તમારા માટે પૈસાની કિંમત શું છે? નીતા અંબાણી નો જવાબ તો કે
આખા ભારત દેશમાં જ નહીં, વિશ્વમાં તેનો ડંકો વાગી રહ્યો છે એવા મુકેશ અંબાણી તેના પરિવાર અને ખાસ કરીને બિઝનેસ બાબતે તેમનું નામ સાંભળ્યું હસે. આપણે ગર્વ થી બોલી શકીએ કે ગુજરાતી ભાયડો કે જેનું નામ બિઝનેસ બાબતે આખા વિશ્વમાં 5માં ધનિક વ્યક્તિ તરીકે નામ બોલાય છે હો. આમ તો ગુજરાતીઓ નું મગજ બિઝનેસમાં કંઈ…

આખા ભારત દેશમાં જ નહીં, વિશ્વમાં તેનો ડંકો વાગી રહ્યો છે એવા મુકેશ અંબાણી તેના પરિવાર અને ખાસ કરીને બિઝનેસ બાબતે તેમનું નામ સાંભળ્યું હસે. આપણે ગર્વ થી બોલી શકીએ કે ગુજરાતી ભાયડો કે જેનું નામ બિઝનેસ બાબતે આખા વિશ્વમાં 5માં ધનિક વ્યક્તિ તરીકે નામ બોલાય છે હો.
આમ તો ગુજરાતીઓ નું મગજ બિઝનેસમાં કંઈ પાછું ન પડે. અધૂરામાં પૂરું મુકેશ અંબાણીનાં પત્ની નીતા અંબાણી બંને એકજ હરોળમાં ઉભા હોય કે જે બિઝનેસ હોય, પાર્ટી હોય, કે ક્રિકેટ મેચ હોય. આ દંપતિ ને પૈસાનો જરાય ગર્વ નહીં છતાં પણ મુકેશ અંબાણી અને તેની પત્ની રોજ ની દર મિનિટે લાખો રૂપિયા કમાય છે. આવો જાણીએ કે તે પૈસા વિશે શું કહે છે? અને તે પૈસાને કેટલું મહત્વ આપે છે? તમને સાંભળીને નવાઇ લાગશે..!
એક ઇન્ટરવ્યૂમાં મુકેશ અંબાણીને પૂછવામાં આવ્યું કે, તમારા માટે પૈસાની કિંમત શું છે?આ પૈસા ના મહત્વ ના પ્રશ્નના જવાબ આપતા મુકેશ અંબાણીએ જણાવ્યું કે, “મારા માટે પૈસા કાંઈ જ નથી”. મારા પિતા કહેતા હતા કે જો તમે પૈસા માટે ધંધો શરૂ કરો છો તમે મૂર્ખ છો કારણ કે પૈસાની દોડ માટે તમે બીજું કંઇ પણ સારું કરી શકશો નહીં, જેથી બિઝનેસ સરખો નહિ કરી શકો. જો બિઝનેસ સરખો નહીં હોય તો પૈસા પણ નહીં કમાય શકો.
મુકેશ અંબાણીના કહેવા મુજબ તેના પિતા કહેતા હતા કે, ધંધા કોઈ હેતુથી શરૂ થવો જોઈએ. કોઈએ પહેલાં જે કર્યું ન હોય તે કરવાનું વિચારવું જોઈએ. જો તમે આ કરો છો, તો પૈસા પેટા-ઉત્પાદન તરીકે આવે છે. પરંતુ આ બાય-પ્રોડક્ટ ક્યારેય ધંધા કરતા વધુ મહત્વપૂર્ણ નથી.
આ પણ વાચો : ઈનકમ ટેક્સે ચૂકવ્યું રૂ.1.26 લાખ કરોડનું રિફંડ, જાણો અહી તમને મળ્યું કે નહીં
તે જ સમયે, જ્યારે નીતા અંબાણીને એક મુલાકાતમાં પૂછવામાં આવ્યું હતું કે, પૈસા અને શક્તિનો તેનો અર્થ શું છે, તો પછી જાણો કે તેનો જવાબ શું હતો.
નીતા અંબાણીનો જવાબ હતો- હું માનું છું કે શક્તિ પૈસાથી આવે છે, પરંતુ પૈસા અને શક્તિ સાથે કામ કરતા નથી. મારા માટે, શક્તિ એ એક જવાબદારી છે, જે મેં મારા પરિવાર પાસેથી શીખી છે.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ખબર ,જાણવા જેવું ,લાગણીસભર વાર્તાઓ, હેલ્થ, ફિલ્મિ ટિક્ટોક ,બ્યુટી, ધાર્મિક વાતો, રસોઈ ની રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે લાઈક કરો એકતા ન્યૂઝ