આંધળો પ્રેમ ચાલ્યો સંગીતના સૂરે: 20 વર્ષની ગાયિકાને 12 વર્ષ મોટા પરિણીત યુવક સાથે થયો પ્રેમ પછી

આંધળો પ્રેમ ચાલ્યો સંગીતના સૂરે: 20 વર્ષની ગાયિકાને 12 વર્ષ મોટા પરિણીત યુવક સાથે થયો પ્રેમ પછી

Relationship

આવી રહે છે પોસ્ટ વિભાગમાં ૧૩૭૧ જગ્યાની ભરતી, જલ્દી જાણો ક્યારે શરૂ થશે?પ્રેમ ગમે ત્યારે અને ગમે તેની સાથે થઈ શકે છે એટલેજ પ્રેમને આંધળો કહેવાય છે. પ્રેમને નથી ઉંમરની સાથે કોઈ લેવા-દેવા કે નથી રંગ સાથે લેવા દેવા. એવા કિસ્સાઓ પણ સામે આવ્યા છે કે, યુવતીઓને પોતાની ઉમર કરતા 12, 15 કે 20 વર્ષ મોટા વ્યક્તિ સાથે પ્રેમ થઈ જાય છે.

ત્યારે આવો જ એક કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે. જે તમે જાણીને તમે ચોંકી જશો. રાજકોટમાં એક ગાયિકાને પોતાનાથી 12 વર્ષ મોટા પરિણીત પુરુષ સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. બાદ બંનેને મનમાં એવો ભય હતો કે, તેઓ બંને સાથે રહી શકશે નહીં અને સમાજ પણ આપણને સમાજ પણ નહિ સ્વીકારે આવી ચિંતાના કારણે બંને પોતાના ઘરેથી શનિવારે વહેલી સવારે કોઈને કંઈ જાણ કર્યા વગર નીકળી ગયા હતા.

ત્યાર બાદ માહિતી અનુસાર બન્ને સોમ પીપળીયાના જંગલમાં ખોડીયાર માતાના સ્થાનક પાસે બંને ઝેરી દવાપીને મોતનો માર્ગ અપનાવી આપઘાત કર્યો હતો.

આ સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો, અને પોલીસે ગાયિકા અને તેના પ્રેમીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડયો હતો. પોલીસને ઘટના સ્થળ તપાસ પરથી ઝેરી દવાની બોટલ પણ મળી આવી હતી.

વિગત અનુસાર જસદણ તાલુકામાં સોમ પીપળીયા ગામમાં ગાયિકા હેતલ ડાભી તેના પરિવારની સાથે હળી મળી રહેતી હતી. તેવામાં ગાયિકા હેતલ ડાભીને તેનાથી 12 વર્ષ મોટા ઉંમરના મોઢુકા ગામના રાજેશ તાવીયા નામના યુવક સાથે આંખમાં આંખ મળી જતા પ્રેમનોસાબંધ બંધાયો હતો.

રાજેશ પરિણીત હતો અને તેને બે કિશોર વયના પુત્ર અને પુત્રી છે. વ્યવસાયે રાજેશ અલગ-અલગ ભજનના કાર્યક્રમમાં બેન્જો વગાડવાનું કામ કરતો હતો.સાથે સાથે હેતલ ડાભીના કાર્યક્રમમાં પણ રાજેશ બેન્જો વગાડવા જતો હતો.આવા ભજનીક કાર્યક્રમો દરમિયાન જ બંને એકબીજાથી નજીક આવ્યા હતા અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો.

આગળ જતાં બનેને એવો ડર હતો કે, બંનેનું સાથે રહેવું અશક્ય છે અને બંને એકબીજાને ખુબ જ પ્રેમ કરતા હોવાના કારણે શનિવારે વહેલી સવારે રાજેશ અને હેતલ ડાભી પોતાના ઘરેથી પરિવારને કંઈ પણ કહ્યા વગર નીકળી ગયા હતા અને બંનેએ સોમ પીપળીયાના જંગલ વિસ્તારમાં આવેલા ખોડિયાર માતાજીના સ્થાનક પાસે ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો.

આ ભજનીક ગાયિકા અને બેન્જો વાદકે આપઘાત કર્યો હોવાની જાણ સવારે 11:30 વાગ્યે પોલીસને કંઈ પહોંચતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પોલીસે ગાયિકા હેતલ ડાભી અને બેન્જો વાદક રાજેશના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

પોલીસને ઘટના સ્થળ પરથી તપાસ દરમિયાન ઝેરી દવાની બોટલ પણ મળી આવી હતી. ત્યારે પોલીસે સમગ્ર મામલે બંનેના પરિવારજનોને બોલાવીને પુછપરછ કરતાં પોલીસને ગાયિકા હેતલ ડાભી અને બેન્જા વાદક રાજેશ વચ્ચે પ્રેમસંબંધ હોવાનું જાણવા મળ્યું હતું અને પરિવારના સભ્યો પણ આ બાબતે પહેલેથી જાણતા હોવાની પોલીસને માહિતી મળી હતી.

વધુમાં ઘટના સ્થળ પરથી પોલીસને ત્રણ પેજની એક સ્યૂસાઈડ નોટ પણ મળી આવી હતી જેમાં રાજેશ અને હેતલના પ્રેમસંબંધની વાત કરી હતી. સ્યૂસાઈડ નોટમાં એવું પણ લખ્યું હતું કે, જીવવું હોય તો સાથે અને મરવું હોય તો પણ સાથે અને આ લખાણ નીચે હેતલ અને રાજેશે સહી પણ કરી હતી.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ખબર ,જાણવા જેવું ,લાગણીસભર વાર્તાઓ, હેલ્થ, ફિલ્મિ ટિક્ટોક ,બ્યુટી, ધાર્મિક વાતો, રસોઈ ની રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે લાઈક કરો એકતા ન્યૂઝ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *