સ્ટડી : ચામડી પર કોરોના વાયરસ આટલો સમય સક્રિય રહે છે! જો આ કાળજી ન રાખોતો..!
જાપાનની ફોટો યુનિવર્સિટીના સંશોધકોએ તારણ કાઢી કહ્યુ કે, કોરોનાવાયરસ ચામડી પર 9 કલાક સુધી સક્રિય રહે છે, અને તે વાયરસ અન્ય વાયરસ કરતા વધુ શક્તિશાળી હોવાથી ૯ કલાક સુધી ચામડીમાં જીવી જાય છે. આપણે કોઈ કોરોના સંક્રમિતના સંપર્કમાં આવીએ અને તેનાથી આપણી ચામડી પર કોરોનાવાયરસ આવી જાય તો એ નવ કલાક સુધીમાં સંક્રમણ લગાડી શકે…

જાપાનની ફોટો યુનિવર્સિટીના સંશોધકોએ તારણ કાઢી કહ્યુ કે, કોરોનાવાયરસ ચામડી પર 9 કલાક સુધી સક્રિય રહે છે, અને તે વાયરસ અન્ય વાયરસ કરતા વધુ શક્તિશાળી હોવાથી ૯ કલાક સુધી ચામડીમાં જીવી જાય છે.
આપણે કોઈ કોરોના સંક્રમિતના સંપર્કમાં આવીએ અને તેનાથી આપણી ચામડી પર કોરોનાવાયરસ આવી જાય તો એ નવ કલાક સુધીમાં સંક્રમણ લગાડી શકે છે.
જાપાનના વૈજ્ઞાનિકોએ લેબમાં વિવિધ સેમ્પલ તપાસ્યા પછી તારણ આપ્યું કે, માણસની ચામડી પર કોરોનાવાયરસ બીજા બધા જ અત્યારના વાયરસ કરતાં વધારે સમય જીવતો રહે છે.
સંશોધકોએ કહ્યું હતું કે, એફ્લુએન્ઝા એ વાઇરસ ચામડી પર બે કલાક જીવતો રહે છે. તેની સરખામણીમાં નોવેલ કોરોના વાયરસ ચાર ગણો વધુ સમય સક્રિય રહે છે. તારણ બાદ આ વાઇરસ સાબુથી કે લિક્વિડ થી 15 સેકન્ડમાં નાશ પામ્યો હતો.
કોરોનાવાયરસ ચામડી પર નષ્ટ કરવાના સરળ ઉપાય
- વારંવાર હાથ ધોવા એ સૌથી સલામત રસ્તો છે.
- સ્નાન કરતી વખતે શરીરમાં 20 સેકન્ડ સુધી જેલ અથવા સાબુ ઘસવા નું સૂચન સંશોધન કર્યું છે.
- વારંવાર ઘસીને હાથ ધોવાથી કે સેનેટાઇઝર ની વપરાશથી વાઇરસ નષ્ટ થાય છે.
આ પણ વાચો : ખુશ ખબર: આરબીઆઈ દ્વારા RTGS સેવામાં સમય વધારો કરાયો, ક્યારે અને કેટલો જાણો અહી
- આલ્કોહોલનું પ્રમાણ સેનીટાઇઝર માં હોવાથી વાયરસ આલ્કોહોલ સામે જજુમી શકતો નથી.
- ૮૦ ટકા સુધીનું આલ્કોહોલનું પ્રમાણ ધરાવતા સેનીટાઇઝર ખૂબ જ અસરકારક પરિણામ આપે છે.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ખબર ,જાણવા જેવું ,લાગણીસભર વાર્તાઓ, હેલ્થ, ફિલ્મિ ટિક્ટોક ,બ્યુટી, ધાર્મિક વાતો, રસોઈ ની રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે લાઈક કરો એકતા ન્યૂઝ
One Comment