હવે ખેડૂત અરજદારોને કામ પતાવવા તાલુકા કે જીલ્લા કક્ષાએ જવું નહિ પડે

હવે ખેડૂત અરજદારોને કામ પતાવવા તાલુકા કે જીલ્લા કક્ષાએ જવું નહિ પડે

રૂપાણી સરકારમાં ૨૦૧૬ થી જ ‘સેવા સેતુ’ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. તે માટે સામાન્ય નાગરિકો લોકો અને પ્રજાજનોને સરકારની સેવાઓના ફાયદામાં કોઇ જ મુશ્કેલી ના થાય તે માટે સંકલ્પબદ્ધ રહેલા પ્રજાલક્ષી અભિગમ અને સામાન્ય માનવીના પ્રશ્નો-સમસ્યાઓનું ઘર આંગણે સચોટ નિવારણ લાવવા આ ‘સેવા સેતુ’ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો.

જેમાં 8 થી 10 ગામોનું ગ્રૂપ બનાવી નક્કી કરેલા દિવસે અધિકારીઓની ટીમ ત્યાં જાય અને ગ્રામીણ જનોની મુશ્કેલીઓ, રજૂઆતો, પ્રશ્નો,સૂલઝાવે એટલું જ નહિ, તાલુકા-જિલ્લા જનસેવા કેન્દ્રોની બધી જ સેવાઓ ગ્રામ્ય સ્થળ પર જ આપવાનો ઉદેશ્ય આ સેવાસેતુમાં દર્શાવ્યો હતો.

હાલ ચાલી રહેલ કોરોના મહામારી વચ્ચે રાજ્યના સીએમ દ્વારા કોરોના ભય વચ્ચે પ્રજાજનો માટે મોટી જાહેરાત કરાઈ છે. વિજયભાઈ રૂપાણીએ કહિયુ કે કોરોના દરમિયાન અટકી પડેલા કામોમાં લોકોને મુશ્કેલી ન પડે તેના માટે ડિજીટલ સેવા સેતુની જાહેરાત ફરી કરી છે.

ગ્રામ્ય વિસ્તારોમાં આ સેવા સેતુની વધારે જરૂરિયાત રહેતી હોવાના કારણે, અને ગ્રામ્ય જનોને વારંવાર તાલુકા જિલ્લા મથકે આમ તેમ દોડવું પડતું હતું. હવે સીએમ સાહેબે આ જાહેરાત કરી ડિજિટલ સેવા સેતુ અંતર્ગત તલાટીઓને એફિડેવિટ કરવાની સત્તા અપાઈ છે જેથી ગ્રામ્ય જનોને જિલ્લા તાલુકા મથકે ધક્કા ખાવા નહિ પડે.

રાજ્યના ગામડાઓ માં લાભ

ડિજિટલ સેવા સેતુ અંતર્ગત રાજ્યના 2700 ગામમાં 8 ઓક્ટોબરથી ફરી ડિજિટલ સેવાસેતુ ચાલુ કરવાનો એક મોટો નિર્ણય કર્યો છે. વધુમાં સીએમે જણાવ્યું કે, આજથી રાજ્યના 3500 જેટલા ગામડાંઓને આ ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમમાં જોડવામાં આવશે. વર્ષના અંત સુધીમાં ૧૦૦% ગામોને આવરી લેવાશે. ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમ માં રેશનકાર્ડ સહિત ૨૦ જેટલી સેવાઓનો લાભ ગ્રામ્ય સ્થળ પરથી જ મળી શકશે. નાના માણસનું કામ પણ સરળ અને ઝપડી બનાવવાનો રૂપાણી સાહેબ નિર્ણય લીધો છે. જેથી સરકારી કામમાં લોકોને મુશ્કેલીઓ ન પડે અને ધક્કા ન ખાવા પડે તેવી વ્યવસ્થા કરી છે.

હાલ માં 7692 ગ્રામ પંચાયતોને ઓપ્ટિકલ ફાયબરની વ્યવસ્થાથી તૈયાર કરવામાં આવી છે. છેવાડાના અંતરિયાળ ગામોમાં વસતા માનવી, ગરીબ, વંચિત લોકોને વધુ સુવિધાપૂરી આપવા ‘જ્યાં માનવી ત્યાં સુવિધા’ નો મંત્ર પણ આપ્યો છે. હવે ગ્રામીણ વિસ્તારોમાં પણ ડિઝીટલ યુગના શરૂઆત થઈ છે. દૂરનાં ગામડાંઓમાં છે ઇન્ટરનેટના પ્રોબ્લેમ પણ તેનો હલ પણ થઇ ચૂક્યો છે અને ગામડાંઓમાં ૧૦૦ MBPS ના હાઇસ્પીડ ઇન્ટરનેટ સરળતાએ મળી રહે એ માટે ઓપ્ટિકલ ફાયબર નેટવર્કથી જોડાણો આપવામાં આવશે જેથી ઇન્ટરનેટ પ્રોબ્લેમ પણ દૂર થશે એટલે કામ જલ્દી અને સરળ થાય.

બધીજ જનલક્ષી સેવાઓ ગ્રામ્ય સ્તરેથી ગ્રામ પંચાયતમાં જ મળી રહે તે માટે આધુનિક ટેકનોલોજીથી સજ્જ આવા ડિઝીટલ સેવા સેતુનો નવતર પ્રયોગ રાજ્યમાં શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

સરકાર નું આ નવો પ્લાન : સ્વામિત્વ યોજના શું છે ? આવું છે સરકાર નું પ્લાનિંગ, તમને મળશે આ ફાયદા

શું શું સેવાઓ મળી શકશે ?
  • આ અંતર્ગત ગ્રામ પંચાયતના સેવા કેન્દ્ર પંચાયત પરથી જ હવે, રેશનકાર્ડની સેવાઓમાં નામ દાખલ કરવું કે નામ કઢાવવું કે સુધારો કરવો અથવા ડુપ્લીકેટ રેશનકાર્ડ મેળવવું જેવી સેવાઓ.
  • લોકોનો આવકનો દાખલો, સિનીયર સિટીઝનનો દાખલો કે ક્રિમીલીયર સિર્ટિફિકેટ પણ અહીંથી સરળતાથી મેળવી શકશે.
  • સાથે સાથે જાતિના પ્રમાણપત્રો પણ આ ડિઝીટલ સેવા સેતુ માધ્યમથી માત્ર 20 રૂપિયાની સરળ ફી થી મળશે.
  • એફિડેવિટ-સોગંદનામા માટે તાલુકા કક્ષાએ કે નોટરી પાસે નહિ જવું પડે.
  • વિધવા અને સિટીઝન સર્ટિફિકેટ સરળતાથી મેળવી શકાશે.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ખબર ,જાણવા જેવું ,લાગણીસભર વાર્તાઓ, હેલ્થ, ફિલ્મિ ટિક્ટોક ,બ્યુટી, ધાર્મિક વાતો, રસોઈ ની રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે લાઈક કરો એકતા ન્યૂઝ

Similar Posts

One Comment

Leave a Reply

Your email address will not be published.