતી અટકાવવા માટે સ્વચ્છ પાણી રોજના ૧૨ થી ૧૫ ગ્લાસ પીવા જોઈએ.
- બેઠાડુ જીવન માટે બેસી ન રહેવું થોડુ હલન ચલન કરવું.
- પાણી પીવાની સાથે પેશાબ કરવામાં આળસ ન કરો પેશાબ લાગે તો તરત હળવા થઈ જવું.
- ઉનાળા દરમિયાન પાણી ઓછું થવાથી વધુ પ્રમાણમાં પાણી લેવું હિતાવહ સાબિત થાય છે, કારણ કે ગરમીમાં પરસેવો થવાથી ક્ષાર પરસેવા વાટે પણ બહાર નિકળી જાય છે.
- પથરીની તકલીફ વાળા ભૂલથી પણ દ્રાક્ષનો રસ, એપલ નો રસ જેવા પ્રવાહી અને કડક ચા, ચોકલેટ, અથવા વધુ પડતી ખાંડ વાળા ઠંડા પીણા પીવાથી પણ પથરી થઇ શકે છે.
- કોઈપણ પ્રકારના દારૂ નું સેવન ન કરવું.
- વધુ પડતું મીઠાનું સેવન ન કરવું.
- માસાહારી ખોરાકમાં ન લેવા તેમાં યુરિક એસિડ હોવાથી યૂરિક સ્ટોન અથવા એસિડ સ્ટોન થવાની સંભાવના રહે.
- વિટામીન – C વાળા ખોરાક વધુ પડતા ન લેવા
- રાત્રે હળવો ખોરાક ગ્રહણ કરવા.
- મોટાપો ન વધે તેનું ધ્યાન રાખવું, વજન કન્ટ્રોલમાં રાખવો, મેદસ્વી વ્યક્તિને પથરીનું જોખમ વધારે હોવાથી સમતોલ આહાર લેવો.
- પથરી ન થાય તે માટે લીલા શાકભાજી અને તાજા ફળોનું સેવન કરવું, વાશી, તીખો અને તળેલો ખોરાક ગ્રહણ કરવો નહી.
પથરીના મૂળ ચાર પ્રકારો
- સિસ્ટન પથરી – આ પ્રકારની પથરી ઓછા દર્દીઓમાં જોવા મળે છે અને અમુક વારસાગત દર્દીઓમાં જોવા મળે છે.
- યુરિક એસિડ પથરી – દર્દીના પેશાબમાં યુરિક એસિડનું પ્રમાણ વધુ હોવાથી આશરે ૧૦ થી ૧૫ ટકા દર્દીઓમાં આ પ્રકારની પથરી જોવા મળે છે. કેન્સર માટેની દવા અને માંસાહાર ખોરાક આ પ્રકારની પથરીને શરીરમાં આમંત્રણ કરે છે.
- સ્ટુંવાઇટ પથરી – આ પ્રકારની પથરી સૌથી વધુ પ્રમાણમાં દર્દીઓમાં જોવા મળે છે આશરે ૮૦ થી ૯૦ ટકા. આ પ્રકારની પથરીનું મૂળ કારણ ઓકજલેટ કેલ્શિયમ હોય છે.
- કેલ્શિયમ ઓક્સાલેટ પથરી – આ પ્રકારની પથરી સૌથી વધુ પ્રમાણમાં દર્દીમાં જોવા મળે છે આશરે ૭૦ થી ૮૦ %. આ પથરી નું મૂળ કારણ છે, દર્દીઓમાં કેલ્શિયમ ઓકઝલેટ અને કેલ્શિયમ ફોસફેર.
પથરી વાળી દર્દીએ ડોક્ટરનો સંપર્ક ક્યારે સાધવો?
- વધારે પડતી પીડા થાય અને દવા લેવાથી પણ ન મટે.
- કોઈ પણ પ્રકારના પ્રવાહી ના લઈ શકાય,અને વધુ ઊબકા અને ઊલ્ટી થાય.
- પેશાબમાં લોહી વહે.
- ક્યારેક પેશાબ આવતો બંધ થઈ જાય ત્યારે ડોક્ટરનો સંપર્ક કરવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ખબર ,જાણવા જેવું ,લાગણીસભર વાર્તાઓ, હેલ્થ, ફિલ્મિ ટિક્ટોક ,બ્યુટી, ધાર્મિક વાતો, રસોઈ ની રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે લાઈક કરો એકતા ન્યૂઝ