દેને કો ટુકડા ભલા, લેને કો હરિનામ, ખોરાક એ જ રસી! કોને શાંતિનું નોબેલ મળ્યું

દેને કો ટુકડા ભલા, લેને કો હરિનામ, ખોરાક એ જ રસી! કોને શાંતિનું નોબેલ મળ્યું?

શાંતિ માટેનું આ ૧૦૧ મુ ઈનામ છે, અત્યાર સુધીમાં ૧૦૦ ઈનામ અપાઈ ચૂક્યા છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ ની પેટા સંસ્થા વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ ની રચના ૧૯૬૧માં થઈ હતી આજે તેને શાંતિનો નોબલ પારિતોષિક એનાયત થશે.

નોબેલ સમિતિએ નોંધ્યું છે કે આ સંસ્થા ગરીબી નાબૂદ કરવા માટે સતત સક્રિય છે. ગરીબ અને સંઘર્ષરત દેશમાં રહેતા લોકો સુધી ખાવાનું પહોંચે એ માટે કાર્યરત છે. કોરોનાકાળમાં અને દેશોમાં ગરીબોની હાલત કફોડી થઈ છે. જેને પહેલેથી ખાવાનું મળતું ન હતું, એ સાવ અન્ન જલ વગર રહ્યા છે. આવા સંજોગોમાં “ફૂડ પ્રોગ્રામ” જેવી સંસ્થાઓના પ્રયાસને કારણે વૈશ્વિક ધોરણે ખોરાક અને પાણીની વહેંચણી થઈ રહી છે.

ફૂડ પ્રોગ્રામ માને છે કે જ્યાં સુધી મેડિકલ રસી ન મળે ત્યાં સુધી ખોરાક મળતો રહે એ જ સૌથી મોટી રસી છે. આ 101 મો ઇનામ જાહેર થયા પછી ફૂડ પ્રોગ્રામ ના ડિરેક્ટર ડેવિડ બિસેલીએ કહ્યું હતું કે મારી પાસે કશું કહેવા માટે શબ્દો જ નથી! આ વખતે ૩૧૮ નોમિનેટ થાય હતા,જેમાંથી ફૂડ પ્રોગ્રામની પસંદગી થઇ છે.

આ સંયુક્ત રાષ્ટ્રસંઘનો એક ઉદ્દેશ જગત નો ભૂખમરો મિટાવવા નો છે. એ કામ કરતું ડબલ્યુપીએફ જગતનું સૌથી મોટુ સંગઠન છે, જે 2019 ના વર્ષમાં ફૂડ પ્રોગ્રામ હેઠળ 88 દેશોના લગભગ દસ કરોડ લોકોને ખોરાક પુરો પાડવામાં આવ્યો હતો.

આને પણ વાચો : ટ્રમ્પ સરકારનો નવો ફતવો H-1B Visa પર પ્રતિબંધ, ભારતના IT પ્રોફેશનલ્સને લાગશે મોટો જટકો

કુદરતી અને કૃત્રિમ આફતોને કારણે જગતમાં ભૂખમરો વધતો જાય છે એવા સમયે ફૂડ પ્રોગ્રામ નું મહત્વ પણ વધતું જ જાય છે. તેઓ ડિસેમ્બરમાં યોજાનારા નોબલ સમારોહ વખતે 11 લાખ ડોલરનું ઈનામ અને મેડિકલ સર્ટિફિકેટ સહિતનું સન્માન મળશે.

ભારતમાં પણ બાળકોને સ્કૂલમાં ભોજન આપવા માટે મિડ-ડે મિલ ચાલે છે. ભારતની આ સ્કીમમાં વર્લ્ડ ફુલ પ્રોગ્રામ ની મદદ મળી હતી અને મળતી રહે છે. વિશ્વના અનેક દેશોમાં ફૂડ પ્રોગ્રામ ની ઓફીસ જેમાં 1700 જેટલા કર્મચારીઓ કામ કરે છે.ભારતનો પણ સમાવેશ થાય છે. ફૂડ પ્રોગ્રામની સ્કૂલ મિલ યોજના જગતમાં 44 દેશોમાં ચાલે છે અને તેના લગભગ 1.64 કરોડ બાળકોને ભોજન અપાય છે.

જાણીતી પંક્તિ છે
“દેને કો ટુકડા ભલા,
લેને કો હરિનામ”

એટલે કે આપવું જ હોય, દાન કરવું જ હોય તો ભૂખ્યાને અન્ન આપવું, અને લેવું હોય તો હરિનું નામ લેવું. આ પંક્તિઓ વર્ષોથી વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ સાર્થક કરે છે જે આજે આપણે જોઈ લીધું.

ઉદ્દેશ જગતનો ભૂખમરો મિટાવવાનો છે.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ખબર ,જાણવા જેવું ,લાગણીસભર વાર્તાઓ, હેલ્થ, ફિલ્મિ ટિક્ટોક ,બ્યુટી, ધાર્મિક વાતો, રસોઈ ની રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે લાઈક કરો એકતા ન્યૂઝ

Similar Posts

Leave a Reply

Your email address will not be published.