ખુશ ખબર: આરબીઆઈ દ્વારા RTGS સેવામાં સમય વધારો કરાયો, ક્યારે અને કેટલો જાણો અહી
આરટીજીએસ (RTGS) શું છે? આરટીજીએસ નો અર્થ થાય છે “Real Time Gross Settlement System”. રિયલ ટાઇમ નો અર્થ થાય છે તુરંત. નાણાં થોડાક જ સમયમાં બીજાના ખાતામાં પહોંચી જાય ઓછા સમયમાં. આરટીજીએસ (RTGS) સિસ્ટમનો બે લાખ રૂપિયાથી વધારે રૂપિયા ટ્રાન્સફર કરવા માટે ઉપયોગ લેવામાં આવે છે. આરટીજીએસ (RTGS) ને આધારે જ્યારે તમે લેણ દેણ કરો…

આરટીજીએસ નો અર્થ થાય છે “Real Time Gross Settlement System”. રિયલ ટાઇમ નો અર્થ થાય છે તુરંત. નાણાં થોડાક જ સમયમાં બીજાના ખાતામાં પહોંચી જાય ઓછા સમયમાં.
- આરટીજીએસ (RTGS) સિસ્ટમનો બે લાખ રૂપિયાથી વધારે રૂપિયા ટ્રાન્સફર કરવા માટે ઉપયોગ લેવામાં આવે છે.
- આરટીજીએસ (RTGS) ને આધારે જ્યારે તમે લેણ દેણ કરો છો તો બીજા ના ખાતામાં પૈસા ઓનલાઇન ટ્રાન્સફર થાય છે.
- બીજા અને ચોથા શનિવારે બેંક પર રજા હોય છે ત્યારે આ સુવિધા બંધ રહે છે. સાથે સાથે રવિવારના પણ આ સેવા બંધ રહે છે.
- ચાઇના, ઇન્ડિયા, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા જેવા દેશો અંદર આ સિસ્ટમ ચાલુ છે. દરેક દેશે પોતાના દેશ પ્રમાણે અલગ અલગ નામ રાખેલા છે. આ સિસ્ટમને કારણે એક ખાતા માંથી બીજા ખાતામાં પૈસા ઝડપી અને સરળતાથી ટ્રાન્સફર થઈ શકે છે.
- બે લાખ કરતાં વધુ રકમ ચેક દ્વારા અથવા કેસ દ્વારા એટલે કે મોટી એમાઉન્ટ હોવાને કારણે બેંક દ્વારા ક્લિયરિંગ માં બે ત્રણ દિવસનો સમય લાગતો હોય છે. પણ આરટીજીએસ ની અંદર એવું નથી, તે તદ્દન સરળ છે બે લાખ કરતાં પણ વધારે રકમ બે મિનિટની અંદર ફટાફટ તે જ દિવસે બીજા ના ખાતામાં ટ્રાન્સફર કરી શકો છો.જે એક ડેવલપમેન્ટ કન્ટ્રી માટે બહુ જ ફાયદાકારક નીવડી છે.
આ પણ વાચો : સ્ટડી : ચામડી પર કોરોના વાયરસ આટલો સમય સક્રિય રહે છે! જો આ કાળજી ન રાખોતો..!
હાલ આરટીજીએસ (RTGS) શા માટે ચર્ચાનો વિષય બની છે?
- આરબીઆઇએ Real time gross settlement system ના સમયમાં વધારો કરી દેવામાં આવ્યું છે. એટલે કે ગ્રાહકો માટે સવારના આઠ વાગ્યા ને બદલે સવારના સાત વાગ્યાથી RTGS શરૂ થશે. આ નવી સુવિધા 26 ઓક્ટોબર 2019 થી શરૂ થઈ હતી.
- આ પહેલા ગ્રાહકો માટે આરટીજીએસ (RTGS) સિસ્ટમનો સમય સવારના ૮ થી સાંજના ૬ વાગ્યા સુધીનો હતો.
- હવે સવારે ૮ વાગ્યાના બદલે ૭ વાગ્યે આ સિસ્ટમનો સમય બદલવામાં આવ્યો છે. જે ગ્રાહકો માટે ફાયદારૂપ છે.
RTGS લેવડદેવડ હવે ફ્રી માં થશે
૬ જૂનના રોજ થયેલી આરબીઆઇની મુદ્રિત (MPC) સમિતિની બેઠકમાં આરબીઆઇએ આમ જનતાને મોટી ગિફ્ટ આપવા આવી છે અને RTGS અને NEFT ને આધારે થનારુ લેણ દેણ પર કોઈ ચાર્જ ચુકવવાનો રહેશે નહીં, એટલે કે નિ:શુક્લ કરી દેવામાં આવ્યું.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ખબર ,જાણવા જેવું ,લાગણીસભર વાર્તાઓ, હેલ્થ, ફિલ્મિ ટિક્ટોક ,બ્યુટી, ધાર્મિક વાતો, રસોઈ ની રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે લાઈક કરો એકતા ન્યૂઝ
One Comment