ભાર વગરનું ભણતર ની ભયાનક સ્થિતિ કેવી? જાણીને ચોંકી જશો?
ભારતમાં ભણતરનું ત્રણ રીતનું માળખું છે ૧- કેન્દ્ર સંચાલિત, ૨-રાજ્ય સંચાલિત અને ૩- ખાનગી સંચાલિત. આ ત્રણેયની શિક્ષણ પદ્ધતિમાં ફેરફાર છે. શિક્ષા લેનારમાં પણ મોટો ફરક છે. શિક્ષણમાં કાયાપલટ સ્કૂલો હવે ક્યારે ખુલશે એ ચોક્કસ નથી. શું બધી સ્કૂલમાં જે વ્યવસ્થા થશે તેની જાણ વાલીને મળશે? સ્વચ્છતા જળવાશે? ભોજન વ્યવસ્થામાં પૂરી તકેદારી રહેશે? સ્વસ્થ પાણી…

ભારતમાં ભણતરનું ત્રણ રીતનું માળખું છે ૧- કેન્દ્ર સંચાલિત, ૨-રાજ્ય સંચાલિત અને ૩- ખાનગી સંચાલિત. આ ત્રણેયની શિક્ષણ પદ્ધતિમાં ફેરફાર છે. શિક્ષા લેનારમાં પણ મોટો ફરક છે.
શિક્ષણમાં કાયાપલટ
સ્કૂલો હવે ક્યારે ખુલશે એ ચોક્કસ નથી. શું બધી સ્કૂલમાં જે વ્યવસ્થા થશે તેની જાણ વાલીને મળશે? સ્વચ્છતા જળવાશે? ભોજન વ્યવસ્થામાં પૂરી તકેદારી રહેશે? સ્વસ્થ પાણી મળશે? યોગ્ય ડિસ્ટર્ન્સિંગ વાળું વાતાવરણ મળશે? વિદ્યાર્થી વાલીઓ નિયમો પાળશે?
આવા જો અને તો વચ્ચે શિક્ષણ શરૂ થશે તો શિક્ષણની કાયાપલટ થશે પણ આજના શિક્ષણ જોતા એ શક્ય નહીં બને. ઘણી બધી શાળાઓમાં જગ્યાનો અભાવ છે ત્યારે શું યોગ્ય ડિસ્ટિંગ પાલન થશે? સરકારી ગાઈડ લાઈનના પાલન કરી શકે તેવી વ્યવસ્થા દરેક શાળામાં છે? 50000 શાળા ઓ ખાલી એક જ ક્લાસ રૂમ ચાલે છે અને જ્યારે ૧.૩ લાખ શાળાઓમાં તો એક ઓરડામાં 50 વિદ્યાર્થીઓ બેસે છે.
વિદ્યાર્થીઓનું તોળાતું ભવિષ્ય
બીજી બાજુ ઘણી શાળાઓમાં તો પૂરતા શિક્ષકો જ નથી, બબ્બૅ ધોરણો ભેગા બેસાડાય છે. સરકારે તો નક્કી કરેલું છે કે એક ક્લાસમાં 35 સંખ્યા જ બેસાડવાની. ગામડામાં પૂરતી વ્યવસ્થા ન હોય તો એક કલાસ માં ૫૦થી વધુ વિદ્યાર્થી બેસે છે. બાળકો પાંચ કલાક શાળાએ રહે ત્યારે સોશિયલ ડિસ્ટર્ન્સિંગનું પાલન કરવાનું કામ શિક્ષકો માંથે આવશે. જ્યારે સ્કૂલમાં જ પૂરતી વ્યવસ્થા નહીં હોય તો? દરેક શાળામાં પુરતા વર્ગખંડો નથી, પુરતા શિક્ષકોની ઘટ શું આ બધું તાત્કાલિક ઓછી થશે?
સરકારની દાનત ખોરા ટોપરા જેવી
વર્ગખંડોમાં ૩૦ ટકા જ બાળકોને બેસાડવાના છે. ક્લાસ લેવા વધુ સમય સાચવવા સ્ટાફ ક્યાંથી આવશે? બે શિફ્ટ માં શિક્ષકો માટે ભારણ વધશે અને વધારાનું વળતર સરકારની દાનત પ્રમાણે આપશે! એના બજેટની જોગવાઇ થશે? આવા સવાલો કોરોનાનાં નિયમો જેવા સવાલો ઊભા થશે. વર્ગખંડો રાતોરાત મોટા થઈ જવાના નથી. શિક્ષકોની ભરતીમાં પણ સરકારની દાનત ખોરા ટોપરા જેવી જ છે, ૧૭% શિક્ષકોની ઘટ છે, ૧૫% શિક્ષકો હાઈસ્કૂલમાં ઘટે છે.
એક લાખ શાળાઓમાં એક શિક્ષક ચાલીસ-પચાસ વિદ્યાર્થીઓને ભણાવે છે. ત્યાં યોગ્ય પાલન શક્ય બનશે? શિક્ષકો ભણાવશે કે પછી બાળકોનું ધ્યાન રાખશે? સમજદાર ભણેલા લોકોને બાળકો માટે સોશિયલ ડિસ્ટર્ન્સિંગનું પાલન કરાવવું અઘરું બનતું જાય છે, જે બાળકો ઘરે જ નિયમો પાળી શકતા ન હોય, તે સ્કૂલો કેવી રીતે પલાવી શકે?
પોલિસ માટે નવા સમાચાર : GPSC દ્રારા નવું કેલેન્ડર, આ 1203 જગ્યાઓ માટે કરાશે ભરતી
સરકારી અને ખાનગી સ્કૂલોના આંકડા આઘાત લાગે તેવા છે શહેરી કરતાં ગ્રામ્ય અને નાના સેન્ટરોમાં ચાલતી ખાનગી શાળાઓમાં વ્યવસ્થાનો અભાવ છે સમયે ખાનગી શાળાના શિક્ષકો પાસે ડિગ્રી પુરતું નથી, શિક્ષકોની ભૂમિકા મહત્વની બની ગઈ છે કે પોતે નિયમ પાળીને વિદ્યાર્થી પાસે ઉદાહરણરૂપ બનવાનું છે.
ભારતમાં ૩૦ કરોડ વિદ્યાર્થીઓ છે આખા દેશમાં ૧૩ લાખ શાળા અને ૬૦ લાખ શિક્ષકો છે. લગભગ 50 વિદ્યાર્થીઓ એ એક શિક્ષક છે જે સ્થિતિ આદર્શ ન ગણાય. કોરોના જેવી મહામારીમાં સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરાવવું હોય ત્યારે આવી સ્થિતિ બિલકુલ આદર્શ નથી.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ખબર ,જાણવા જેવું ,લાગણીસભર વાર્તાઓ, હેલ્થ, ફિલ્મિ ટિક્ટોક ,બ્યુટી, ધાર્મિક વાતો, રસોઈ ની રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે લાઈક કરો એકતા ન્યૂઝ
One Comment