ટ્રમ્પ સરકારનો નવો ફતવો H-1B Visa પર પ્રતિબંધ, ભારતના IT પ્રોફેશનલ્સને લાગશે મોટો જટકો
અમેરિકાની ટ્રમ્પ સરકારે એચ-વનબી (H-1B) વિઝા અંગે અમેરિકા કર્મચારીઓનું રક્ષણ કરવા માટે વિઝા પર નવા પ્રતિબંધો જાહેર કર્યા છે. ટ્રમ્પના આ નિર્ણયથી સીધી અસર ભારતમાં રહેલા હજારો IT પ્રોફેશનલો પર પડશે. આ નવા નિયમ જાહેર કર્યા બાદ અમેરિકન વર્કર્સને રોજગારીનો વધારે મોકો મળી રહેશે અને ત્યાં બેરોજગારી પણ ઓછી થશે. સાથે સાથે ઈમિગ્રેશન ઉપર પણ…

અમેરિકાની ટ્રમ્પ સરકારે એચ-વનબી (H-1B) વિઝા અંગે અમેરિકા કર્મચારીઓનું રક્ષણ કરવા માટે વિઝા પર નવા પ્રતિબંધો જાહેર કર્યા છે. ટ્રમ્પના આ નિર્ણયથી સીધી અસર ભારતમાં રહેલા હજારો IT પ્રોફેશનલો પર પડશે.
આ નવા નિયમ જાહેર કર્યા બાદ અમેરિકન વર્કર્સને રોજગારીનો વધારે મોકો મળી રહેશે અને ત્યાં બેરોજગારી પણ ઓછી થશે. સાથે સાથે ઈમિગ્રેશન ઉપર પણ મોટી લગામ ખેંચાશે. આ નિયમો ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી અમેરિકાએ હાલમાંજ H-1B visa ને લઈને જાહેર કર્યા હતા.
અમેરિકા તરફથી દર વર્ષે અમેરિકામાં જુદા જુદા સ્થળે રોજગારી માટે હજારો લોકોને H-1B visa આપવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે, સૌથી વધારે નુકસાન ભારતીય IT પ્રોફેશનલ્સને થશે એવા કાળા વાદળાં ભારતીય IT પર મંડાઈ રહ્યા છે નવા નિયમોને લઈને. હાલ કોરોના દરમિયાન અમેરિકમા આશરે 6 લાખ જેટલા અમેરિકન્સ આ મહામારીમાં બેરોજગાર થઈ ગયા હતા અને તેનું મૂળ કારણ, H1B non immigants છે.
અમેરિકાના સરકારી ચોપડાં અનુસાર અમેરિકા જેટલા H-1B visa જાહેર કરે છે તેના 70 ટકા ભારતીય IT પ્રોફેશનલ્સને આપવામાં આવે છે. ત્યાર બાદ ચીનનો ક્રમ આ વિઝા આપવામાં આવે છે.
એચ-૧બી (H-1B) વિઝાની જોગવાઈઓ કડક બનાવાને કારણે અગાઉ પણ અનેક ભારતીયો મોટા પ્રમાણમાં નોકરી ગુમાવી ચૂક્યા છે. અને હાલ કોરોના મહામારી કારણે તેઓ વતન પરત ફરી રહ્યા છે. અગાઉ પણ ટ્રમ્પ ની મિલીભગતથી વહીવટીતંત્રે અમેરિકન કર્મચારીઓનું રક્ષણ કરવા માટે 2020 અંત સુધી એચ-વનબી (H-1B) સહિતના ફોરેન વર્ક વિઝા પર પણ પ્રતિબંધ મૂકી દીધો હતો.
આને પણ વાચો : દેને કો ટુકડા ભલા, લેને કો હરિનામ, ખોરાક એ જ રસી! કોને શાંતિનું નોબેલ મળ્યું?
દર વર્ષે અમેરિકાની IT કંપનીઓમાં ભારત અને ચીનમાંથી ટેકનિકલ નિષ્ણાંતો જેવા લોકો વીઝા મારફતે અમેરિકામાં કામ કરવા અને રોજગારી માટે પહોંચે છે. જે H-1B visa ધારકની કંપનીએ એક ચલ ચાલીને કામ હેતુંનો કોન્ટ્રાક્ટ ખતમ કરી દીધો છે, તો નવા નિયમ અનુસાર વીઝા સ્ટેટસ બનાવવા માટે 60 દિવસમાં નવી કંપનીમાં જોબ શોધવાની રહેશે.
US સિટીઝનશીપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસ અને એચ – ૧ બી (H-1B) વિઝાની સિદ્ધિ અસર ભારતીય ટેકનિકલ નિષ્ણાંતોને થશે. અને અમેરિકન વહીવટી તંત્રના આ નિર્ણય અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે, નવા નિયમોથી અમેરિકન કંપનીઓ માટે વિદેશી કર્મચારીઓની નિમણુક કરવી વધુ મુશ્કેલ બનશે.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ખબર ,જાણવા જેવું ,લાગણીસભર વાર્તાઓ, હેલ્થ, ફિલ્મિ ટિક્ટોક ,બ્યુટી, ધાર્મિક વાતો, રસોઈ ની રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે લાઈક કરો એકતા ન્યૂઝ
One Comment