ધોરણ ૯ થી ૧૨ માં ૩૦ ટકા અભ્યાસમાં ઘટાડો! વિદ્યાર્થીઓ પર તોળાતું કોરોના જોખમ
ગુજરાત રાજ્યમાં કોરોનાની મહામારી દરમિયાન વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં લઇ,રાજ્ય સરકાર દ્વારા શાળા કોલેજો શરૂ કરવા બાબતે હજુ સુધી કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. પરંતુ વાલીઓ ચિંતિત હતા વિદ્યાર્થીઓના અભ્યાસ ને લઈને.પરંતુ શાળા દ્વારા તેમને ઓનલાઇન અભ્યાસ કરાવવામાં આવી રહ્યો હતો જેથી વિદ્યાર્થીઓ નો અભ્સાય ન બગડે. પરંતુ ઓનલાઇન અભ્યાસ દરમિયાન વાલીઓ અને વિદ્યાર્થીઓને ઘણી મુશ્કેલીનો…

ગુજરાત રાજ્યમાં કોરોનાની મહામારી દરમિયાન વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં લઇ,રાજ્ય સરકાર દ્વારા શાળા કોલેજો શરૂ કરવા બાબતે હજુ સુધી કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. પરંતુ વાલીઓ ચિંતિત હતા વિદ્યાર્થીઓના અભ્યાસ ને લઈને.પરંતુ શાળા દ્વારા તેમને ઓનલાઇન અભ્યાસ કરાવવામાં આવી રહ્યો હતો જેથી વિદ્યાર્થીઓ નો અભ્સાય ન બગડે.
પરંતુ ઓનલાઇન અભ્યાસ દરમિયાન વાલીઓ અને વિદ્યાર્થીઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે, શાળાઓ શરૂ હોય છે તે મુજબ ઓનલાઇન અભ્યાસ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને કરાવી શકાતો નથી તેવી ફરિયાદો પણ આવી હતી.
હાલ ઘણા પ્રશ્નો અને વિધાર્થીઓ ના ભવિષ્યને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓના અભ્યાસમાં 30%નો કોર્ષ ઘટાડવાની જાહેરાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની તમામ શાળાઓએ નોંધ લેવાની રહેશે.
૩૦ ટકા કોર્ષ કપાયા બાદ ઘણા પ્રશ્નો વિધાર્થીઓ ના મનના ઉદભવ્યા છે. ત્રીસ ટકા ક્યાં ક્યાં કોર્ષ કપાયા છે અને ક્યાં ચેપ્ટર મહત્વના છે તે વિગતવાર બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. દરેક ધોરણ અને દરેક વિષયમાં પ્રકરણ મુજબ અભ્યાસક્રમ જાહેર કરાયો છે. અને બોર્ડની વેબસાઇટ પર મૂકી દેવાયો છે.
ઉપરાંત તમામ ડીઇઓ ને સૂચના આપવાનું પણ આદેશ કરાયો છે, જેથી નવા કોર્સ મુજબ શિક્ષકોએ તમામ વિદ્યાર્થીઓને ભણાવવાનું રહેશે. બોર્ડના આદેશ મુજબ ૩૦ ટકા કોર્ષ ઘટાડો 2020 – 21 વર્ષ માટે જ લાગુ રહેશે.અને કે પ્રકરણો કાપવામાં આવ્યા છે તેમાંથી વાર્ષિક પરીક્ષા અને બોર્ડની પરીક્ષામાં પ્રશ્ન પુછવામાં આવશે નહીં.
ફી બાબતે વાતચીત : ખાનગી સ્કૂલે 25% રાહત સાથે બાકીની રકમ આ તારીખ પહેલા ભરવી પડશે
જો કે મહત્વનું છે કે સત્ર શરૂ થયાના ચાર મહિને કોર્ષ ઘટાડાનો નિર્ણય લેતા જે ૩૦ ટકા કોષ ઘટાડો આવ્યો છે તેમાંથી ઘણી સ્કૂલમાં ઓનલાઇન વિદ્યાર્થીઓને ભણાવી દેવામાં આવ્યા છે, જેથી આ કોષ ઘટાડાનો આમ તો કોઈ જ મતલબ નથી.
એક તરફ વાલીઓ વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે ચિંતિત છે, બીજી બાજુ રાજ્ય સરકાર સ્કૂલો ખોલવાની તરફેણમાં છે અને સાથે સાથે કોરોના એ પણ મજા મૂકી સૌને ચિંતિત કરી મુક્યા છે.એવામાં પહેલા ગાઈડ લાઈન મુજબ આંધ્ર પ્રદેશના વિજયનગરમાં જિલ્લાની બે સરકારી શાળઆઓમાં કુલ 27 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થઇ ગયા છે જે સમગ્ર રાજ્યમાં ચિંતા વ્યાપી ગય છે. આ પર કહી શકાય કે હજુ કોરોના છે ત્યાં સુધી કોઈ વાલી પોતાના બાળકોને સ્કૂલે મોકલવા અચકાય છે.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ખબર ,જાણવા જેવું ,લાગણીસભર વાર્તાઓ, હેલ્થ, ફિલ્મિ ટિક્ટોક ,બ્યુટી, ધાર્મિક વાતો, રસોઈ ની રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે લાઈક કરો એકતા ન્યૂઝ
One Comment