નવરાત્રીમાં ચહેરાની સુંદરતાને આ ઉપાયથી બનાવો ચમકદાર

નવરાત્રીમાં ચહેરાની સુંદરતાને આ ઉપાયથી બનાવો ચમકદાર!

વાત જાણે એમ છે કે ગરબા ની મંજૂરી લઇને રાજ્ય સરકારે શેરી ગરબા રમવાની છૂટ આપી શકે છે. નવરાત્રિને આડે હવે થોડા દિવસો બાકી રહ્યા છે ત્યારે કોરોના ના કારણે રાજ્ય સરકારે વાઇબ્રન્ટ નવરાત્રી બંધ રાખી છે.

કોરોના દરમિયાન ભલે આ વખતે ગુજરાતમાં નવરાત્રી જાહેરમાં ન થવાની હોય પણ, તમે ઘરે તો સરસ રીતે તૈયાર થઇને ઘર પરિવાર સાથે અથવા ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પર પોતાના ગરબાનો વીડિયો જરૂર પોસ્ટ કરી જ શકો છો.

કોવિડ ને ધ્યાનમાં રાખીને આ વખતે ઘરના લોકો સાથે મ્યૂઝિક સાથે ગરબા તમે રમી શકો છો. સાથે જ નવરાત્રીના કપડા પહેરીને તસવીરો અને વિડિયો પણ સોશિયલ મીડિયામાં મૂકી શકો છો. કોરોના દરમ્યાન જો તમે તમારા ચહેરાની સુંદરતા નિખારવા માંગો છો તો અહીં એક ઉપાય છે.

નવરાત્રી આવતા સાથે સાથે શિયાળાની પણ શરૂઆત થવા લાગે છે તેના કારણે ત્વચા સૂકી પડવા લાગે છે અને આપણી ત્વચાને ભારે નુકશાન થાય છે. આ શિયાળા માં તમારી ત્વચા સૂકી અને કાળી પડવાથી બચવા તમે જાયફળનો ઉપાય કરી શકો છો અને તે તમારી ત્વચા માટે લાભકારી છે. આ ઉપાયથી તમારા ચહેરો અંદરથી સુંદર થશે અને ચહેરાની રંગત સાથે ચમક પણ આવશે.

જો વાળ સાથે આ નોકરવું હોય તો રાખો આટલું ધ્યાન : માથા પર ટાલથી બચવું છે? તો ભૂલથી પણ વાળમાં આ વસ્તુ ના લગાડતા

ચહેરા પર જાયફળ લગાવવાની સરળ રીત

  • એક જાયફળ લઈ તેને ઘસીને તેનો મહિમ પાડવર બનાવો.
  • ત્યાર બાદ ચપટી પાવડરને કાચા દૂધમાં ઉમેરો કરીને પેસ્ટ બનાવો.
  • બનાવેલા લેપને તમારા ચહેરા પર હળવા હાથે લગાવો અને પછી 10 મિનિટ પછી ચહેરાને ચોખા પાણીથી સાફ કરી લો.
  • જાયફળના લેપ ને ચહેરા પર લગાવ્યા પહેલા ચહેરા પર એક વાર કાચુ દૂધ લગાવીને 5 થી 7 મિનિટ રાખો અને પછી ચહેરા પર હળવો મસાજ કરવો.
  • ત્યાર બાદ ચહેરાને પાણીથી સાફ કરી લો અને ચહેરાને કોટનથી હળવા હાથે સાફ કરો. ત્યાર બાદ ઉપરોક્ત મુજબ જાયફળની પેસ્ટ લગાવો.
  • સપ્તાહમાં એક વાર આ પેસ્ટ કરવાથી ચહેરાની રંગમાં પણ નિખાર આવશે અને સાથે સાથે ચહેરાની ત્વચા પણ તેજવંત અને ચમકદાર બનશે.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ખબર ,જાણવા જેવું ,લાગણીસભર વાર્તાઓ, હેલ્થ, ફિલ્મિ ટિક્ટોક ,બ્યુટી, ધાર્મિક વાતો, રસોઈ ની રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે લાઈક કરો એકતા ન્યૂઝ

Similar Posts

One Comment

Leave a Reply

Your email address will not be published.