સાવધાન: આ નાનકડી લાઇટની ભૂલથી તમારું બેંક ખાતુ ખાલી થઈ શકે છે, બચવા જાણો અહી
રોજ ઊઠીને સાંભળવા મળે છે, ચોરીના નવા – નવા પ્રયાસો એમ લાગે કે જાણે ચોરી કરવાવાળાઓ ભણેલા થી પણ આગળ નીકળી પોતાની હોશિયારીથી ચોરીના ગુનાહ કરતા હોય છે. જાણો અહી એવી એક ચોરીમાં ફસાતા પહેલા જેટલી ટેકનોલોજી સાથે માણસ તાલ મેળવી રહ્યું છે, તેટલી સાવધાની રાખવી જરૂરી છે. રોકડ બચત લેતી વખતે જો ATM માં…

રોજ ઊઠીને સાંભળવા મળે છે, ચોરીના નવા – નવા પ્રયાસો એમ લાગે કે જાણે ચોરી કરવાવાળાઓ ભણેલા થી પણ આગળ નીકળી પોતાની હોશિયારીથી ચોરીના ગુનાહ કરતા હોય છે.
જાણો અહી એવી એક ચોરીમાં ફસાતા પહેલા
જેટલી ટેકનોલોજી સાથે માણસ તાલ મેળવી રહ્યું છે, તેટલી સાવધાની રાખવી જરૂરી છે. રોકડ બચત લેતી વખતે જો ATM માં ગ્રીન લાઇટ ન દેખાય તો ખાલી થઇ શકે છે તમારી કમાયેલી મૂડી.
સામાન્ય લોકોના ખાતામાં પોતાની મહેનતની કમાણી રોકડ રકમ સુરક્ષિત રહે, તે માટે બેન્ક અને આરબીઆઇ (RBI) સતત પગલા લઇ રહ્યાં છે. હાલ, આરબીઆઇએ ડેબિટ (Debit card) અને ક્રેડિટ (Credit Card) સાથે જોડાયેલા નિયમોમાં થોડા બદલાવ કર્યા છે. પરંતુ આ બધામાં આપડે સૌથી વધુ મહત્વનું છે, આપડી સાવધાની.
જેટલી સાવધાની અને જાગૃતતા હશે તેટલા આવનારા ગુનાઓથી બચી શકાશે. અહી વાત છે એક ATM મશીનમાં થતાં ફ્રોડ અને તેના પર એક નાનકડી લાઇટની ભૂલથી તમારું બેંક ખાતુ ખાલી થઈ શકે છે અને ચીટરો આસાનીથી તમારા પૈસા ટ્રાન્સફર કરી લે છે તો આજે જાણીએ તેનાથી બચવાના રસ્તાઓ.
કેમ જરૂરી છે ગ્રીન જેવી નાની લાઇટને જોવી?
- જ્યારે તમે એટીએમ મશીનના કાર્ડ સ્લોટ કરો ત્યારે ધ્યાનથી જુઓ. જો તમને લાગે કે, એ.ટી.એમ. કાર્ડ સ્લોટમાં કંઇક ગડમથલ કરવામાં આવ્યું છે, અથવા સ્લોટ ઢીલા છે, અથવા કોઇ તેમાં ગરબડ જેવુ લાગતું હોય તો તેવા એટીએમ થી તમે તરત સાવધાન થઈ જાઓ અને તેનો ઉપયોગ નહિ કરવો.
- ATM મા કાર્ડ લગાવતી વખતે સ્લોટ પર દેખાતી લાઇટ પર ધ્યાન ચોક્કસ રાખો, જો સ્લોટમાં લીલા કલરની લાઇટ ચાલુ જોવા મળે તો સમજવું કે એટીએમ સુરક્ષિત છે. પરંતુ જો તમને એટીએમ મશીનમાં લાલ લાઈટ કે કોઇપણ લાઇટ નથી દેખાતી તો તે એટીએમનો ઉપયોગ કરવાનું ટાળજો કારણકે તે ATM મા મોટી ગરબડી થઇ શકે છે. જ્યારે એટીએમ સંપૂર્ણ રીતે સુરક્ષિત અને સલામત હોય તો જ તેમા ગ્રીન કલરની લાઇટ ચાલુ રહે છે.
- ચિટર લોકો કોઈપણ યુઝરની માહિતી એટીએમ મશીનમાં કાર્ડ સ્લોટમાંથી ચોરી શકે છે. આવા એટીએમ મશીનનાં કાર્ડ સ્લોટમાં આવી ડિવાઇસ લગાવી તમારી કાર્ડની સંપૂર્ણ માહિતી મેળવી તે માહિતીને બ્લૂટૂથ જેવા વાયરલેસ ડિવાઇસથી તમારી માહિતી ચોરી લે છે, અને છેલ્લે તમારું ખાતું ખાલી કરી નાખે છે.
આ પણ વાચો : તમારું આધારકાર્ડ કઈ બેંક ખાતા સાથે જોડાયેલ છે? જાણો અહી સરળ રીતે
- જો તમે આવા ફ્રોડ અને હેકર્સના શિકારમાં ફસાઇ ગયા હોય અને બેંક બંધ હોય તો ગભરાયા વિના તરતજ પોલીસનો સંપર્ક કરો. જેથી ત્યાં હેકરનાં ફિંગરપ્રિન્ટ મળી જાય અને સાથે તમે એ પણ જોઇ શકો છો કે તમારી આસપાસ કોનું બ્લૂટુથ કનેક્શન ચાલુ છે. આમ કરવાથી અને પોલીસ ની મદદથી તમે તે વ્યક્તિ સુધી સરળતાથી પહોંચી શકાશે.
- બીજી રીતે તમારા ડેબિટ કાર્ડની સંપૂર્ણ માહિતી લેવા માટે હેકર્સ પાસે તમારો પિન નંબર હોવો જરૂરી છે. આવા હેકર્સ તમારો પિન નંબરને કોઈપણ નાના કેમેરાથી ટ્રેક કરી શકે છે.
- જો તમારો પીન લીક ના થાય એ માટે એટીએમમાં પીન નંબર દાખલ કરતી વખતે તમારા બીજા હાથથી ATM છૂપાવવું, જેથી તેની ઇમેજ સીસીટીવી કેમેરામાં ન આવી શકે અને તમારી માહિતી પણ ગોપનીય રહે. સરવાળે આવા ક્રાઇમ થી બચી શકાય.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ખબર ,જાણવા જેવું ,લાગણીસભર વાર્તાઓ, હેલ્થ, ફિલ્મિ ટિક્ટોક ,બ્યુટી, ધાર્મિક વાતો, રસોઈ ની રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે લાઈક કરો એકતા ન્યૂઝ
One Comment